For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એકવાર યાત્રા કરવા જેવા ભારતના 11 રસ્તાઓ

|
Google Oneindia Gujarati News

એક કાર ધારક તરીકે આપણે હંમેશા એવી યાત્રા કરવાનું વિચારતા હોઇએ છીએ, જ્યાં તમે જાતે ડ્રાઇવ કરીને ગયા હોવ, આસપાસના નજારાને તમે એકદમ નજીકથી નિહાળી શકો અને એક એવા ભારતનું દર્શન કરી શકો જે તમે માત્ર ઐતિહાસિક કથાઓમાં સાંભળ્યું કે વાંચ્યુ હોય અથવા તો કોઇના દ્વારા સાંભળવામાં આવ્યું હોય.

ભારતમાં આવા અનેક રસ્તાઓ છે જેની ટ્રાવેલ કરવામાં આવે તો આપણા એક પ્રવાસી અને એક રાઇડર તરીકેના તમામ સ્વપ્ન સાકાર થયા હોવ તેવો ભાસ થવા લાગે છે. આજે અમે અહીં ભારતના એવા જ 11 રસ્તાઓ કે કે પછી ટ્રીપ અંગે જણાવી રહ્યાં છીએ, જેની જીવનમાં એકવાર યાત્રા કરવી જોઇએ. તો ચાલો તસવીરો થકી આ ટ્રીપ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી મર્સીડિઝ બેન્ઝની ટોપ 10 કાર્સ
આ પણ વાંચોઃ- અચાનક કારની બ્રેક ફેઇલ થઇ જાય તો? જાણો ખાસ બાબતો
આ પણ વાંચોઃ- ભારતમાં આ 10 કાર્સની છે શાનદાર રિસેલ વેલ્યુ

પામ્બન બ્રિજ

પામ્બન બ્રિજ

આ બ્રિજ રામેશ્વરમ આઇલેન્ડને તમિળનાડુ સાથે જોડે છે. આ એક શાનદાર રોડ ટ્રીપ સાબિત થઇ શકે છે. ખાસ કરીને બાઇક લઇને જાઓ તો આ એક યાદગાર ટ્રીપ બની રહેશે.

મનાલી લેહ હાઇવે(NH 21)

મનાલી લેહ હાઇવે(NH 21)

આ હાઇવે પર રાઇડ કરવામાં આવે તો તે આજીવન યાદ રહી શકે છે, આ હાઇવે પર એડવેન્ચર સહિતની અનેક બાબતો આપણને માણવા મળી શકે છે.

એનએચ 212

એનએચ 212

આ હાઇવે કેરળના કોઝિકોડેને કર્ણાટકના કોલિગલ સાથે મૈસૂર થકી જોડે છે, ઉપરાંત આ હાઇવે પર તમે કર્ણાટકના બંદિપુર ટાઇગર પાર્કને પણ જોઇ શકો છો.

ચંદીગઢથી મનાલી હાઇવે(NH 21)

ચંદીગઢથી મનાલી હાઇવે(NH 21)

જો તમે ખાવાના શોખીન હોવ અને કેમેરામાં આસપાસના દ્રશ્યોને કંડારવાની આદત હોય તો આ રૂટ તમને ઘણો જ પસંદ પડશે.

લેહ-શ્રીનગર(NH 1D)

લેહ-શ્રીનગર(NH 1D)

લેહથી શ્રીનગર બાય રોડ પ્રવાસ ખેડવામાં આવે તો ખરા અર્થમાં એક યાદગાર સાબિત થઇ શકે છે. આ પ્રવાસ દરમિયાન અને જોવાલાયક સ્થળો અને સૌંદર્ય આંખોને ટાઢક બક્ષે છે.

મહાબલેશ્વર

મહાબલેશ્વર

મહાબલેશ્વરનો અર્થ થાય છે ગોડ ઓફ ગ્રેટ પાવર. આ એક સુંદર સ્થળ છે. આ સ્થળની બાય રોડ યાત્રા યાદગાર બની રહે તેવી છે.

કલ્યાણ નિર્મળ હાઇવે(NH 222)

કલ્યાણ નિર્મળ હાઇવે(NH 222)

આ હાઇવે મહારાષ્ટ્ર અને તેલંગણામાંથી પસાર થાય છે. આ રસ્તો તમને સુંદરતાનો અદભૂત નજારો જોવાની તક પૂરી પાડે છે.

રોહતંગ પાસ

રોહતંગ પાસ

આ રોડ પર તમારા હૃદયના ધબકારા થંભાવી નાંખે તેવા નજારાઓ જોવા મળી શકે છે. અહીં પર્વતોના દ્રશ્યો જોવાલાયક છે.

મુંબઇ પૂણે રૂટ

મુંબઇ પૂણે રૂટ

મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે એ ભારતનો પહેલો હાઇ સ્પીડ, સિક્સ લેન કોંક્રેટ રોડ છે અને કાર લઇને આ હાઇવે પર જવુ એક યાદગાર પળ સમાન સાબિત થઇ શકે છે.

ઓલ્ડ સિલ્ક રૂટ

ઓલ્ડ સિલ્ક રૂટ

આ એક હિલી રોડ છે જેનો ઉપયોગ લ્હાસાને જોડવા માટે કરવામાં આવ્યો હતો. આ રસ્તા પણ તમને અનેક ઐતિહાસિક બાબતો જાણવા મળી શકે છે અને સુંદરતાનો નજારો થઇ શકે છે.

પૂરીથી કોનાર્ક રૂટ

પૂરીથી કોનાર્ક રૂટ

આ રોડની જ્યારે યાત્રા કરવામાં આવે ત્યારે જાણેકે તમારી એક શાનદાર યાત્રા કરવાની ઇચ્છા પૂર્ણ થઇ હોય તેવો ભાસ થઇ શકે છે.

English summary
11 Road Trips That You Must Take In India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X