For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં રોડ ટ્રિપ દરમિયાન યાદ રાખવા જેવી 11 બાબતો

By Super
|
Google Oneindia Gujarati News

આપણે ભારતીયો હરવા-ફરવાના શોખીન હોઇએ છીએ. રજાઓ મળતા જ આપણે કોઇક નવા સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી દેતા હોઇએ છીએ. આજકાલ ભારતના ઓટો જગતમાં કારોનું વેચાણ વધી રહ્યું છે અને તેના કારણે મોટાભાગના લોકો પોતાની અંગત કાર લઇને જ પરિવાર સાથે લાંબી ટ્રિપ પર નિકળી જતા હોય છે.

જોકે, અજાણ્યા સ્થળ પર પરિવાર સાથે યાત્રા કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. અનેક એવી બાબતો છે જેને નજર અંદાજ કરી શકાય નહીં. આ ઉપરાંત એવી અનેક ટ્રિપ ટિપ્સ છે, જેને અપનાવવામાં આવે તો આપણે આપણી યાત્રાને આનંદ અને આરામદાયક બનાવી શકીએ છીએ. આજે અમે અહીં એવી જ કેટલીક યાત્રાઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને તમારી ટ્રિપને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થશે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

ટ્રિપના અઠવાડિયા પહેલા કાર સર્વિસ કરાવો

ટ્રિપના અઠવાડિયા પહેલા કાર સર્વિસ કરાવો

જ્યારે કોઇ ટ્રિપમાં જવાનું આયોજન બનાવો ત્યારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખી લો કે, ટ્રિપમાં જવાના હોવ તેના એક અઠવાડિયા પહેલા તમારી કારને સર્વિસ કરાવી લો. કારણ કે કોઇ સમસ્યા જણાય તો તમે તમારી ટ્રિપ પહેલા જ તેનું નિરાકરણ લાવી શકો, જેથી યાત્રા દરમિયાન કોઇ મુશ્કેલી ઉભી ન થાય.

ટેન્કને ફૂલ કરાવી લો

ટેન્કને ફૂલ કરાવી લો

જ્યારે તમે ટ્રિપની શરૂઆત કરો ત્યારે કારની ફ્યુઅલ ટેન્કને ફૂલ કરાવી લો, જેથી રસ્તામાં એ ખાલી થવાનો ભય ન રહે. અમારી સલાહ છેકે જ્યારે પણ તમે ટ્રિપમાં નિકળો અને ફ્યુઅલ ભરાવો ત્યારે કંપનીના પેટ્રોલ સ્ટેશન પરથી જ ભરાવાનો આગ્રહ રાખો.

એન્જીન ઓઇલનું ટેન્ક સાથે રાખો

એન્જીન ઓઇલનું ટેન્ક સાથે રાખો

જ્યારે કોઇ લાંબી યાત્રામાં નિકળો ત્યારે સાથે એન્જીન ઓઇલ અને રેડિએટર કુલન્ટને સાથે લઇ જવાનું ના ભુલો. જો તમે જૂની કાર ચલાવી રહ્યાં છો તો સાથે એક્સ્ટ્રા હોસપાઇપ્સ અને ફેન બેલ્ટ્સ પણ રાખો. આ ઉપરાંત ટાયર કેવી રીતે બદલવા તે પણ જાણી લો. કારણ કે જો તમારી કારમાં ટ્યૂબલેસ ટાયર હશે તો હાઇવે પર મોટાભાગના લોકોને એ રિપેર કરતા નહીં આવડતું હોય.

ડુબ્લિકેટ ચાવી લેવાનું ના ભુલો

ડુબ્લિકેટ ચાવી લેવાનું ના ભુલો

કારની એક ડુબ્લિકેટ ચાવી પણ સાથે રાખો જેથી કરીને કદાચ તમે તમારી કારને લોક કરી દો અને ચાવી ખોવાઇ જાય તો તમારી પાસે તેની ડુબ્લિકેટ ચાવી હોવી જરૂરી છે અને તેને તમારા પોકેટમાં રાખો. તેમજ સાથે કારના ડોક્યુમેન્ટની ફોટોકોપીને લઇ જવાનું પણ ના ભુલો.

કારમાં ફોગ લાઇટ ફીટ કરાવો

કારમાં ફોગ લાઇટ ફીટ કરાવો

તમારી કારમાં ફોગ લાઇટને ફીટ કરાવી રાખો, તેથી જો તમારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડે તો ફોગ લાઇટ તમને મદદરૂપ થઇ શકે. આ લાઇટનો ઉપયોગ તમે તમારી હેડલાઇટ ખરાબ થઇ જાય ત્યારે પણ ઉપયોગમાં લઇ શકો છો. તેમજ રોડ પર ચોવિસ કલાકની સેવા આપતા નંબર પણ નોંધી રાખો. એ ઉપયોગી થઇ શકે છે.

અમુક કેશ સાથે રાખો

અમુક કેશ સાથે રાખો

કેટલાક નાના શહેરો અને ગામડાઓમાં એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાતું નથી હોતું, તેથી અમુક કેશ સાથે રાખો. તેમજ જો સાથે કેશ હશે તો તમે ટોલ પેમેન્ટ સરળતાથી કરી શકશો. જો તમે અજાણ્યા રસ્તા પર ડ્રાઇવ કરી રહ્યા હોવ તો મેપ સાથે રાખો.

ફર્સ્ટ એડ કિટ સહિતની સામગ્રી

ફર્સ્ટ એડ કિટ સહિતની સામગ્રી

મોબાઇલ ફોનને રોમિંગ ફેસેલિટી સાથે રાખો અને તેનું ચાર્જર લઇ જવાનું ના ભુલો, કેમેરાનું એક્સ્ટ્રા મેમરી કાર્ડ સાથે રાખો. ફર્સ્ટ એડ કિટ અને પ્રાથમિક ઉપચાર માટેની કેટલીક દવાઓને સાથે રાખો જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે.

નાસ્તા સહિતની સામગ્રી

નાસ્તા સહિતની સામગ્રી

જો તમે ડ્રાઇવિંગ દરમિયાન ચશ્મા પહેરો છો તો તેની એક પેઇર સાથે રાખો. આ ઉપરાંત નાસ્તો અને પાણી સહિતની વસ્તુઓ સાથે રાખો, જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તો વાંધો ન આવે, અથવા તો બાળકો સાથે હોય તે તેમના માટેનું ફૂડ પણ સાથે કેરી કરવું. તેમજ લાંબી યાત્રા કરી રહ્યા હોવ તો સાથે મ્યુઝિકની સુવિધા પણ રાખો.

શિડ્યૂલ નક્કી કરો

શિડ્યૂલ નક્કી કરો

જ્યારે કોઇ ટ્રિપ પર જઇ રહ્યાં હોવ તો તેના શિડ્યૂલ અંગેનું પ્લાનિંગ કરો. જો રાત્રી રોકાણ કરવાનું હોય તો હોટલનું એડવાન્સ બુકિંગ કરાવો. તેમ જ તમારા માર્ગમાં આવતા સારા રેસ્ટોરાં અંગે માહિતી મેળવી લો.

સારી ઉંઘ લો

સારી ઉંઘ લો

રોડ ટ્રિપ પર જાઓ તેના પહેલા સારી ઉંઘ લેવાનું રાખો. જો તમે આરામ કર્યો હશે તો રસ્તા પર સારી રીતે ધ્યાન આપી શકશો. ટ્રિપ દરમિયાન કમ્ફર્ટેબલ વસ્ત્રો પહેરો.

રાત્રી ડ્રાઇવિંગને ટાળો

રાત્રી ડ્રાઇવિંગને ટાળો

લાંબી યાત્રા દરમિયાન રાત્રી ડ્રાઇવિંગ ટાળો, રાત્રે સુરક્ષાનો ખતરો રહી શકે છે અને ખરાબ રસ્તા પર ડ્રાઇવ કરવું કપરુ થઇ શકે છે. શહેરના ટ્રાફિકને ખાળવા સવારે વહેલા ડ્રાઇવ કરવાનું રાખો. દર 90 મિનીટે બ્રેક લેવાનું રાખો.

English summary
11 things will help for enjoyable road trip in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X