For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજાજ ડિસ્કવર 150એફના પાંચ જાણવા જેવા ફીચર્સ

|
Google Oneindia Gujarati News

બજાજ ઓટોમોબાઇલ કંપની દ્વારા તાજેતારમાં તેની નવી બાઇક ડિસ્કવર 150 એફ લોન્ચ કરી છે. કંપનીને આશા છેકે આ બાઇક થકી બજાજ ટૂ વ્હીલર બજારમાં પોતાની શાખને વધુ મજબૂત કરી શકશે અને આ બાઇક થકી તે વિરોધી કંપનીઓને પ્રબળ ટક્કર આપી શકશે, જોકે એ તો આવનારો સમય જ બતાવશે કે બજાજની આ બાઇક વિરોધી બાઇક્સને હફાંવવામાં કેટલી સફળ થાય છે.

અનેક બાઇક રાઇડર્સની પસંદ બજાજની બાઇક્સ હશે, જોકે બજાજ ઉપરાંત અન્ય કંપનીની બાઇક્સ પણ આ જ સેગ્મેન્ટમાં લોન્ચ થયેલી હોવાથી એક પ્રશ્ન મનને મુંઝવતો રહે છેકે કઇ બાઇક પર પસંદગી ઉતરાવી, જો તમને પણ એવી જ મુંઝવણ હોય તો અમે અહીં બજાજની નવી બાઇકના પાંચ ખાસ ફીચર અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ જે તમને બાઇક ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે.
આ પણ વાંચોઃ- મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક
આ પણ વાંચોઃ- ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી પોર્શે કાર્સ

ડીસી હેડલેમ્પ

ડીસી હેડલેમ્પ

ડિસ્કવર 150 એફમાં બજાજે ડીસી હેડલેમ્પ ફીચર ઉમેર્યું છે. આ ફીચરનો મેઇન એડવાન્ટેજ એ છેકે તે ડિરેક્ટ બેટરી સાથે જોડાયેલ છે, તેથી બાઇકની લાઇટ તમે ખરાબ રસ્તા પર હોવ તો પણ સ્પીડ પ્રમાણે ઓછી થઇ જતી નથી.

ડીજીટલ કોન્સલ

ડીજીટલ કોન્સલ

ડિસ્કવર 150 એફના મોટાભાગના પાર્ટ્સ ડિસ્કવર 150 એસને મળતા આવે છે. આ બાઇકમાં બજાજે ડિજીટલ કોન્સલનો ઉપયોગ કર્યો છે. બાઇકમાં એનલોગ સ્પીડોમીટર, ડીજીટલ એલસીડી સ્ક્રીન જે ફ્યુઅલ ગોજ, ઓડોમીટર, ટ્રિપ મીટર, ક્લોક, સર્વિસ ઇન્ડિકેટર સહિતની માહિતી આપે છે.

સેમિ-ફેયરિંગ

સેમિ-ફેયરિંગ

આ બાઇકમાં સેમિફેયરિંગ એલિમેન્ટનો ઉપયોગ કર્યો છે, જે બાઇકને સ્પોર્ટિ વિઝ્યુઅલ અપીલ આપવામાં મદદ કરે છે. તે એરોડાયનેમિક્સમાં મદદરૂપ છેકે નહીં તે તો કહીં શકાય નહીં પરંતુ દેખાવ સારું લાગે છે.

4 વાલ્વ એન્જીન અને કરુગેટેડ ફિન્સ

4 વાલ્વ એન્જીન અને કરુગેટેડ ફિન્સ

ડિસ્કવર 150 એફમાં 145 સીસી એર કૂલ્ડ મોટર છે, જે 14.5 પીએસનો પાવર જનરેટ કરે છે. તેમજ તેમાં 4 વાલ્વ એન્જીન છે, જે એક્સિલરેશન અને ફ્યુઅલ એફિસિઅન્સી માટે ઘણું જ ફાયદાકારક છે. આ ઉપરાંત કંપની દ્વારા કરુગેટેડ ફિન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાઇકના ડિસ્સિપ્શનને વધારવામાં મદદરૂપ થાય છે.

મોનોશોક સસ્પેન્શન

મોનોશોક સસ્પેન્શન

બજાજ ડિસ્કવર 150એફમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. જેમાં હેન્ડલિંગને ડાયનેમિકલી રીતે ઇમ્પ્રૂવ કરવામાં આવ્યું છે, તેમજ બીજી અનેક રીતે મોનોશોક સસ્પેન્શન એડજેસ્ટ કરવામાં સરળ રહે છે.

English summary
Bajaj Discover 150F top 5 features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X