For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

|
Google Oneindia Gujarati News

હાલના આધુનિક સમયની વાત કરવામાં આવે તો વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં હવે ધીરે ધીરે હાઇબ્રિડ કાર પગ પેસરો કરી રહી છે, તેની પાછળનું કારણ લોકો ફ્યુઅલ કારના બદલે હાઇબ્રિડ કાર ચલાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. તેની પાછળનું કારણ ફ્યુઅલ કોસ્ટ, પોલ્યુશન સહિતના કારણો જવાબદાર છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે હાઇબ્રિડ કાર અન્ય સેગ્મેન્ટની કાર્સને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. જેમાં મહિન્દ્રા, ટાટા, ટોયોટા સહિતની અનેક કંપનીઓ દ્વારા આગામી સમયમાં પોતાની આ હાઇબ્રિડ કાર લોન્ચ કરવામાં આવનરી છે.

જોકે હાલના સમયે પણ ભારતીય બજારમાં કેટલીક હાઇબ્રિડ કાર ઉપલબ્ધ છે, જેટા ટોયોટાની પ્રિઅસ અને ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇલેક્ટ્રિક કાર છે. આજે અમે અહીં ભારતમાં જોવા મળી રહેલી અથવા તો આવનારા સમયમાં જોવા મળનારી કેટલીક હાઇબ્રિડ કાર અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- Red Bull X-Fighters: જોવા મળશે હૃદય થંભાવી દે તેવા સ્ટંટ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મોંઘી અને વૈભવી વિન્ટેજ કાર્સ

ટોયોટા પ્રિઅસ

ટોયોટા પ્રિઅસ

કિંમતઃ- 37.1 - 38.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 1798 સીસી, 1.8-લિટર 16વી 2ઝેડઆર-એફએક્સઇ પેટ્રોલ એન્જીન, 5200આરપીએમ પર 97.8બીએચપી, 4000આરપીએમ પર 142એનએમ
એવરેજઃ- 20.1 કેએમપીએલ / 23.91 કેએમપીએલ

ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇલેક્ટ્રિક

ટાટા ઇન્ડિકા વિસ્ટા ઇલેક્ટ્રિક

કિંમતઃ- 6.0 લાખ રૂપિયા
એન્જીનઃ- સુપર પોલિમર લિથિયમ આઇઓએન બેટરી ટાઇપ, 4000 આરપીએમ પર 55 કેડબલ્યુ, 1750 આરપીએમ પર 160 એનએમ
એવરેજઃ- 200 કિ.મી પ્રતિ સિંગલ ચાર્જ

ટોયોટા કેમરી હાઇબ્રિડ

ટોયોટા કેમરી હાઇબ્રિડ

કિંમતઃ- 29.1 લાખ રૂપિયા
એન્જીનઃ- 2494 સીસી, 2.5-લિટર 16વી 2એઆર એફએક્સઇ એન્જીન, 5700આરપીએમ પર 157.81બીએચપી , 213એનએમ@4500આરપીએમ પર
એવરેજઃ- 16.03 કેએમપીએલ / 19.16 કેએમપીએલ

ટાટા નેનો હાઇબ્રિડ

ટાટા નેનો હાઇબ્રિડ

ટાટા નેનોને લોન્ચ કરવામાં આવી ત્યારથી અત્યારસુધીમાં નેનો વેચાણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકી નથી. તેની પાછળનું કારણ તેનું નબળું પરફોર્મન્સ છે. હવે ટાટા દ્વારા ભારતમાં આગામી ટૂંક સમયમાં ટાટા નેનોની હાઇબ્રિડ કારને લોન્ચ કરવાનું વિચારી રહી છે. જે થકી ટાટાને આશા છેકે નેનોનું માર્કેટ અપ આવશે.

હોન્ડા એકર્ડ હાઇબ્રિડ

હોન્ડા એકર્ડ હાઇબ્રિડ

અંદાજીત કિંમતઃ- 30 લાખ રૂપિયા
એન્જીનઃ- 2-લિટર પેટ્રોલ એન્જીન 141પીએસ, 165એનએમ ટાર્ક

હુન્ડાઇ એક્સયુવી500 હાઇબ્રિડ

હુન્ડાઇ એક્સયુવી500 હાઇબ્રિડ

અંદાજીત કિંમતઃ- 15 - 16 લાખ રૂપિયા
એન્જીનઃ- 2.2-લિટર એમહૉક ડીઝલ એન્જીન, 140બીએચપી, 330એનએમ ટાર્ક

હોન્ડા એનએસએક્સ

હોન્ડા એનએસએક્સ

હોન્ડાની આ બહુ પ્રતિક્ષિત કારને 2016 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ એક સ્પોર્ટ કાર છે અને તે હાઇબ્રિડ વર્ઝન છે, જોકે તેના ગ્રાહક ભારતમાં બહુ જ ઓછા મળી આવશે, તેમ છતાં તે ભારતમાં એક ખાસ વર્ગને આકર્ષિત કરી શકે છે.

લેક્સસ જીએસ

લેક્સસ જીએસ

આ બ્રાન્ડ ભારતમાં એટલી લોકપ્રીય નથી, પરંતુ કારનું આ મોડલ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની અસર છોડી શકે છે. આ કાર ભારતમાં 2016 સુધીમાં લોન્ચ થઇ શકે છે.

ટાટા ઇન્ડિગો માંઝા ડીઝલ હાઇબ્રિડ

ટાટા ઇન્ડિગો માંઝા ડીઝલ હાઇબ્રિડ

આ કારને સપ્ટેમ્બર 2014માં લોન્ચ કરવામાં આવી શકે છે. એવી માહિતી છેકે આ કારમાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવશે.

બીએમડબલ્યુ આઇ8

બીએમડબલ્યુ આઇ8

કિંમતઃ- 1.5 કરોડ રૂપિયા
એન્જીનઃ- 1.5-લિટર પેટ્રોલ એન્જીન, 231બીએચપી, જ્યારે ઇલેક્ટ્રિક મોટર 131 બીએચપી જનરેટ કરી શકશે.

English summary
india's Top 10 Hybrid Cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X