For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવી મોદીની સુરક્ષાબદ્ધ BMW 760Li, જાણો શું છે ખાસિયત

|
Google Oneindia Gujarati News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં છે. વડાપ્રધાન પદ ગ્રહણ કર્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે, જ્યાં તેમની સુરક્ષા વ્યસ્થાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં હાથ ધરવામાં આવ્યા છે. તેઓ જે રસ્તા પરથી પસાર થવાના છે, તે રસ્તે ગાઢ સુરક્ષા ગોઠવવામાં આવી છે. જોકે સૌથી મહત્વની વાત જો કોઇ હોય તો એ તેઓ જે કારમાં સવાર થઇને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરશે એ છે, તેઓ પોતાની બીએમડબલ્યુ 760Li કાર થકી અમદાવાદ અને ગાંધીનગરની યાત્રા કરવામાં છે. આ કારને સૌથી સુરક્ષિત કાર માનવામા આવે છે અને 2003થી ભારતના વડાપ્રધાન માટે ખાસ ફાળવવામાં આવેલી છે.

તેઓ ગુજરાત આવ્યા તે પૂર્વે જ અમદાવાદ શહેરમાં બીએમડબ્લ્યુ 760Li દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી હતી. આ કારમાં અનેક સુરક્ષાથી સજ્જ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ તેમાં દમદાર એન્જીન છે. તો ચાલો તસવીરો થકી આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- જુઓ વીડિયોઃ ડ્રાઇવિંગ વખતે Luckનું કેટલું મહત્વ
આ પણ વાંચોઃ- જાણવા જેવી ટિપ્સઃ કારને કેવી રીતે રાખવી ગૂડ શેપમાં
આ પણ વાંચોઃ- ટોપ 18 કાર્સ, કિંમત 30 લાખની અંદર

સ્કોર્પિયો ટૂ બીએમડબલ્યુ મોદીની ગાંધીનગર-અમદાવાદ યાત્રા

સ્કોર્પિયો ટૂ બીએમડબલ્યુ મોદીની ગાંધીનગર-અમદાવાદ યાત્રા

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ જ્યારે પણ ગાંધીનગરથી અમદાવાદ જતા ત્યારે તેઓ સ્કોર્પિયો એસયુવી કારનો ઉપયોગ કરતા હતા, પરંતુ વડાપ્રધાન બન્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ બીએમડબલ્યુની 7 સિરિઝની કારનો ઉપયોગ કરી રહ્યાં છે. આજે જ્યારે તેઓ એરપોર્ટથી ગાંધીનગર આવ્યા ત્યારે તેઓ બીએમડબલ્યુની કારમાં આવ્યા હતા.

અમદાવાદમાં ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદમાં ગ્રાન્ડ રિહર્સલ

નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના હતા તેના પહેલા અમદાવાદના નિશ્ચિત રૂટ પર બીએમડબલ્યુ 7 સિરિઝની કારનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. એ સમયની આ તસવીર છે.

વર્ષ 2003 બાદ પીએમ માટે નક્કી કરાઇ આ શાનદાર સવારી

વર્ષ 2003 બાદ પીએમ માટે નક્કી કરાઇ આ શાનદાર સવારી

2003 પહેલા વડાપ્રધાન માટે સફેદ એમ્બેસેડર નક્કી કરવામાં આવી હતી, પરંતુ 2003માં ભારતના વડાપ્રધાન માટે બીએમડબલ્યુ 760Li લિમોઝિને અધિકૃત કરવામાં આવી હતી.

આતંકી હુમલાના ભયના કારણે બીએમડબલ્યુનો ઉપયોગ

આતંકી હુમલાના ભયના કારણે બીએમડબલ્યુનો ઉપયોગ

વડાપ્રધાન પર આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને બીએમડબલ્યુની કારનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. એ સમયે માંગ ઉઠી હતી કે પીએમ મટે ઉચ્ચ સુરક્ષાવાળા હથિયારોથી લેસ એક કાર અધિકૃત કરવામાં આવે.

કરોડોની કિંમત

કરોડોની કિંમત

હાલ દેશમાં પીએમ કાફલામાં એક ડજન કરતા વધારે બીએમડબલ્યુ છે. આ સાથે જ એક ડજન બીએમડબલ્યુ એક્સ5 એસયુવી છે, જે એસપીજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

મિસાઇલ અને બોમ્બની પણ નથી થતી અસર

મિસાઇલ અને બોમ્બની પણ નથી થતી અસર

પીએમના કાફલામાં રહેલી બીએમડબ્લ્યુ એક હાઇ સિક્યોરિટિઝ ઝોન જેવી છે. આ કારમાં સુરક્ષા વ્યવસ્થા એટલી હાઇ પ્રોફાઇલ છે કે તેના પર કોઇપણ મિસાઇલ અથવા તો બોમ્બની અસર થતી નથી. એટલે સુધી કે સ્ટેટ ઓફ આર્ટ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આ કાર પર ગેસ એટેકની અસર પણ થતી નથી.

વિસ્ફોટ પછી પણ રહે છે સુરક્ષિત

વિસ્ફોટ પછી પણ રહે છે સુરક્ષિત

બીમડબ્લુયની ફ્યુઅલ ટેન્ક એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છેકે જો કારને ગમે તેવું નુક્સાન થાય પરંતુ તે વિસ્ફોટ કરતી નથી. ફ્યુઅલ ટેન્ક ઉપરાંત બીએમડબલ્યુની પોતાની ઓક્સીજન સપ્લાય છે. કોઇપણ મુશ્કેલ સ્થિતિમાં કારમાં ઓક્સિજન સપ્લાયમાં અવરોધ આવતો નથી.

કારનું એન્જીન

કારનું એન્જીન

કારમાં 6.0 લિટર ટ્વેલ્વ સીલીન્ડર એન્જીન છે, જે 5250 આરપીએમ પર 544 બીએચપી અને 1500 આરપીએમ પર 750 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. તેમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે, તેમજ તે 6.2 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

English summary
PM modi and his high sercurty car bmw 760Li
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X