For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે દિલ્હી ખાતે પોતાની ઓલ ન્યૂ ટાટા ઝેસ્ટ કારને લોન્ચ કરી છે. ટાટાની આ નવી કોમ્પેક્ટ સેડાન કારને બન્ને વેરિએન્ટ્સ પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત 4.64 લાખથી શરૂ થાય છે, જે પેટ્રોલ મોડલ છે અને 5.64 લાખથી શરૂ થતુ મોડલ ડીઝલ વેરિએન્ટ્સનું છે.

આ કારનું વેચાણ ટાટાના 470 આઉટલેટ્સમાંથી કરવામાં આવનારું છે. ટાટાનો દાવો છેકે ઝેસ્ટની અંદર 21 ફીચર છે અને સેડાન ક્લાસમાં પહેલીવાર પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ડેટાઇમ રનિંગ લાઇટ્સ, મલ્ટિ ડ્રાઇવ મોડ(સ્પોર્ટ, ઇકો અને સિટી) પેટ્રોલ મોડલમાં આપવામાં આવ્યા છે. આ કાર લોન્ચ થતાની સાથે જ બજારમાં આ જ સેગ્મેન્ટમાં હાજર અન્ય કાર્સ સાથે તેની સરખામણી થાય તે સ્વાભાવિક છે.

જેને ધ્યાનમાં રાખીને અમે અહીં તેની સમકક્ષ કાર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર, હોન્ડા અમેઝ અને હુન્ડાઇ એક્સેન્ટ સાથેની તેની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં એન્જીન, ડિમેન્શન, કિંમત અને એવરેજ અંગે સરખામણી કરી છે, જેથી કાર ખરીદી વખતે તમે નક્કી કરી શકો કે આ કાર શ્રેષ્ઠ છે કે તેની સમકક્ષ અન્ય કાર. તો ચાલો તસવીરો થકી એ માહિતી પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ-વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી બખ્તરધારી કાર્સ
આ પણ વાંચોઃ-પોલો અને સ્વિફ્ટને ભારે પડશે હુન્ડાઇની નવી ઇલાઇટ આઇ20 ?આ પણ વાંચોઃ- જાણો કઇ કાર્સ કરે છે બૉલિવુડ સ્ટાર્સના દિલ પર રાજ

પેટ્રોલ કારની કિંમત અંગે સરખામણી

પેટ્રોલ કારની કિંમત અંગે સરખામણી

ટાટા ઝેસ્ટ
કિંમતઃ- 4.64 થી5.99 લાખ રૂપિયા
સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 4.85 થી6.30 લાખ રૂપિયા

પેટ્રોલ કારની કિંમત અંગે સરખામણી

પેટ્રોલ કારની કિંમત અંગે સરખામણી

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ-4.66 થી7.19 લાખ રૂપિયા
હોન્ડા અમેઝ
કિંમતઃ- 4.99 થી7.55 લાખ રૂપિયા

ડીઝલ કારની કિંમત અંગે સરખામણી

ડીઝલ કારની કિંમત અંગે સરખામણી

ટાટા ઝેસ્ટ
કિંમતઃ- 5.64 થી6.99 લાખ રૂપિયા
સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 5.78 થી7.32 લાખ રૂપિયા

ડીઝલ કારની કિંમત અંગે સરખામણી

ડીઝલ કારની કિંમત અંગે સરખામણી

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ-5.57 થી7.39 લાખ રૂપિયા
હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.97થી 7.49 લાખ રૂપિયા

પેટ્રોલ એન્જીન અંગે સરખામણી

પેટ્રોલ એન્જીન અંગે સરખામણી

ટાટા ઝેસ્ટ
પેટ્રોલ એન્જીનઃ- 1.2 લિટર રેવોટ્રોન - 89 બીએચપી, 140 એનએમ
સ્વિફ્ટ ડિઝાયર
પેટ્રોલ એન્જીનઃ- 1.2 લિટર વીવીટી - 86 બીએચપી, 114 એનએમ

પેટ્રોલ એન્જીન અંગે સરખામણી

પેટ્રોલ એન્જીન અંગે સરખામણી

હુન્ડાઇ એક્સેન્ટ
પેટ્રોલ એન્જીનઃ- 1.2 લિટર વીટીવીટી - 82 બીએચપી, 114 એનએમ
હોન્ડા અમેઝ
પેટ્રોલ એન્જીનઃ- 1.2 લિટર આઇ-વીટીઇસી - 87 બીએચપી, 109 એનએમ

ડીઝલ એન્જીન અંગે સરખામણી

ડીઝલ એન્જીન અંગે સરખામણી

ટાટા ઝેસ્ટ
ડીઝલ એન્જીનઃ- 1.3 લિટર ક્યુડ્રાજેટ - 89 બીએચપી, 200 એનએમ
સ્વિફ્ટ ડિઝાયર
ડીઝલ એન્જીનઃ- 1.3 લિટર ડીડીઆઇએસ - 74 બીએચપી, 190 એનએમ

ડીઝલ એન્જીન અંગે સરખામણી

ડીઝલ એન્જીન અંગે સરખામણી

હુન્ડાઇ એક્સેન્ટ
ડીઝલ એન્જીનઃ- 1.1 લિટર સીઆરડીઆઇ - 71 બીએચપી, 180 એનએમ
હોન્ડા અમેઝ
ડીઝલ એન્જીનઃ- 1.5 લિટર આઇ-ડીટીઇસી - 99 બીએચપી, 200 એનએમ

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ

લંબાઇઃ- 3995 એમએમ
પહોળાઈઃ- 1695 એમએમ
ઉંચાઇઃ- 1570 એમએમ
વ્હીલબેઝઃ- 2470 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સઃ- 165 એમએમ

સ્વિફ્ટ ડિઝાયર

સ્વિફ્ટ ડિઝાયર

લંબાઇઃ- 3995 એમએમ
પહોળાઈઃ- 1695 એમએમ
ઉંચાઇઃ-1555 એમએમ
વ્હીલબેઝઃ- 2430 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સઃ- 170 એમએમ

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

લંબાઇઃ- 3995 એમએમ
પહોળાઈઃ- 1660 એમએમ
ઉંચાઇઃ- 1520 એમએમ
વ્હીલબેઝઃ- 2425 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સઃ- 165 એમએમ

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

લંબાઇઃ- 3990 એમએમ
પહોળાઈઃ- 1680 એમએમ
ઉંચાઇઃ- 1505 એમએમ
વ્હીલબેઝઃ- 2405 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સઃ- 165 એમએમ

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

ટાટા ઝેસ્ટ
પેટ્રોલ એન્જીનઃ- 17.6 કિ.મી પ્રતિ લિટર
ડીઝલ એન્જીનઃ- 23 કિ.મી પ્રતિ લિટર
સ્વિફ્ટ ડિઝાયર
પેટ્રોલ એન્જીનઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર
ડીઝલ એન્જીનઃ- 23.4 કિ.મી પ્રતિ લિટર

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

હુન્ડાઇ એક્સેન્ટ
પેટ્રોલ એન્જીનઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર
ડીઝલ એન્જીનઃ- 24.4 કિ.મી પ્રતિ લિટર
હોન્ડા અમેઝ
પેટ્રોલ એન્જીનઃ- 18 કિ.મી પ્રતિ લિટર
ડીઝલ એન્જીનઃ- 25.8 કિ.મી પ્રતિ લિટર

English summary
Indian automobile maker Tata Motors launched the all new Tata Zest in Delhi. This new compact sedan comes in both petrol and diesel variants. Prices start from INR 4.64 lakh for base petrol model and INR 5.64 lakhs for the base diesel variant (ex-showroom Delhi).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X