For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાઇક નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ,વૈભવી અને સામાન્ય માનવીને પોસાય તેવી બાઇક તથા સ્કૂટર લોન્ચ કરે છે. જ્યારે તેઓ પોતાની નવી પ્રોડક્ટ્સને લોન્ચ કરે છે, ત્યારે તેના લાખો યુનિટ્સ બનાવવા અને તેનું સેલિંગ સૌથી વધુ માત્રામાં થાય તેવું વિચારતી હોય છે, પરંતુ વિશ્વમાં એક એવી બાઇક લોન્ચ થવા જઇ રહી છે, જેના માત્ર 100 યુનિટ્સ જ બહાર પાડવામાં આવશે અને કંપની એટલા જ યુનિટ્સ વેંચશે. આ બાઇક અન્ય કોઇ નહીં પરંતુ પ્રસિદ્ધ બ્રિટિશ કાર બ્રાન્ડ લોટસ લઇને આવી રહી છે.

તમને જણાવી દઇએ કે આ બાઇક સી-01 નામથી બજારમાં આવી રહી છે. જ્યાં એક તરફ આ એક શાનદાર આકર્ષક લુક ધરાવે છે, તો બીજી તરફ તે અદભૂત પરફોર્મન્સ પણ ધરાવે છે. જોકે, બાઇકની એવરેજ અંગે હજુ સુધી કંઇ જણાવવામાં આવ્યું નથી. તો ચાલો તસવીરો થકી આ બાઇકમાં આપવામાં આવેલી ખાસિયત અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- જાણો કઇ કાર્સમાં મુસાફરીની મજા માણે છે વિશ્વના ટોપ ટેક બિલિયોનર્સ
આ પણ વાંચોઃ- અનોખી હોટેલઃ વૈભવી કાર્સને બનાવી દીધી રૂમની શોભા
આ પણ વાંચોઃ- ગુજરાત આવી મોદીની સુરક્ષાબદ્ધ BMW 760Li, જાણો શું છે ખાસિયત
આ પણ વાંચોઃ- કેવી રીતે સાંધવુ ટ્યૂબલેસ ટાયરમાં પંક્ચર?

ત્રણ કંપનીઓ મળીને બનાવી રહ્યાં છે બાઇક

ત્રણ કંપનીઓ મળીને બનાવી રહ્યાં છે બાઇક

કંપની આ બાઇકને જર્મની રેસિંગ ફર્મ કોડેવા અને ટૂનર હોલ્જર ગ્રુપ સાથે મળીને બનાવી રહી છે. આ વિશ્વની પહેલી એવી બાઇક છે, જેને ત્રણ કંપનીઓ સાથે મળીને બનાવી રહી છે.

લોટસનું દમદાર એન્જીન

લોટસનું દમદાર એન્જીન

લોટસ સી-01 એક રેસિંગ મોટરસાઇકલ હશે જેમાં 200 હોર્સ પાવર જનરેટ કરતી 1195 સીસી, વી-ટ્વિન 4 સ્ટ્રોક એન્જીન આપવામાં આવ્યું છે.

વજનમાં ઘણી જ હળવી

વજનમાં ઘણી જ હળવી

લોટસની બાઇક વજનમાં ઘણી જ હળવી હશે, કારણ કે તેની આખી બોડી કાર્બન ફાઇબર, ટાઇટેનિયમ તથા એયરોસ્પેસ ક્વોલિટીના સ્ટિલથી બનેલી છે. તેનું કુલ વજન 181 કેજી હશે, આ સેગમેન્ટની તે સૌથી હળવી બાઇક છે.

નોર્મલ હાઇટવાળા પણ ચલાવી શકશે

નોર્મલ હાઇટવાળા પણ ચલાવી શકશે

લોટસ સી-01 પર નોર્મલ હાઇટવાળા રાઇડર પણ રાઇડિંગ અને રેસિંગ કરી શકશે, કારણ કે તેની હાઇટ 710 એમએમ રાખવામાં આવી છે, તેની ફ્યુઅલટેન્ક કેપેસિટી 10.5 લિટરની છે.

માત્ર 100 યુનિટ્સ બહાર પડાશે

માત્ર 100 યુનિટ્સ બહાર પડાશે

કંપનીએ આ બાઇકની કિંમત અંગે હજુ સુધી ખુલાસો કર્યો નથી, પરંતુ એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છેકે આ વિશ્વની સૌથી મોંઘી કાર હશે, જેના કારણે કંપની આ બાઇકના વિશ્વભરમાં માત્ર 100 યુનિટ્સ જ વેંચશે.

English summary
the 200hp lotus c 01 makes debut with 100 units
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X