For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ 15 કાર્સ, કિંમત 14થી 20 લાખની અંદર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ કાર્સનું લોન્ચિંગ દર મહિને કરવામાં આવતું હોય છે, તાજેતરમાં જ ટાટા દ્વારા પોતાની જેસ્ટ કારને લોન્ચ કરી છે, તો મારુતિ સુઝુકી પોતાની સિઆઝ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતમાં મોટા પ્રમાણમાં સેડાન અને હેચબેક કાર્સને લોન્ચ કરવામાં આવે છે અને એસયુવી પણ પોતાનું એક અલગ બજાર ઉભુ કરવામાં સફળ રહી છે, ત્યારે ચોક્કસપણે આટલી બધી કાર્સમાંથી પોતાની પસંદગી કઇ કાર કે એસયુવી પર ઉતરાવી તે આપણા માટે એક મુંઝવણભર્યો પ્રશ્ન બની રહે છે.

જો તમારું બજેટ 14થી 20 લાખ રૂપિયા સુધીનું છે તો ચોક્કસપણે તમને નીચે આપવામાં આવેલી કાર્સ અંગેની માહિતી મદદરૂપ થશે. આજે અમે અમારા આ લેખમાં ભારતમાં વેચાતી ટોપ 15 એવી કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમત 14થી 20 લાખ રૂપિયા સુધીની છે, જેમાં ટાટા, ટોયોટા, મહિન્દ્રા અને હુન્ડાઇ સહિતની કાર નિર્માતા કંપનીઓની કાર્સને સમાવી લેવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે માહિતી મેળવીએ.

ઇસુઝુ એમયુ 7

ઇસુઝુ એમયુ 7

કિંમતઃ- 19.69થી 21.87 લાખ રૂપિયા
એન્જીનઃ- 2999 સીસી, 3 લિટર ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 163 બીએચપી અને 2800 આરપીએમ પર 360 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ સોનાટા

હુન્ડાઇ સોનાટા

કિંમતઃ- 19.64થી 21.77 લાખ રૂપિયા
એન્જીનઃ- 2359 સીસી, 2.4 લિટર જીડીઆઇ પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 198 બીએચપી અને 4250 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા સુપર્બ

સ્કોડા સુપર્બ

કિંમતઃ- 19.1થી 25.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 1.8 ટીએસઆઇ પેટ્રોલ એન્જીન, 4500 આરપીએમ પર 160 બીએચપી અને 2000 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 140 બીએચપી અને 1750 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 12 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 14 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), શહેરમાં 15 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 17 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

સાસંગયોંગ રેક્સટન

સાસંગયોંગ રેક્સટન

કિંમતઃ- 18.67થી 20.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2696 સીસી, આરએક્સ 270 એક્સડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 162 બીએચપી અને 3250 આરપીએમ પર 340 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 12 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 14 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા યેતિ

સ્કોડા યેતિ

કિંમતઃ- 15.57થી 19.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 110 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર

રેનો ફ્લુએન્સ

રેનો ફ્લુએન્સ

કિંમતઃ- 13.98થી 15.49 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 110 બીએચપી અને 1850 આરપીએમ પર 240 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર

ટાટા એરિયા

ટાટા એરિયા

કિંમતઃ- 10.13થી 15.25 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 147 બીએચપી અને 3000 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

ફોક્સવેગન જેટ્ટા

ફોક્સવેગન જેટ્ટા

કિંમતઃ- 13.97થી 19.47 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1390 સીસી, 1.4 લિટર પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 122 બીએચપી અને 4000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 લિટર ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 103 બીએચપી અને 2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), શહેરમાં 16 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 18 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ નીઓ ફ્લ્યુડિક એલાન્ટ્રા

હુન્ડાઇ નીઓ ફ્લ્યુડિક એલાન્ટ્રા

કિંમતઃ- 13.35થી 16.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1797 સીસી, 1.8 લિટર ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 147 બીએચપી અને 4700 આરપીએમ પર 177 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1582 સીસી, સીઆરડીઆઇ વીજીટી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 126 બીએચપી અને 1900 આરપીએમ પર 259 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), શહેરમાં 20 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 22 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મહિન્દ્રા એક્સયુવી 500

મહિન્દ્રા એક્સયુવી 500

કિંમતઃ- 10.72થી 14.51 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર સીઆરડીઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 140 બીએચપી અને 2800 આરપીએમ પર 330 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 12 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 14 કિ.મી પ્રતિ લિટર

શેવરોલે ક્રુઝ

શેવરોલે ક્રુઝ

કિંમતઃ- 14.46થી 17.09 લાખ રૂપિયા
એન્જીનઃ- 1998 સીસી, વીસીડીઆઇ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 166 બીએચપી અને 2000 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 15 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 17 કિ.મી પ્રતિ લિટર

ટોયોટા ઇનોવા

ટોયોટા ઇનોવા

કિંમતઃ- 8.92થી 15.78 લાખ રૂપિયા
એન્જીનઃ- 2494 સીસી, 2.5 લિટર ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 102 બીએચપી અને 3400 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 12 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 14 કિ.મી પ્રતિ લિટર

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

કિંમતઃ- 14.3થી 19.94 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1395 સીસી, 1.4 ટીએસઆઇ, 103 કેડબલ્યુ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 140 બીએચપી અને 3500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2 લિટર ટીડીઆઇ, 105 કેડબલ્યુ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 143 બીએચપી અને 3000 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 17 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), શહેરમાં 18 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 21 કિ.મી પ્રતિ લિટર

ટોયોટા કોરોલા એલ્ટિસ

ટોયોટા કોરોલા એલ્ટિસ

કિંમતઃ- 12.63થી 17.09 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 2ઝેડઆર-એફઇ, ગેસોલીન 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6400 આરપીએમ પર 140 બીએચપી અને 4000 આરપીએમ પર 173 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, ડી-4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 88 બીએચપી અને 2800 આરપીએમ પર 205 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 18 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 20 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ અને ડીઝલ)

ટાટા સફારી સ્ટોર્મ

ટાટા સફારી સ્ટોર્મ

કિંમતઃ- 10.26થી 14.12 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 140 બીએચપી અને 1700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

English summary
Top 15 cars between Rs 14 to 20 Lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X