For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે સાંધવુ ટ્યૂબલેસ ટાયરમાં પંક્ચર?

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવતી કાર અને બાઇકમાં હવે મોટાભાગે ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે, પરંતુ સામાન્ય રીતે ટ્યૂબલેસ ટાયરમાં જો પંક્ચર થઇ જાય તો તેને રિપેર કેવી રીતે કરવું તે કાર ઓનરને આવડતું નથી હોતું. શહેર હોય તો પંક્ચર રિપેર કરનારા મળી જાય છે, પરંતુ હાઇવે પણ જો આ રીતે પંક્ચર થાય તો શું કરવું તેમાં પણ જો સાથે સ્પેર વ્હીલ લેવાનું ભૂલી ગયા હોય તો.

જો તમને પણ એ જ પ્રશ્ન મુંઝવી રહ્યો હોય તો અમે અહીં પોતાની જાતે જ ટ્યૂબલેસ ટાયરમાં કેવી રીતે પંક્ચર રિપેર કરવું તે અંગે સાધારણ માહિતી આપી રહ્યાં છીએ, જેના થકી તમે ક્યાંક અચકાયા હોવ તો તમારી જાતે જ પંક્ચર રિપેર કરી શકો છો અને પંક્ચર રિપેરની દૂકાન સુધી કારને પહોંચાડી શકો છો. આ માટે તમારી કારમાં ખાસ ટ્યૂબલેસ ટાયર માટે આવતી કિટ હોવી જરૂરી છે. તો ચાલો તસવીરો થકી એ અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- જુઓ વીડિયોઃ ડ્રાઇવિંગ વખતે Luckનું કેટલું મહત્વ
આ પણ વાંચોઃ- જાણવા જેવી ટિપ્સઃ કારને કેવી રીતે રાખવી ગૂડ શેપમાં
આ પણ વાંચોઃ- ટોપ 18 કાર્સ, કિંમત 30 લાખની અંદર

વ્હીલ ડાઇ ચેન્જ કરવી

વ્હીલ ડાઇ ચેન્જ કરવી

વ્હીલ ડાઇ કેવી રીતે ચેન્જ કરવી એ શીખી લેવું જોઇએ, કારણકે તમારી પાસે સ્પેર વ્હીલ નહીં હોવાના કારણે જ તમે પંક્ચર પડેલા વ્હીલને રિમૂવ કરીને તેને પંક્ચર કરી રહ્યાં છો.

પંક્ચર ક્યાં પડ્યું છે તે શોધવું

પંક્ચર ક્યાં પડ્યું છે તે શોધવું

એકવાર વ્હીલ રિમૂવ કરી લીધા બાદ પંક્ચર ક્યાં પડ્યું છે અને લિકેજ ક્યાં છે તે શોધી લેવું જોઇએ. મોટાભાગના પંક્ચર પથ્થર, કાંચના ટૂંકડા કે પછી ખીલી વાગવાથી થયા હોય છે. આશા રાખો કે જેનાથી પંક્ચર થયું છે તે ટાયરમાં લાગેલું હોય.

ટાયરના ક્રાઉન પર નજર ફેરવો

ટાયરના ક્રાઉન પર નજર ફેરવો

સૌથી પહેલા ટાયરના ક્રાઉન પર નજર ફેરવો કારણ કે એ ભાગમાં પંક્ચર થવાની શક્યતા વધારે રહે છે, કારણ કે તે ભાગ રોડ સાથે જોડાયેલો રહે છે. તેમજ વ્હીલના ખાંચાઓને પણ સારી રીતે ચેક કરો. જો ખીલી અથવા અન્ય કોઇ વસ્તું હશે તો તે તુરંત મળી જશે, અથવા ટાયરની અંદર હવા ભરો જેથી જ્યાં પંક્ચર થયું હશે ત્યાંથી હવા નિકળવા મંડશે, આ ઉપરાંત ટાયરને પાણીમાં રાખે તેથી ઝડપ ભેર તમને એ ભાગ મળી જશે જ્યાં પંક્ચર થયેલું છે, એ ભાગમાં પરપોટા નિકળવા મંડશે.

જો ખીલી અથવા કાંચ ટાયરમાં હોય

જો ખીલી અથવા કાંચ ટાયરમાં હોય

જો ખીલી અને કાંચના ટૂંકડા તમને ટાયરમાં જોવા મળે તો તેને પિલર્સ થકી કાઢવાનો પ્રયાસ કરો. સ્મૂથિંગ ટૂલને દાખલ કરો જેથી હોલ પ્લગ સાથે એરટાઇટ પેઇર બનાવવા માટે સ્મૂથ રહે. આ સમયે પંક્ચર મોટું થઇ જાય છે, પરંતુ સાવચેતી રાખવી. એ સ્મૂથ થાય ત્યાં સુધી તેમાં ઇન અને આઉટ કરો. આ એક કપરો ભાગ છે. સ્મૂથિંગ ટૂલને ટાયરની અંદર જ રહેવા દો જેથી હવા બહાર ન આવે અને એક પ્લગને ત્યાંથી ખસેડો.

પ્લગને હોલમાં નાંખો

પ્લગને હોલમાં નાંખો

સ્મૂથિંગ ટૂલને હટાવી હોલની અંદર પ્લગને નાંખો. પ્લગને જ્યારે બેસાડી રહ્યાં હોય ત્યારે એ વાતનું ધ્યાન અચુક રાખો કે તે હોલમાં વ્યવસ્થિત રીતે બેસેલો છે. જો તે ન બેઠો હોય તો ઉક્ત જણાવેલી પ્રવૃતિ ફરીથી કરો. કેટલાક લોકો ઝડપ કરે છે, પરંતુ જ્યાં સુધી આપણને સંતોષ ન હોય ત્યાં સુધી તેને ચેક કરી લેવામાં જ સમજદારી છે.

ટાયરને ચેક કરો

ટાયરને ચેક કરો

પ્લગને કટ કરવા માટે બ્લેડનો ઉપયોગ કરો, તેમ છતાં હવે કોઇ પંક્ચર રહી ગયું છેકે નહીં તે ચેક કરવા માટે ફરીથી એક ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો. જેથી ટાયર પંક્ચર છેકે નહીં તે જોઇ શકાય. તેમ છતાં સાથે એક ટ્યૂબનો પણ ઉપયોગ કરો, જ્યાં સુધી નજીકમાં કોઇ પંક્ચર રીપેર શોપ ન આવે. ટ્યૂબલેસ ટાયરને લાંબા સમય સુધી ટ્યૂબ ફીટ કરીને ન ચાલવો, તેનાથી ગરમી વધારે પકડાય છે.

English summary
tubeless puncture repair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X