For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 અનોખા અને શાનદાર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક અનોખી અને વિચિત્ર થતાં શાનદાર પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવે છે. જેમાની કેટલીક પોતાના લુકના કારણે લોકોના દિમાગમાં છવાઇ જાય છે તો કેટલીક લુકના કારણે નિષ્ફળ પણ જાય છે. વાત ઓટોમોબાઇલના ઇલેક્ટ્રિક સેક્ટરની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક સેગ્મેન્ટમાં અનેક એવી રચનાઓ ઓટો ક્ષેત્રે કરવામાં આવી છે જેમાં કાર, બાઇક, સ્કૂટર અને સાઇકલ છે, જે ઘણી જ સફળ ગઇ છે. જેનો દેખાવ અનોખો હોવા થતાં પણ તે લોકોમાં ઘણી જ લોકપ્રીય થઇ છે.

આજે અમે અહીં એવા જ ટોપ 10 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેનો લુક અનોખો તથા શાનદાર છે. જેમાં ઇલેક્ટ્રિક સુપરબાઇક્સ, સાઇકલ્સ અને સ્કેટબોર્ડ્સ સહિતના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી જાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા વ્હીકલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- એન્ટ્રી લેવલની કઇ કાર સારી? અલ્ટો K10, ઇઓન કે ડટ્સન ગો
આ પણ વાંચોઃ- ભારતે વિદેશમાં એક્સપોર્ટ કરેલી ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ટોપ 10 સૌથી મોંઘી બાઇક, કિંમત 26 લાખ સુધી

આઇકોન ઇ-ફ્લાયેર II

આઇકોન ઇ-ફ્લાયેર II

આ વિન્ટેજ ઇલેક્ટ્રિક્સ ઇ ટ્રેકર બાઇક પર આધારિત છે. જે રેસ મોડમાં 20 એમપીએચ અથવા તો 36 એમપીએચ હાંસલ કરી શકે છે. એક વાર રિચાર્જ કરવામાં આવ્યા બાદ તે 2 કલાક અથવા તો 35 માઇલ્સ સુધી ચાલી શકે છે, તેની કિંમત 5,695 ડોલરની આસપાસ છે.

સ્પેસલાઇઝ્ડ ટર્બો

સ્પેસલાઇઝ્ડ ટર્બો

આ સ્લિકેસ્ટ ઇ બાઇક્સમાની એક બાઇક છે. આ બાઇકમાં ઇલેક્ટ્રિક પાવર એન્જીન આપવામાં આવ્યું છે. તેના બે વેરિએન્ટ્સ છે એક ટર્બો અને ટર્બો એક્સ. તેની ટોપ સ્પીડ 27 એમપીએચ છે, તેની એવરેજ 16.1 એમપીએચની છે. તેની કિંમત 6000 ડોલર છે.

યુઆરબી-ઇ

યુઆરબી-ઇ

આ એક સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે એક વાર ચાર્જ્ડ કર્યા બાદ 3 કલાક ચાલી શકે છે અને તેની રેન્જ 20 માઇલ્સની છે, તેની ટોપ સ્પીડ 15 એમપીએચ છે. તેની કિંમત 900 ડોલર છે.

ઝીરો એસ

ઝીરો એસ

ઝીરો મોટરસાઇકલ દ્વારા 2007માં પોતાની ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવામાં આવી હતી. જે 4.8 સેકન્ડ્સમાં 60 એમપીએચની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 95 એમપીએચ છે, તેની રેન્જ શહેરમાં 100 માઇલ્સ અને હાઇવે પર 60 માઇલ્સ છે. જો તેને 55 એમપીએચ પર જાળવી રાખવામાં આવે તો તે શહેરમાં 171 માઇલ્સની રેન્જ પણ આપી શકે છે. તેની કિંમત 12,995 ડોલર છે.

બૂસ્ટેડ બોર્ડ્સ સ્કેટબોર્ડ્સ

બૂસ્ટેડ બોર્ડ્સ સ્કેટબોર્ડ્સ

તેની રેન્જ છ માઇલ્સ માટે 20 એમપીએચની છે અને તેને 90 મીનિટ્સમાં રિચાર્જ કરી શકાય છે. તેની કિંમત 1995 ડોલર છે.

માર્બલ સ્કેટબોર્ડ

માર્બલ સ્કેટબોર્ડ

જો તમે લાઇટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડ લેવાનું વિચારી રહ્યાં હોવ તો માર્બલનું સ્કેટબોર્ડને સારું માનવામાં આવે છે. તેની ટોપ સ્પીડ 25 એમપીએચ છે, તેનો વજન 9.9 પાઉન્ડ્સ છે, તેની રેન્જ ચાર્જ કર્યા બાદ 10 માઇલ્સની છે. તેની કિંમત 1299 ડોલર છે.

લાઇટિંગ સુપરબાઇક

લાઇટિંગ સુપરબાઇક

આ વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે. તેના માત્ર 45 યુનિટ જ બહાર પાડવામાં આવ્યા છે. તેને ચાર્જ કર્યા બાદ 100 માઇલ્સ સુધી ચલાવી શકાય છે. તે માત્ર બે કલાકમાં ચાર્જ થઇ જાય છે. તેની કિંમત 40 હજાર ડોલરની આસપાસ છે.

લેઇફ્ટેક ટેક્નોલોજીસ સ્નોબોર્ડ

લેઇફ્ટેક ટેક્નોલોજીસ સ્નોબોર્ડ

આ નવું ઇ વ્હીકલ્સ છે. તે ચાર્જ કર્યા બાદ 8 માઇલ્સ સુધી જઇ શકે છે અને 20 એમપીએચની સ્પીડ પકડી શકે છે. તેની કિંમત 1300 ડોલર છે.

બ્રામ્મો ઇમ્પલ્સ આર

બ્રામ્મો ઇમ્પલ્સ આર

આ બાઇક શહેરમાં 130 માઇલ્સ અને હાઇવેમાં 60 માઇલ્સ સુધી દોડી શકે છે. તેની સ્પોડ સ્પીડ 110 એમપીએચ છે. તેની કિંમત 18995 ડોલર છે.

એક્ટોન રોકેટ સ્કેટ્સ

એક્ટોન રોકેટ સ્કેટ્સ

તેને ચાર્જ કર્યા બાદ 10 માઇલ્સ સુધી ચલાવી શકાય છે. તેની ટોપ સ્પીડ 12 એમપીએચ છે. તેની કિંમત 699 ડોલર છે.

English summary
Weird Electric Vehicles in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X