For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે બચત કરવાના 6 શ્રેષ્ઠ માર્ગ

|
Google Oneindia Gujarati News

ઘણીવાર એવું બનતું હોય છે કે આપ બચત કરવા તો માંગો છો પરંતુ બચત કરી શકતા નથી. આપ વાસ્તવમાં આપ બચત કરવા માંગતા હોવ તો આપે આપની માસિક આવક અને જાવક વચ્ચે બેલેન્સ જાળવીને બચત કરવાની શરૂઆત કરવી પડશે. આપે ખર્ચ કરતા પહેલા નક્કી કરવું પડશે કે ક્યાં કેટલો ખર્ચ કરવો જરૂરી છે. આ માટે અમે આપના માટે બચતના આસાન માર્ગ લઇને આવ્યા છીએ.

1 બચતનો અંદાજ કાઢો

1 બચતનો અંદાજ કાઢો


જો આપ બચત કરવા માંગો છો તો પહેલા થોડીક બચત કરવી જોઇએ. આ માટે આપે નક્કી કરવું પડશે કે એક મહિનામાં સામાન્ય રીતે આપને કેટલા રૂપિયાની જરૂર છે. ઐ સાથે આપ મહત્તમ કેટલી બચત કરી શકો છો તે પણ નક્કી કરો.

2 બચતના રૂપિયા અલગ કાઢો

2 બચતના રૂપિયા અલગ કાઢો


બીજી રીત એ છે કે આપની આવક થાય એટલે સૌથી પહેલા કેટલીક રકમ બચત તરીકે અલગ મૂકી શકાય. ત્યાર બાદ જેટલી રકમ બાકી રહે તેમાંથી જ મહિનાનો ખર્ચ ચલાવો.

3 સારી બચત યોજનામાં રોકાણ કરો

3 સારી બચત યોજનામાં રોકાણ કરો


આપ બચત કરવા માટે સારી બચત યોજનામાં રોકાણ કરો. આમ કરવાથી બચત થવાની સાથે તેમાંથી વ્યાજ કે ડિવિડન્ડ તરીકેની આવક પણ મેળવી શકાશે.

4 બજેટ સાથે મિલાવો તાલ

4 બજેટ સાથે મિલાવો તાલ


આપે બચત કરવા માટે બજેટ બનાવવું જરૂરી છે. બજેટ બનાવ્યા બાદ તેમાં જરૂરી રકમ બચત માટે કાઢવી જોઇએ. આ માટે બજેટ સાથે તાલ મિલાવવો જરૂરી છે.

5 દેવું ચૂકવો

5 દેવું ચૂકવો


બચત કરવા માટે જરૂરી છે કે દેવું ઓછું કરો. કારણ કે દેવાનું વ્યાજ આપની બચત ઘટાડે છે. ભવિષ્યમાં ઉધાર વસ્તુઓ લાવવાનું બંધ કરવું જોઇએ.

6 ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ

6 ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ


સારી બચત કરવા માટે ટેક્સ સેવિંગ સ્કીમ કે રિટાયર્નમેન્ટ પ્લાનમાં રોકાણ કરવું જોઇએ. આમ કરવાથી બમણી બચત કરી શકાય છે. બચત થવા સાથે ઇન્કમ ટેક્સ પણ બચશે.

English summary
6 best way to save money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X