For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંંગમાં આવેલા 6 ફેરફાર

|
Google Oneindia Gujarati News

આ વર્ષે બજેટ 2014માં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે 6 બાબતોમાં ફેરફાર થયા છે. જેના કારણે નાણાકીય વર્ષ 2013-14માં એસેસમેન્ટ વર્ષ 2014-15 માટે રિટર્ન ફાઇલ કરતા સમયે તેને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

tax-filling-2

આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંંગમાં આવેલા 6 ફેરફાર

1) મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીનું અપડેશન
જો આપે આપનું મોબાઇલ અને ઇમેઇલ આઇડી અપડેશન કર્યું નહીં હોય તો સરકારી વેબસાઇટ પર જઇને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં. કારણ કે એ વગર આપ લોગીન કરી શકશો નહીં. આમ થાય તો સરકારી વેબસાઇટ પર જઇને જરૂરી પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. જેની આપને નવો પીન (PINs) મળશે. આ નંબર તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર મળશે. બંને પીન જુદા હશે.

2) રિફંડ માટે ચેક નહીં, માત્ર ECS
હવેથી રિફંડ ચેક મારફતે ચૂકવાશે નહીં. હવેથી રિફંડ સીધું બેંક ખાતામાં જમા થશે. એટલા માટે જરૂરી છે કે આપે બેંકના ખાતાની વિગતો યોગ્ય રીતે આપી હોય.

3) ટેક્સ ક્રેડિટ
આ વર્ષે રૂપિયા 2,000 રાખવામાં આવી છે. આ તે લોકો માટે છે જેમની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી ઓથી હોય. ટેક્સ ક્રેડિટ મેળવવા માટે રિટર્ન ફોર્મમાં તેની ખાસ જગ્યા હોય છે. આ માટે તમારે જાતે ધ્યાન રાખવું પડશે.

4) રૂપિયા 1 કરોડ સુધીની આવક
જો કોઇ કિસ્સામાં આપની આવક રૂપિયા 1 કરોડથી વધારે હોય તો તેના પર 10 ટકા સરચાર્જ ચૂકવવો પડશે. આ માટે ફોર્મમાં અલગ સેક્શન તૈયાર કરવામાં આવ્યું છે.

5) ભથ્થાને અલગ કરાયા
આ વર્ષથી કર્મચારીને મળનારા ભથ્થાની વિગતો અલગ દર્શાવવાની છે. જેમાં HRA, LTA અને અન્ય ભથ્થાનો સમાવેશ થાય છે. આ કારણે ઇન્કમટેક્સ રિટર્ન વધારે પારદર્શક બનશે.

6) વેલ્થ ટેક્સ રિટર્નનું ઇ-ફાઇલિંગ ફરજિયાત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે વેલ્થ ટેક્સ રિટર્નનું ઇ-ફાઇલિંગ ફરજિયાત બનાવ્યું છે. આ વ્યવસ્થા આ વર્ષથી શરૂ કરવામાં આવી છે જેથી કંપનીઓ કે હિન્દુ સંયુક્ત કુટુંબે તેનું ઓડિટ કરાવવું ફરજિયાત છે.

English summary
6 things to note before filing income tax return this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X