For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 Tips : આપની વારસાગત મિલકત કેવી રીતે મેનેજ કરશો?

|
Google Oneindia Gujarati News

સદનસીબે ભારતમાં વારસાગત મિલકતો પર કે વારસાગત સંપત્તિ પર ટેક્સ લાગતો નથી. આ કારણે પશ્ચિમના દેશોની જેમ તમારે મોટી રકમની સંપત્તિને કોઇ પણ પ્રકારના ભારણ વિના ધ્યાન રાખી શકાય છે. જો કે ભારતમાં પણ જ્યારે સંપત્તિ વધુ હોય ત્યારે તેને મેનેજ કરવાનું મુશ્કેલ બને છે. અહીં આપની સંપત્તિ મેનેજ કરવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે આપને ચોક્કસથી મદદરૂપ બનશે.

સ્લાઇડરમાં આગળ ક્લિક કરીને જાણો કે આપની વારસાગત મિલકત કેવી રીતે મેનેજ કરશો?

પ્રવાહિતી જાળવવાનું શીખો અને મંતવ્ય મેળવો

પ્રવાહિતી જાળવવાનું શીખો અને મંતવ્ય મેળવો


સૌ પ્રથમ તો વારસાગત સંપત્તિ સંબંધિત તમામ કાયદા આપે જાણવા જોઇએ. તેના વેચાણ કે મૂડી લાભ પર લાગતા ટેક્સની ચૂકવણી સંબંધિત માહિતી મેળવવી જોઇએ. જો આપની પાસે જ્વેલરી હોય અને તેને વેચવા માંગતા હોવ તો તેની રિસિપ્ટ જોઇએ. તેના વેચાણ માટેના નિયમો જાણવા જોઇએ અને તેને અનુસરવું જોઇએ.

પ્રોફેશનલ્સની સલાહ લેવી હિતાવહ

પ્રોફેશનલ્સની સલાહ લેવી હિતાવહ


જો આપની પાસે સારા પ્રમાણમાં વારસાગત સંપત્તિ હોય તો તેના વેચાણ પર લાગતા ટેક્સ સંદર્ભે એક વકીલ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લેવી જરૂરી છે. તે આપના મિલકતના વેચાણ સંદર્ભના તમામ પ્રશ્નોને દૂર કરશે.

સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર

સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર


આપે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લેવી જોઇએ. જેના કારણે આપને વિવિધ નાણાકીય સાધનોના ઉપયોગ અને તેમાં રોકાણ કરવામાં મદદ મળી રહેશે. તેમ કરવાથી ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ અને અન્ય બચત યોજનાઓમાં મદદ મળશે.

દેવાની ચૂકવણી

દેવાની ચૂકવણી


આપ આપના દેવા કે લોનની ચૂકવણી આપની વારસાગત મિલકતના વેચાણથી ચૂકવી શકો છો.

ટેક્સની ચૂકવણી

ટેક્સની ચૂકવણી


આપની વારસાગત મિલકતના વેચાણથી આપને થતા લાભ પર કેટલોક ટેક્સ ચૂકવવો પડે છે. તેના વિશેની માહિતી આપની પાસે હોવી જોઇએ.

ઇન્શ્યોરન્સ ના ભૂલશો

ઇન્શ્યોરન્સ ના ભૂલશો


આપની સંપત્તિની સુરક્ષા માટે આપ તેને રક્ષા કવચ એટલે કે ઇન્શ્યોરન્સ લેવાનું ચૂકશો નહીં.

English summary
6 tips to manage your inherited wealth In India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X