For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : શા માટે 10 વર્ષમાં સોનાની કિંમતો 5 ગણી વધી ગઇ?

|
Google Oneindia Gujarati News

ભારતમાં પરંપરાગત રોકાણના વિકલ્પ સોનાની કિંમતો માં છેલ્લા 10 વર્ષમાં 5થી 6 ગણી વધી ગઇ છે. એક સમયે 10 ગ્રામ સોનાની કિંમતો 5800 રૂપિયા હતી. જે આજે વધીને 27,000 રૂપિયા થઇ ગઇ છે. માત્ર 10 વર્ષના ગાળામાં આટલો ભાવ વધારો શા માટે થયો તેના કારણો જાણવા આગળ ક્લિક કરો...

વર્ષ 2004

વર્ષ 2004


વર્ષ 2004માં સોનાની કિંમતો મોટા ભાગે સ્થિર રહી હતી. આ વર્ષે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 5800 હતો. આ પાછળનું એક કારણ એ હતું કે આ વર્ષે માગ અને પુરવઠામાં ખાસ વધારો ઘટાડો જોવા મળ્યો ન હતો. જેના કારણે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી ન હતી. આ જ વર્ષે વિશ્વના સૌથી મોટા કહેવાતા ગોલ્ડ ઇટીએફ પૈકી એક SPDR ગોલ્ડ શેર્સનો આરંભ થયો હતો.

વર્ષ 2005

વર્ષ 2005


વર્ષ 2005માં સોનાના ભાવમાં ખાસ્સો ઉઠાળો જોવા મળ્યો હતો. આ વર્ષે ભાવ સરેરાશ રૂપિયા 7,000 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ ઉઠાળો સારી આર્થિક પરિસ્થિતિઓને કારણે આવ્યો હતો. વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ક્રુડના ભાવ વધતા વિશ્વભરમાં સર્જાયેલી ફુગાવો વધવાની સ્થિતિના પગલે સોનાની કિંમતો વધી હતી.

વર્ષ 2006

વર્ષ 2006


વર્ષ 2006માં ભારત અને ચીન જેવા દેશોમાં સોનાની માંગ વધતા વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોએ નવી ઊંચાઇ મેળવી હતી.

વર્ષ 2007

વર્ષ 2007


વર્ષ 2007માં સોનાની માંગમાં સતત વધારો જોવા મળતા સોનાની કિંમતો રૂપિયા 10,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી હતી.

વર્ષ 2008

વર્ષ 2008


વર્ષ 2008માં અમેરિકામાં હાઉસિંગ ક્રાઇસિસને પગલે લોકોએ શેરો વેચીને સોનામાં રોકાણ કરવાનો નિર્ણય લેતા સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 13,000થી 14,000ના સ્તરે પહોંચી હતી.

વર્ષ 2009

વર્ષ 2009


વર્ષ 2009માં વૈશ્વિક મંદીને પગલે શેરબજારો તૂટ્યા હતા. જેના કારણે સોનામાં રોકાણનો પ્રવાહ વધ્યો હતો. જેના પગલે સોનાની કિંમતો વધી હતી.

વર્ષ 2010

વર્ષ 2010


વર્ષ 2010માં સોનાના ભાવ 18,000ની કિંમતે પહોંચ્યા હતા અને વર્ષના અંતમાં વધીને રૂપિયા 25,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયા હતા.

વર્ષ 2011

વર્ષ 2011


વૈશ્વિક પરિસ્થિતિઓને પગલે અને સોનાની સતત વધતી માંગને કારણે સોનાના ભાવ રૂપિયા 30,000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયા હતા.

વર્ષ 2012

વર્ષ 2012


આ વર્ષે રૂપિયાનું મૂલ્ય ઘટવાના કારણે સોનાના ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો અને સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 32,000ની સપાટીએ પહોંચી ગઇ હતી.

વર્ષ 2013

વર્ષ 2013


વર્ષ 2013માં છેલ્લા 12 વર્ષમાં સૌ પ્રથમવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે સોનામાં રોકાણ કરનારાઓને ભારતમાં નુકસાન થયું હતું.

વર્ષ 2014

વર્ષ 2014


વર્ષ 2014માં અનેક કારણોથી ભારતીય શેરબજારમાં જોવા મળેલી તેજીને કારણે રોકાણકારોએ સોનુ વેચીને શેર્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ વર્ષે દિવાળીના સમયે સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 25,000થી 27,000ની વચ્ચે પહોંચી છે.

English summary
A look at how gold prices in India have multiplied 5 times in the last 10 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X