For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેટવર્ક ખામી બાદ BSEએ માર્કેટનું કામકાજ ફરી શરૂ કર્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 જુલાઇ : બીએસઈમાં સામાન્ય ટ્રેડિંગ ફરી શરૂ થઈ ગયુ છે. આજે સવારના નેટવર્ક આઉટેજના લીધેથી બીએસઇના બધા સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું. જ્યાં બીએસઈ પર નેટવર્ક આઉટેજના પહેલા થયેલા બધાં સોદા રદ કરી દેવામાં આવશે. જો કે, એનએસઈએ ચોખ્ખુ કહી દીધું છે કે એક્સચેન્જમાં બધા સેગમેન્ટમાં ચાલુ રહેશે.

આજે બજાર ખૂલ્યાના થોડા સમયમાં જ ટેક્નિકલ ખામીને પગલે શેરોના ખરીદ વેચાણની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
નેટવર્ક આઉટેજને કારણે બીએસઇના કોમ્પ્યૂટર્સમાં સિસ્ટમ અપડેટ થઇ રહ્યું ન હતું. આથી કામગીરી અટકી પડી હતી.

bse-sensex

બીએસઇની સિસ્ટમનો કોન્ટ્રાક્ટ એચસીએલ ટેક્નૉલોજીને આપવામાં આવેલો છે. કંપની આ ટેકનિકલ સમસ્યાને દૂર કરવાનો તાત્કાલિક પ્રયાસ શરૂ કર્યો હતો. આથી સવારના સેશનમાં જ બીએસઇએ જાહેરાત કરી હતી કે ટેકનિકલ ખામી દૂર થતાં જ એક્સચેન્જ પર પ્રી-ઓપનિંગની સાથે વેપાર શરૂ થશે અને ખામીને કારણે કરાયેલા ઑર્ડરને રદ કરાશે.

અગાઉ 11 જૂને પણ આ જ પ્રમાણે ટેકનિકલ ખામીને કારણે બીએસઇ ઇન્ડેક્સ પર વેપાર બંધ રહ્યા હતા. આ પ્રકારની સમસ્યા છેલ્લાં 23 દિવસમાં બીજી વખત જોવા મળી રહી છે.

આ પૂર્વે સવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 9.50 વાગ્યે 87.05 પોઇન્ટના વધારા સાથે 25,928.26 પર જ્યારે નિફ્ટી પણ આ જ સમયે 2.15 પોઇન્ટના વધારા સાથે 7,723.00 પર ખૂલ્યો હતો.

બપોરે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 1.45 પોઈન્ટ વધીને 7 , 726.60 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આ લખાય છે ત્યારે સેન્સેક્સ 14.29 પોઇન્ટના વધારા સાથે 25,885.50 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.. જ્યારે નિફ્ટી માઇનસ 4.05 પોઇન્ટના ઘટાડા સાથે 7721.10ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

English summary
BSE restart all markets operation after network outage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X