For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2014 : પોસ્ટ ઓફિસની 4 બેસ્ટ બચત યોજનાઓ

|
Google Oneindia Gujarati News

એનડીએ સરકારના નાણા પ્રધાન અરૂણ જેટલીએ દેશમાં બચતને પ્રોત્સાહિત કરવા માટે અનેક બચત સાધનોને આકર્ષક બનાવ્યા છે. જેથી લોકો વધારે રોકાણ કરે અને માર્કેટમાં વધારે નાણાની પ્રવાહિતા વધે. આ માટે લીધેલા વિવિધ પગલાંઓમાં કલમ 80C હેઠળ રોકાણની મર્યાદા વધારી આપી છે.

આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં ચાલતી નાની બચત યોજનાઓમાં પણ અનેક વિકલ્પો આપ્યા છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં બચત કરવી વધારે આકર્ષક બની છે. અહીં અમે આપને બજેટ 2014ને કારણે આકર્ષક બનાવી છે. આવો જાણીએ સરકારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ માટે શું જાહેરાત કરી છે...

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હવે ઇન્શ્યોરન્સ કવર સાથે ઉપલબ્ધ બનશે. જેનો સીધો ફાયદો નાના રોકાણકારોને મળશે.જો કે આ અંગે હજી વધારે વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. અહીં એક બાબત યાદ રાખવા જેવી એ છે કે એનએસસી કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટ પૂરો પાડે છે. હવે તેમાં વીમો પણ જોડાતા બમણો ફાયજો મળશે.

આપના નાણા થશે બમણાં

આપના નાણા થશે બમણાં

અતિ લોકપ્રિય બનેલા કિસાન વિકાસ પત્રો (કેવીપી - KVP) , જે વર્ષ 2011માં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, તેમને ફરી રજૂ કરવામાં આવ્યા છે. કેવીપી પાછું ખેંચાયું એ પહેલા આઠ વર્ષ અને સાત મહિનામાં આપના નાણા બમણાં કરી આપતા હતા. જો કે હવે જોવાનું રહેશે કે સરકાર હવે કેટલો વ્યાજદર તેમાં આપશે એ જોવાનું રહેશે. આ પણ સારું ટેક્સ બચત સાધન છે. જેને સરકારી પીઠબળ પ્રાપ્ત છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડની મર્યાદા વધારી

પબ્લિક પ્રોવિડન્ડ ફંડની મર્યાદા વધારી

સરકારે બજેટમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ કરવાની મહત્તમ વાર્ષિક મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને દોઢ લાખ કરવાની જાહેરાત કરી છે. તેમાં પણ કલમ 80C હેઠળ કરલાભ મળે છે. વળી તેના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે.

પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓમાં ટેક્સ લાભ

પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓમાં ટેક્સ લાભ

સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી મોટ ભાગની નાની બચત યોજનાઓમાં કલમ 80C હેઠળ રોકાણ મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને રૂપિયા દોઢ લાખ કરી છે. આ યોજનાઓમાં એનએસસી, પીપીએફ અને કેવીપીનો સમાવેશ થાય છે. આ કારણે બચત માટે રોકાણ કરનારાઓ માટે પોસ્ટ ઓફિસમાં બચત શ્રેષ્ઠ વિકલ્પ છે.

English summary
Four reasons to buy Post Office small savings scheme after budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X