For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારો માટે ખુશખબર : સેન્સેક્સ ડિસેમ્બર 2015 સુધીમાં 31000ને આંબી જશે

|
Google Oneindia Gujarati News

ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામમાં વિશ્વાસ ધરાવનારાઓને વિશ્વાસ વધારે દ્રઢ થશે અને વિશ્વાસ નહીં ધરાવનારાઓ વિશ્વાસ ધરાવતા થશે એવા એક સમાચાર આવી રહ્યા છે. આ સમાચારથી સૌથી વધારે ખુશ ભારતના રોકાણકારો થશે.

સમાચાર એવા છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આગામી ડિસેમ્બર 2015 સુધીમાં 31000ની વિક્રમી સપાટી વટાવી જશે. આ ધારણા અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ હાઉસ સિટી દ્વારા ભારતીય શેર બજાર માટે કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્તમાન સમય એટલે કે ડિસેમ્બર 2014ના ટાર્ગેટ 26,300ની સરખામણીએ આ વધારો 17.8 ટકા જેટલો વધારે છે.

સિટિ દ્વારા અન્ય કઇ બાબતો કહેવામાં આવી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

નરેન્દ્ર મોદીની નીતિ યોગ્ય

નરેન્દ્ર મોદીની નીતિ યોગ્ય


ભારતની નવી સરકાર અને તેના આર્થિક પગલાં અંગે સિટી હાઉસનું માનવું છે કે નવી સરકાર સુધારાના એજન્ડમાં ઘણી સક્રિય છે. આ કારણથી ભારતમાં નીતિ અને રોકાણને વેગ મળશે. તેનાથી ભારતના અર્થતંત્રમાં અપ-સાઇકલ શરૂ થઈ શકે છે.

કયા ક્ષેત્રોમાં તેજી, કયા ક્ષેત્રોમાં મંદી

કયા ક્ષેત્રોમાં તેજી, કયા ક્ષેત્રોમાં મંદી


સિટીએ જે ક્ષેત્રોમાં નફામાં વૃદ્ધિની ધારણાએ તેજી આવવાની છે તેમાં ફાર્મા, સિમેન્ટ, બેન્કો અને એનર્જીનો સમાવેશ કર્યો છે. જ્યારે કન્ઝ્યુમર સ્ટેપલ, મિનરલ અને યુટિલિટી ક્ષેત્રમાં મંદી રહી શકે છે.

લાર્જ કેપ અને મિડ કેપમાં કયા ફેવરિટ?

લાર્જ કેપ અને મિડ કેપમાં કયા ફેવરિટ?


સિટી હાઉસે ટોચની પસંદગીના શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, વિપ્રો, એચસીએલ ટેક અને ડો. રેડ્ડીઝનો સમાવેશ કર્યો છે. જ્યારે મિડ-કેપ શેરોમાં ટોચની પસંદગીમાં ગ્લેનમાર્ક ફાર્મા, વોલ્ટાસ, શોભા ડેવલપર્સ, ઇમામી અને ઇન્ફોએજનો સમાવેશ કર્યો છે.

આર્થિક સુધારાના માપદંડો અંગે

આર્થિક સુધારાના માપદંડો અંગે


સિટીએ જણાવ્યું હતું કે ફુગાવો, ચાલુ ખાતાની ખાધ અને રાજકોષીય ખાધ સહિતના માપદંડને આધારે અર્થતંત્રમાં સુધારો થયો છે. આ સુધારો આગામી સમયગાળામાં ચાલુ રહેશે. ભારતની આવકની ધારણામાં છેલ્લા એક વર્ષમાં ચારથી છ ટકાનો વધારો થયો છે. બ્રોકરેજ હાઉસ માને છે કે નવી સરકારથી થયેલો સૌથી મોટો લાભ રિસ્ક એપેટાઇટમાં થયેલો વધારો છે.

English summary
Good news for investors : Sansex may cross 31,000 limit in December 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X