For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બકા, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ બદલવી છે? આ રહી ટિપ્સ

|
Google Oneindia Gujarati News

અનેકવાર આપને એવી જરૂર ઉભી થઇ હશે કે એક જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવું પડે. આમ કરવાના અનેક કારણો છે. એક કારણ એ છે કે આપ આપની પાસે જે મ્યુચ્યુઅલ ફંડ છે અથવા તો તેની સ્કીમ છે તેનાથી સંતુષ્ટ નથી, એટલે આપ બદલવા માંગો છો.

કેટલીક વાર એવું પણ બને કે આપની જોખમ લેવાની ક્ષમતામાં વધઘટ થાય, જેના કારણે આપ સ્કીમ બદલવા માંગતા હોવ. જેના કારણે આપ ઇક્વિટી સ્કીમમાંથી ડેબ્ટ સ્કીમમાં જવા ચાહતા હોવ.

આવા અનેક કારણ છે જેના કારણે આપ ફેરફાર કરવા ઇચ્છો છે. આ ફેરફાર કરતા સમયે આપના માટે સૌથી મહત્વની બાબત એ રહે છે કે જોખમનું સંતુલન જળવાઇ રહે અને વળતર પર કોઇ નકારાત્મક અસર ના પડે.

આ બાબત ધ્યાનમાં રાખીને આપ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કેવી રીતે મેળવી શકો છો તે જાણવા આગળ ક્લિક કરો...

ફેરફાર સમયે નિર્ધારિત પદ્ધતિને અનુસરો

ફેરફાર સમયે નિર્ધારિત પદ્ધતિને અનુસરો


આપ જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્મ, રોકાણ અને પ્લાનમાં ફેરફાર કરી રહ્યા હોવ ત્યારે તે માટે નક્કી કરવામાં આવેલી પદ્ધતિને જ અનુસરવું જરૂરી છે.

પ્રથમ પગલું કયું હશે?

પ્રથમ પગલું કયું હશે?


મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ બદલવાની દિશામાં સૌપ્રથમ પગલું ટ્રાન્ઝેક્શન સ્લીપ ભરવી પડે છે. આ સ્લીપ જે તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. આ સ્લીપ આપના એકાઉન્ટ સ્ટેટમેન્ટની નીચે પણ આપેલી હોય છે.

ટ્રાન્ઝેક્શન સ્લીપ ઓફિસમાં જમા કરાવો

ટ્રાન્ઝેક્શન સ્લીપ ઓફિસમાં જમા કરાવો


ટ્રાન્ઝેક્શન સ્લીપમાં માંગેલી વિગતો સંપૂર્ણ રીતે ભરીને તેને જે તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસની મોટા ભાગની ઓફિસમાં સ્વીકારતા હોય છે. ત્યાં આપવાની રહે છે.

PIN

PIN


જો આપની પાસે PIN નંબર હોય તો આપ મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર જઇને પણ આપની પસંદગી અનુસારની સ્કીમમાં ટ્રાન્સફર થઇ શકો છો.

એક્ઝિટ લોડ ચૂકવવો પડશે

એક્ઝિટ લોડ ચૂકવવો પડશે


જ્યારે પણ આપ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરો છો ત્યારે તેને નુકસાન ગણવામાં આવે છે. આ કારણે આપે એક્ઝિટ લોડ ચૂકવવો પડે છે.

એન્ટ્રી લોડ પણ ચૂકવવો પડશે

એન્ટ્રી લોડ પણ ચૂકવવો પડશે


જ્યારે પણ આપ નવી સ્કીમમાં રોકાણ કરો છો ત્યારે આપે એન્ટ્રી લોડ ચૂકવવો પડે છે. આ કારણે આપે બેવડી ચૂકવણી કરવી પડે છે.

English summary
How to switch or change from one mutual fund scheme to another?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X