For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સ્ડ ડિપોઝિટને પાકતા પહેલા ઉપાડશો તો કેવી રીતે પૈસાથી હાથ ધોઇ બેસશો?

|
Google Oneindia Gujarati News

ઓનલાઇન ફિક્સ્ડ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટ ખોલાવવાના અનેક લાભ છે. જો કે ઓનલાઇન ફિક્સ ડિપોઝિટ ખોલાવવાનો એક ગેરલાભ એ પણ છે કે તમે મીનિટોમાં એક માઉસ ક્લિકથી તેનો ઉપાડ પણ કરી શકો છો. ઓનલાઇન સુવિધાને કારણે વ્યક્તિએ ફિઝિકલ સર્ટિફિકેટ લઇને બેંકમાં જવાની અને ત્યાર બાદ પાકતી મુદત પહેલા તેનો ઉપાડ કરવા માટેની પ્રક્રિયામાં સમય બગાડવો પડતો નથી. જો કે આ ઝડપી અને ફટાફટ ઓનલાઇન પ્રક્રિયાને કારણે પાકતી મુદત કરતા વહેલા નાણા ઉપાડી લેવાનું પ્રમાણ પણ વધ્યું છે.

4-fd-600

FD મુદત કરતા વહેલી ઉપાડતા શું ગુમાવો છો?
આ જાણવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપ જાન્યુઆરી, 2014માં આપ એક વર્ષ માટે 9 ટકાના વ્યાજે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરો છો. હવે આપ જુલાઇમાં વિચારો છો કે નાણાની તંગી છે તો ફિક્સ્ડ ડિપોઝિટ ઉપાડી લઇએ. આ કારણે આપને 7 મહિનાનું જ વ્યાજ મળવાપાત્ર થશે. જો કે આ સાત મહિનાનો વ્યાજદર 9 ટકાને બદલે અંદાજે 7 ટકા જેવો થશે. આ કારણે આપને 7 મહિનાનું વ્યાજ 7 ટકાના દરે મળશે. આ ઉપરાંત મોટા ભાગની બેંકો પાકતી મુદત પહેલા FD ઉપાડી લોતો 1 ટકા પેનલ્ટી લગાવતી હોય છે. આ કારણે તમને માત્ર 6 ટકા પ્રિટેક્સ વ્યાજ મળે છે. ટેક્સ રિટર્નની ગણતરી કરો તો વ્યાજ વધુ ઘટી જાય છે.

આજે અનેક બેંકો એવી પણ છે જે પાકતી મુદત પહેલા ઉપાડ કરવા પર પેનલ્ટી લગાવતી નથી. જેમ કે આઇડીબીઆઇ બેંક ફ્રીડમ ડિપોઝિટ પર પેનલ્ટી લાગતી નથી. ખાનગી ક્ષેત્રની યસ બેંક પણ આવી જ સુવિધા આપે છે. આ કારણે રોકાણ કરતા પહેલા આવી બેંકોની યોજના ચકાસી લેવી જોઇએ.

તારણ :
આ પરથી એવું તારણ કાઢી શકાય કે જો આપને અંદાજ હોય કે નજીકના ભવિષ્યમાં નાણાની જરૂર પડવાની છે તો ટૂંકા ગાળાની મુદતમાં એફડી મુકવી વધારે સારી. કોઇ પણ સંજોગોમાં એફડી પાકચી મુદ્દત પહેલા ઉપાડવી નહીં. કેટલીક બેંકો ચાલુ ખાતામાં 6 ટકા જેવું વ્યાજ આપે છે. આવા સંજોગોમાં તેમાં નાણા મૂકવા પણ ઉચિત છે. નોંધનીય છે કે બચત ખાતા પર વાર્ષિક રૂપિયા 10,000 સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી છે.

English summary
How you lose money each time you break your fixed deposit before maturity?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X