For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સાઇઝ ડ્યુટી વધી : સોફ્ટ ડ્રિંક કંપનીઓ 600 કરોડનો બોજ ગ્રાહકોના શિરે નાખશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જુલાઇ : સોફ્ટ ડ્રિંક ઉત્પાદકો જેવા કે કોકા કોલા અને પેપ્સીકો હંમેશા ભાવ વધારવા માટે અત્યંત સંવેદનશીલ હોય છે અને બને ત્યાં સુધી ભાવ વધારો ટાળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જ્યારે પણ ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે ઠંડા પીણીનો વપરાશ ઘટે છે અને વેચાણ માત્રમાં ઘટાડો નોંધાય છે.

બજેટ 2014-15માં ફ્લેવર્ડ વોટર અને સાથે સુગર કન્ટેન્ટ સાથેના એરેટેડ વોટર પરની એક્સાઇઝ ડ્યુટી 12 ટકાથી વધારીને 17 ટકા કરવામાં આવી છે. એટલે કે તેમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકામાં આ વખતે એક્સાઇઝ ડ્યુટીમાં સૌથી વધારે વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સોફ્ટ ડ્રિંક કંપનીઓને વાર્ષિક ધોરણે રૂપિયા 600 કરોડનો બોજ સહન કરવો પડે એમ છે.

આ કારણે હવે સોફ્ટ ડ્રિંક કંપનીઓ એક્સાઇઝ ડ્યુટીમાં વધારાનો બોજ ગ્રાહકો પર નાખવાનું વિચારી રહી છે. જેના કારણે આગામી સમયમાં ગ્રાહકોએ 5થી 10 ટકાનો ભાવ વધારો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

pepsi-coca-cola

જેના પરિણામે માનવામાં આવે છે કે સોફ્ટ ડ્રિંકની 500એમએલ, 1 લિટર, 1.5 લિટર અને 1.75 લિટરના પેક પર 2થી 4 ટકાનો ભાવ વધારો કરવામાં આવશે. જો કે 200એમએલ અને 300એમએલની બોટલ પર આ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવશે કારણ કે તેમ કરવાથી છૂટાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

અહીં કંપનીઓ માટે મુશ્કેલીની બાબત એ પણ છે કે જો ભાવ વધારાને કારણે વેચાણ ઓછું થશે તો ઉનાળામાં કંપનીઓએ કરેલો નફો ઘટી જશે.

એક સોફ્ટ ડ્રિંક કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કંપનીના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણમાં 6 ટકા વૃદ્ધિ નોંધવામાં આવી છે. ઉનાળા બાદ આવનારા બીજા ક્વાર્ટરના પરિણામો બે આંકડામા આવશે એવી આશા છે.

English summary
Increased excise duty in Budget 2014; Soft drink companies pass on 600 crore burden on consumer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X