For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા ટેલિકોમમાંથી 26 ટકા હિસ્સો વેચી એનટીટી ભારત છોડશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 25 એપ્રિલ : જાપાનીઝ મોબાઇલ કેપની એનટીટી સ્થાનિક જૂથ ટાટા ગ્રૂપની ડોકોમોમાં પોતાનો હિસ્સો વેચી કાઢવા માટે વાતચીત કરી રહી છે. એનટીટી ડોકોમો ઇન્ક ટાટા જૂથની ટેલિકોમ્યુનિકેશન કંપની ટાટા ટેલિસર્વિસીસ લિમિટેડમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. આ હિસ્સો વેચીને તે ભારતમાં પોતાના જોડાણનો અંત લાવવા માંગે છે. આ અંગેનો અહેવાલ જાપાનીઝ બિઝનેસ પબ્લિકેશન નિક્કી એશિયનમાં ગુરુવારે પ્રકાશિત થયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં એનટીટી ડોકોમોએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં રસ દાખવ્યો હતો. આ માટે ટાટા ટેલિસર્વિસીસમાં 2.7 બિલિયન ડોલરનું રોકાણ કરીને હિસ્સેદારી મેળવી હતી.

tata-docomo

નિક્કિ એશિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 'આ હિસ્સેદારી પર અસર ત્યારે થઇ હતી જ્યારે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ખોટ તરીકે ડોકોમોએ 50 બિલિયન યેનની ચુકવણી કરી હતી.'

આ ઉપરાંત જુલાઇ 2013માં વોલ સ્ટ્રીટ જર્નલે નોંધ્યું હતું કે એનટીટી ડોકોમો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ લાયસન્સ રદ કરવા, કોલ ટેરિફ મુદ્દે વધતી સ્પર્ધા છતાં પોતાના ભારતીય પાર્ટનર ટાટા ટેલિસર્વિસીસમાં પોતાની 26 ટકાની હિસ્સેદારી ચાલુ રાખવા માંગે છે.

નિક્કિ એશિયનમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે વિદેશોમાં ડોકોમોએ કોમ્યુનિકેશન બિઝનેસ પરની આધીનતા ઘટાડવા માટે ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઇડર અને સેટલમેન્ટ સર્વિસીસ ફર્મને ખરીદવાનું શરૂ કર્યું છે. જો કે આ પ્રકારના કાર્યો પણ લાભદાયક નથી. ભારતમાંથી ડોકોમોની ઓચિંતી વિદાય ટેલિકોમ ક્ષેત્રની મોટી કંપનીઓને નવેસરથી ગ્રોથ સ્ટ્રેટેજી તૈયાર કરવા મજબૂર કર્યા છે.

English summary
The Japanese mobile carrier NTT is in talks to unload its holdings to local conglomerate Tata Group's Docomo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X