For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ જીયો સપ્ટેમ્બરથી શરૂ થશે; 500 પ્રોફેશન્લસની ભરતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્‍સ જિયો આગામી મહિનામાં આશરે 500 ટેલિકોમ પ્રોફેશનલ્‍સની ભરતી કરી રહી છે. કંપની સંભવતઃ સપ્‍ટેમ્‍બર સુધીમાં તેની સર્વિસ લોન્‍સ કરવા ઝડપથી આગળ વધી રહ્યો છે.

આ સમગ્ર ગતિવિધીથી માહિતગાર એક વ્‍યક્‍તિએ જણાવ્‍યું હતું કે ‘સિનિયર હોદ્દા માટે આશરે 500 પ્રોફેશનલ્‍સની ભરતી કરાશે અને કંપનીએ વિવિધ ટેલિકોમ ઓપરેટર્સના સર્કલ વડા સાથે મંત્રણા ચાલુ છે. કંપનીએ અત્‍યાર સુધી આશરે સાત સર્કલ વડાની ભરતી કરી છે.' ભારતમાં કુલ 22 ટેલિકોમ સર્કલ છે. રિલાયન્‍સ જિયો તમામ સર્કલ માટે સ્‍પેકટ્રમ ધરાવે છે.

reliance-jio

એક સૂત્રે જણાવ્‍યું હતું કે કંપનીએ ભરતની પ્રથમ ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલમાંથી સર્કલના વડા તરીકે મુરલી કિટ્ટુની ભરતી કરી છે. મુરલી કિટ્ટુ તાલિમનાડુ સર્કલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. રિલાન્‍સ જિયોએ તાજેતરમાં એજીએસ ટ્રાન્‍સસેકટ ટેકનોલોજીના ભૂતપૂર્વ ચીફ એક્‍ઝિક્‍યુટિવ અમિતાભ જયપુરિયાની તેના ફિકસ્‍ડ વાયરલાઇન બિઝનેસના પ્રેસિડન્‍ટ તરીકે ભરતી કરી હતી.

આ વ્‍યક્‍તિએ જણાવ્‍યું હતું કે ‘કંપની એકસાથે વોઇસ, ડેટા સર્વિસ અને હોમ કનેકિટવિટી પછી ફાઇબર પૂરા પાડવા માગે છે.' જિયોએ આ મુદ્દે ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

English summary
Mukesh Ambani owned Reliance Jio Infocomm is on a hiring spree, aiming to bring in as many as 500 telecom professionals on board in the next few months as it races towards launching its much-awaited services likely by September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X