For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 2 વર્ષમાં સેન્સેક્સ @ 40000 : CLSA

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 એપ્રિલ : શેરબજારમાં રોકાણ કરનારાઓના દિલની ધડકન તેજ કરી દેતો એક રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર આવનારા બે જ વર્ષમાં સેન્સેક્સ 40,000ની સપાટી પર પહોંચી જશે.

તાજેતરની તેજી બાદ સેન્સેક્સ અત્યારે સેટલ થઇ રહ્યો છે ત્યારે CLSA દ્વારા ટેકનિકલ બાબતો અભ્યાસ કર્યા બાદ એવું જણાવ્યું છે કે બીએસઇ બેંચમાર્ક સેન્સેક્સ 39,707ના સ્તરે પહોંચી જશે. આ વધારો વર્તમાનના 22,330.80ના સ્તરેથી 75 ટકા જેટલો વધારે હશે. આ બધું જ માત્ર બે વર્ષના ગાળામાં થશે.

bse

CLSAએ એક રિપોર્ટમાં જણાવ્‍યું હતું કે 'ભારતીય શેરબજારોના તાજેતરના બ્રેકઆઉટથી નવી ઉંચી સપાટીઓનો ટેકનિકલ મત એવો સંકેત આપે છે કે 2003ના તળિયાથી લોંગ ટર્મ અપટ્રેન્‍ડ ફરી આવી રહયો છે. તેનો અર્થ એ કે આગામી 12થી 24 મહિના બીએસઇ સેન્‍સેકસનો ઉછાળાનો ટાર્ગેટ 39,707 છે.'

રિપોર્ટના જણાવ્‍યા અનુસાર બજારના હકારાત્‍મક આઉટલુક અંગે ફંડામેન્‍ટલ્‍સ તેમજ ટેકનિકલ્‍સ બંને સંમત છે. ‘ટેકનિકલ મત ભારત અંગે અમારા હકારાત્‍મક ફંડામેન્‍ટલ ‘ટ્રેન્‍ડ-રિવર્સલ' વિચાર સાથે સંલગ્ન છે કારણ કે વૃદ્ધિમાં સુધારો અને સરેરાશથી નીચી કિંમતો બજારના ઉછાળાને ટેકો આપે છે. જોકે ફંડામેન્‍ટલી અમે બજારમાં વધુ ધીમો એટલે કે બે વર્ષના ગાળામાં વાર્ષિક 15 ટકાના સીએજીઆર દરની આસપાસનો વધારો જોઇ રહયા છીએ.' એમ રિપોર્ટમાં જણાવ્‍યું હતું.

તેની ધારણા છે કે ફંડામેન્‍ટલ્‍સ તેમજ ટેકનિકલ એમ બંને પરિબળોના આધારે આગામી બે વર્ષમાં સાઇકિલકલ્‍સને સૌથી વધુ ફાયદો થશે અને તેઓ નિકાસકારો કરતાં ચડિયાતો દેખાવ કરતા જણાશે.

ગયા મહિને જર્મન બ્રોકરેજ ડોઇચે બેન્‍કે જણાવ્‍યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ખંડિત જનાદેશની ઘટેલી શકયતા, નીચો ફુગાવો અને વૈશ્વિક સ્‍તરે જોખમ લેવાની વૃત્તિમાં સુધારો થવાની ધારણાએ ડિસેમ્‍બર અંત સુધીમાં સેન્‍સેકસ 24,000 થઇ શકે છે. જાપાનીઝ બ્રોકરેજ નોમુરાએ ડિસેમ્‍બર સુધીમાં સેન્‍સેકસ માટે 24,700 નો ટાર્ગેટ આપ્‍યો હતો.

English summary
Even as the market is taking a breather after the recent rally, CLSA says that as per technicals the BSE benchmark Sensex is all set for 39,707 level, an upside of over 75 per cent from its present level of 22,330.80 over 12-24 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X