For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ક્યારે લોન્ચ થશે ટોયોટા ઇટિઓસ ક્રોસ અને તેની ખુબીઓ

|
Google Oneindia Gujarati News

ટોયોટાની હેચબેક ઇટિઓસનો ક્રોસઓવર અવતાર ઇટિઓસ ક્રોસ 7 મે 2014ના રોજ ભારતમાં લોન્ચ થશે. 2014 ઓટો એક્સપોમાં ઇટિઓસ લીવા હેચબેક હજુ સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર્સમાં સામેલ નથી.

ટોયોટા ઇતિઓસ ક્રોસનો આકાર સામાન્ય ઇટિઓસ લીવા કરતા મોટો છે. સામાન્ય ઇટિઓસથી વધુ લંબાઇ 120મિમી, પહોળાઇ 40મિમી અને ઉંચાઇ 45 મિમી વધારે છે. આકાર સાથે જ આ કારમાં પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ તેને સામાન્ય લીવાથી અલગ કરે છે.

કારની સાઇડમાં મોટા કાળા પ્લાસ્ટિકનું આવરણ છે, આ સાથે જ તેમાં અતિરિક્ત સિલ્વર તત્વોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સિલ્વર રંગની ચીકણી પ્લેટ્સ અને ફ્રન્ટ ક્રેશ ગાર્ડ આ કારને અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે.

કારના મહત્વના બદલાવ

કારના મહત્વના બદલાવ

કારમાં આ ઉપરાંત અને મહત્વના બદલાવ પણ કરવામાં આવ્યા છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે. રૂફ રેલ, ફોગ લેમ્પ, કાંચમાં આપવામાં આવેલા ફોગ લેમ્પ, 15 ઇન્ચ ડાયમંડ કટ એલોય વ્હીલ અને છત પર લાગેલા વાયુ પ્રવાહ નિરોધક.

કારનું ઇન્ટીરિયર

કારનું ઇન્ટીરિયર

ઇટિઓસ ક્રોસ ઇન્ટીરિયર અને ઇટિઓસ લીવાએ ટોપ મોડલમાં ઇન્ટીરિયરમાં કોઇ અંતર નથી. બન્નેમાં એક જ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો બે એરબેગ્સ અને એબીએસ અને ઇબીડી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ઇટિઓસ ક્રોસની મહોર કારના ઇન્ટીરિયર અને એક્સટીયર બન્ને સ્થળે જોઇ શકાય છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં ઇટિઓસ લીવાનું જ એન્જીન લાગેલું છે. 1.2 લીટર અને 1.5 લીટરના પેટ્રોલ એન્જીન ક્રમશઃ 79 બીએચપી અને 89 બીએચપીના પાવર આપવામાં આવે છે. બીજી 1.4 લિટરના ડીઝલ એન્જીન 68 બીએચપીનો પાવર આપે છે.

કારની કિંમત

કારની કિંમત

ટોયોટા ઇટિઓસ ક્રોસની સરખામણીએ ફોક્સવેગન ક્રોસ પોલો સાથે થશે, જે 7.75 લાખ રૂપિયાની આકર્ષક એક્સ શોરૂમ કિંમત સાથે થાય છે.

કાર સાથે જોડાયેલી ખાસ વાત

કાર સાથે જોડાયેલી ખાસ વાત

ઇટિઓસ ક્રોસની વાત કરવામાં આવે, તો તેની સામાન્ય ટોપ મોડલની કિંમત 50 હજાર રૂપિયા વધું હોવાની સંભાવના છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છેકે કારની કિંમત અંદાજે 7.50 લાખ રૂપિયાની આસપાસ થઇ શકે છે. તમે 50 હજાર રૂપિયા આપીને ટોયોટા ઇટિઓસ ક્રોસને બુક કરી શકે છે.

English summary
Toyota Etios Cross, the rugged crossover version of the regular hatchback, will be launched in India on May 7, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X