For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કંપની ડિપોઝિટમાં ક્યારે રોકાણ કરવું જોઇએ નહીં?

|
Google Oneindia Gujarati News

ભારતમાં બેંક ડિપોઝિટની સરખામણીએ કંપની ડિપોઝિટ્સમાં ખુબ વધારે વ્યાજ મળે છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. આ વ્યાજદરનો તફાવત 1 ટકા જેટલો ઊંચો હોય છે. આ કારણે અનેક રોકાણકારો કંપની ડિપોઝિટમાં રોકાણ કરવા માટે પ્રેરાય છે.

ઊંચા વ્યાજ દરના બદલામાં કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ વધારે જોખમી હોય છે. તેમાં વ્યાજની રકમ જવાની સાથે તમારી મૂળ રકમ પણ હાથમાંથી જવાનું જોખમ હોય છે. કંપની ડિપોઝિટ જોખમી હોવાને કારણે અમે આપને જણાવીશું કે કંપની ડિપોઝિટમાં ક્યારે રોકાણ કરી શકાય જેના કારણે જોખમનું પ્રમાણ ઓછું રહે.

1 ઓછી ક્રેડિટ રેટિંગ

1 ઓછી ક્રેડિટ રેટિંગ


વિવિધ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જેવી કે ક્રિસિલ, આઇસીઆરએ જેવી કંપનીઓ કોઇ પણ કંપનીને રેટિંગ આપતા પહેલા ચોક્કસ માપદંડોને આધારે કંપનીની સ્થિતિ ચકાસે છે. જેમ કે બેલેન્સશીટ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ વગેરે. સામાન્ય રીતે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ AAA રેટિંગ આપે તેનો અર્થ એવો થાય છે કે કંપની આપની રકમનું વ્યાજ અને મૂળ રકમ પરત આપવા માટે સમર્થ છે. જ્યારે માત્ર A રેટિંગ ધરાવતી કંપનીમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. જેમાં આપ વ્યાજ ઉપરાંત મૂળ રકમ પણ ખોવાનો વારો આવી શકે છે. આ કારણે કંપની ડિપોઝિટમાં રોકાણ કરતા સમયે હંમેશા AAA રેટિંગ ધરાવતી કંપનીમાં જ રોકાણ કરવાનો આગ્રહ રાખવો.

2. કંપનીઓ નિયમિત રીતે ડિવિડન્ડ ચૂકવતી નથી

2. કંપનીઓ નિયમિત રીતે ડિવિડન્ડ ચૂકવતી નથી


નબળી નાણા સંસ્થાઓ આપનું વ્યાજ અને મૂળ રકમ ચૂકવી શકતી નથી. તો જ્યારે ડિવિડન્ડ ચૂકવવાની વાત આવે ત્યારે કોઇ આશા જ રાખી શકાય નહીં. આ કારણે કંપની ડિપોઝિટમાં રોકાણ કરતા સમયે કંપની દ્વારા કરવામાં આવતા ડિવિડન્ડની ચૂકવણીનો રેકોર્ડ પણ ધ્યાનમાં રાખવો જોઇએ.

3. નુકસાન કરતી કંપની

3. નુકસાન કરતી કંપની


આપને આ વાત કહેવાની જરૂર નથી કે જે કંપની ખોટ કરતી હોય તેમાં કોઇ પણ સંજોગોમાં રોકાણ કરી શકાય નહીં.

4. ઊંચું વ્યાજ આપતી કંપની ફિક્સ્ડ ડિપોઝિટ્સ

4. ઊંચું વ્યાજ આપતી કંપની ફિક્સ્ડ ડિપોઝિટ્સ


જો બેંકો 9 ટકાનું વ્યાજ આપતી હોય તો કંપની ફિક્સ ડિપોઝિટ્સ 15 ટકાનું વ્યાજ આપે છે ત્યારે આ બાબતને શંકાની નજરથી જોવી જોઇએ. આટલું ઊંચું વ્યાજ આપનારી કંપનીમાં રોકાણ કરવાનું ટાળવું જોઇએ.

English summary
When you should not invest in a company deposit in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X