For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરતાં પહેલાં ચોક્ક્સ ચાખી લેજો આ 10 વ્યંજન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતની ઓળખ તેની સંસ્કૃતિથી થાય છે, જ્યાં અલગ-અલગ પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. તહેવાર હોય તો અહીંના સ્વાદિષ્ટ પકવાનોને કેવી રીતે ભૂલી શકાય. દરેક રાજ્યની પોતાની આગવી વિશેષતા છે. પૂર્વ, પશ્વિમ, ઉત્તર અને દક્ષિણ દરેક જગ્યાનો પોતાનો સ્વાદ અને પોતાની વિશેષતા છે.

પૂરણપૂરી હોય કે પછી દાલ-બાટી, તંદૂરી રોટી હોય કે પછી શાહી પુલાવ, પંજાબી ખાવાનું હોય કે પછી મારવાડી ખાવાનું આ બધુ સાંભળતા આપણા બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આવો આજે આપણે એવા પકવાનો વિશે વાત કરીએ જે એકદમ મશહૂર છે.

લિટ્ટી ચોખા

લિટ્ટી ચોખા

લિટ્ટી જોવામાં તો બાટી જેવી લાગે છે, પરંતુ ઘણુ બધુ અંતર છે. તેને લોટની અંદર સત્તૂ (શેકેલા ચણાને દળીને બનાવવામાં આવે છે) ભરીને બનાવવામાં આવે છે. અને આ રીંગણ, બટાકાને મિક્સ કરીને ચોખા તૈયાર કરવામાં આવે છે અને લિટ્ટીએની સાથે પ્રેમપૂર્વક ખાવામં આવે છે.

ઠેકુઆ

ઠેકુઆ

આ મીઠું પકવાન છે જે મોટાભાગે તહેવારના સમયે બનાવવામાં આવે છે. તેને બનાવવું સરળ છે. ગોળ અને લીલી ઇલાયચીને વાટીને પાણીમાં ઘોળી લો. લોટમાં ચાર ચમચી ઘી, ગોળનું પાણી અને નારિયેળ નાખીને રોટલીના લોટની માફક ગુંદી દો. ગુંદેલા મિશ્રણના નાના પેડા બનાવીને સંચા પર રાખો. સંચા પરથી નિકાળીને ગરમી ઘીમાં લાલ થાય ત્યાં સુધી તળો. ઠંડું થતાં સર્વ કરો.

ખાજા

ખાજા

ખાજા એક પ્રકારનું પકવાન છે જે મેંદા, ખાંડ, ઘી અથવા ડાલડા વડે બનાવવામાં આવે છે. આ પૂર્વી ભારતના બિહાર, ઓરિસ્સા તથા પશ્વિમ બંગાળમાં ખૂબ લોકપ્રિય છે.

શક્કરપારા

શક્કરપારા

મીઠા શક્કરપારા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. શક્કરપારા લગાવેલી ખાંડનું મીઠું પડ તેના સ્વાદની ખાસિયત છે. આ મોટાભાગે બિહાર અને રાજસ્થાનમાં મશહૂર છે.
Photo Courtesy http://punjabsweetsonline.com

માલપુઆ

માલપુઆ

માલપુઆ ઉત્તર ભારત અને બિહારમાં બનાવવામાં આવતી રેસિપી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવાની રીતે એકદમ સરળ છે. માલપુઆને રબડી અથવા ખીરની સાથે ખાવામાં આવે છે, તેને ખીરપુઆ પણ કહે છે.

કઢી

કઢી

કઢી-ભાત ઉત્તર ભારત અને બિહારનો એક મનપસંદ કોમ્બો છે. સામાન્ય રીતે તેને બપોરના ભોજનમાં સર્વ કરવામાં આવે છે કારણ કે બેસનની તાસીર થોડી ભારે હોય છે. કઢી પણ ઘણા પ્રકારની હોય છે કેટલાક લોકો તેમાં પકોડી નાખે છે તો કેટલાક લોકો તેમાં શાકભાજી જેવી તમારી ઇચ્છા એવી કઢી બનાવો.

દાળ પુરી

દાળ પુરી

પુરી તો આપણે બધા જાણીએ છે પરંતુ દાળ પુરી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેને ગુંદેલા લોટના લોયા બનાવીને તેમાં દળેલી દાળ ભરવામાં આવે છે પછી તેને તળી દેવામાં આવે છે. હવે તમે તમારી ઇચ્છા અનુસાર ખાઇ શકો છો કોઇપણ શાકભાજી સાથે પણ.

કાલા જામુન

કાલા જામુન

કાલા જામુન એક પ્રકારનું પકવાન છે જે મેંદા, કેસિન (પનીરનું પ્રોટીન દ્રવ્ય) તથા ખાંડથી બનાવવામાં આવે છે. અને તેને મોટાભાગે લોકો ખાધા પછી ખાવાનું પસંદ કરે છે.

પરવલની મિઠાઇ

પરવલની મિઠાઇ

પરવલની મિઠાઇ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેને તૈયાર કરવી પણ એટલી જ સરળ હોય છે. આ ડિશ તમારા પરિવારના સેલિબ્રેશનને શાનદાર બનાવશે જ અને ઘરે આવનાર મહેમાનો માટે પણ ખાસ હશે.

બાલૂશાહી

બાલૂશાહી

બાલૂશાહી એક પ્રકારનું પકવાન છે જે મેંદા તથા ખાંડમાંથી બનાવવામાં આવે છે. બાલૂશાહી મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ઘીમાં તળવામાં આવે છે. ત્યારબાદ ખાંડના સિરપમાં ડુબાડવામાં આવે છે. ઠંડું દવા દો.

English summary
Bihari cuisine is definitely scrumptious, mouth-watering and drool-inducing. Here are some Bihari Dishes to try before you die.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X