For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ, જાણો કયા છે સાવચેતીના પગલાં

By Super
|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરવું ટાળવું જોઇએ તેમ છતાં અનિવાર્ય સંજોગો વશ આપણે રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરવાની ફરજ પડે છે. અથવા તો કામના કારણે રાત્રીના સમયે જ ડ્રાઇવ કરીને ઘરે પરત આવવાનું રહે છે, ત્યારે ચોક્કસપણે આપણે સજાગ રહીએ છીએ, જોકે ઘણી વાર એકાદ નાની ભુલ આપણને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે અથવા તો ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરતી વખતે અનેક એવી બાબતો છે, જેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સ લઇને આવ્યા છે, જે તમને રાત્રી દરમિયાન સુરક્ષિત ડ્રાઇવિંગ કરવામાં મદદરૂપ થશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ-કઇ બાબતોની સાચવેતી રાખવાથી રાત્રીમાં સુરક્ષા સાથે ડ્રાઇવિંગ કરી શકાય છે.

હેડલાઇટને યોગ્ય રીતે સેટ કરો

હેડલાઇટને યોગ્ય રીતે સેટ કરો

સામાન્ય રીતે નવી કારમાં પણ ક્યારેક આ સમસ્યા જોવા મળે છેકે હેડલાઇટને યોગ્ય રીતે સેટ કરવામાં આવી નથી હોતી. કારણ કે જો હેડલાઇટને યોગ્ય રીતે સેટ કરવામાં નહીં આવે તો તેનો પ્રકાશ રસ્તા પર સારી રીતે નહીં પડે. ઉપરાંત હેડલાઇટને સેટ કરતી વખતે લેન્સ કવરને પણ ચેક કરી લો જો એ ખરાબ થઇ ગયા હોય અથવા પીળા પડી ગયા હોય તો તેને હટાવી દો, તેનાથી રસ્તા પર રાત્રી દરમિયાન વધારે પ્રકાશ ફેલાશે.

ડેશલાઇટને ડિમ કરો

ડેશલાઇટને ડિમ કરો

કારની અંદર ડેશબોર્ડ ડિમર સ્વિચ આપવામાં આવી હોય છે, તેની પાછળનું કારણ એ છેકે જ્યારે તમે રાત્રી દરમિયાન કાર ચલાવતા હોય ત્યારે જો ડેશલાઇટ વધુ માત્રામાં પ્રકાશ ફેકંતી હોય તો તમારે તમારી આગળના વિઝનને જોવામાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તેથી રાત્રી દરમિયાન ડેશબોર્ડની લાઇટને ઓછી રાખવાનો પ્રયાસ કરો.

ખોટા ચશ્મા રાત્રે ના પહેરો

ખોટા ચશ્મા રાત્રે ના પહેરો

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે રાત્રી દરમિયાન ડ્રાઇવ કરતી વખતે પીળો કાચ ધરાવતા ચશ્મા પહેરવા જોઇએ તો એ વાત પર વિશ્વાસ કરશો નહીં. અમેરિકાન સનગ્લાસેસ એસોસિએશનનું કહેવું છે કે આ ચશ્માના વેચાણ માટે આ પ્રકારનું કહેવામાં આવે છે. તેથી રાત્રી દરમિયાન એન્ટી રિફ્લેક્ટિવ કોએટિગ ગ્લાસ પહેરવા જોઇએ જે લાઇટને તમારા લેન્સની આજુબાજુ ફેંકે છે.

પ્રાણીઓની આંખો પર નજર

પ્રાણીઓની આંખો પર નજર

રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ કરીને એવા વિસ્તારમાં ડ્રાઇવ કરતી વખતે જ્યારે આસપાસ જંગલનો વિસ્તાર હોય ત્યારે સ્વાભાવિકપણે રસ્તા પર અચાનક જાનવરો આવી જતા હોય છે, અને તેના કારણે અકસ્માત થવાની પણ ભીતિ રહે છે, આવી ઘટનાને ટાળવા માટેની એક ટ્રિક છે, રાત્રે કાર ચલાવતી વખતે પ્રાણીઓની આંખોમાં તમને તમારી હેડલાઇટનું રિફ્લેક્શન જોવા મળશે અને એ પ્રાણી દૂર હોય તો પણ જોવા મળી જાય છે. જો તમને આ પ્રકારનું દ્રશ્ય દેખાય તો તમારે તમારી કારની ગતિ ધીમી કરી લેવી એ જ શ્રેષ્ઠતા છે.

સામેથી આવતા વાહનની લાઇટ સામે ના જુઓ

સામેથી આવતા વાહનની લાઇટ સામે ના જુઓ

સામાન્ય રીતે આપણે કાર ચલાવતી વખતે સામેથી આવતા વાહન તરફ નજર ફેરવતા હોઇએ છીએ રાત્રી દરમિયાન જ્યારે આ પ્રકારે જોવામાં આવે ત્યારે સામેથી આવતા વાહનની લાઇટ આપણી આંખોને આંજી દે છે, અને તેના કારણે આપણે બની શકે છેકે આપણી સંતુલન ગુમાવી દીએ. તેથી રાત્રી દરમિયાન વાહન ચલાવતી વખતે સામેથી આવતા વાહનની લાઇટ તરફ નહીં જોઇને રસ્તા પર નજર ચોંટાડી રાખવી જોઇએ.

રાત્રી દરમિયાન કાંચને સાફ કરવાનું રાખો

રાત્રી દરમિયાન કાંચને સાફ કરવાનું રાખો

રાત્રી દરમિયાન ડ્રાઇવ કરતીવેળા આ વાતની સાવચેતી રાખવી ઘણી જ જરૂરી છે, કારણ કે જો તમારો કાંચ ચોખ્ખો નહીં હોય તો સામેનું દ્રશ્ય તમને ધૂંધળુ દેખાશે તેના કારણે પણ રાત્રી સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે, તેમજ રસ્તો ખરાબ હોય ત્યારે પણ જો કાંચમાંથી સ્પષ્ટ વિઝન ના હોય તો કાર ડેમેજ થવાનું જોખમ રહે છે, તેથી રાત્રી દરમિયાન કાંચને સાફ કરવાનું રાખો, કાંચને સાફ કરતી વખતે સમાચારપત્રના કાગળનો ઉપયોગ કરો.

કારમાં ફોગ લાઇટ ઓછી રાખો

કારમાં ફોગ લાઇટ ઓછી રાખો

ફોગ લાઇટ સામાન્ય લાઇટ કરતા વધુ પ્રકાશ આપે છે, અને તેનો ઉપયોગ ધૂમ્મસમાં કારની આગળના દ્રશ્યને સ્પષ્ટ જોવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી બની શકે તો આ ફોગ લાઇટને ઓછી રાખવાનો અથવા તો બંધ રાખવાનો પ્રયાસ રાત્રી દરમિયાન કરો, જો તેની જરૂર ના હોય તો, કારણ કે ફોગ લાઇટમાં જે પ્રકાશ બહાર ફેંકાય છે તે સામેથી આવતા વાહન ચાલકને અંજાવી શકે છે અને અકસ્માત થવાનો ભય રહે છે.

કેટલીક વધુ લાઇટ્સ ઉમેરો

કેટલીક વધુ લાઇટ્સ ઉમેરો

રાત્રી દરમિયાન ડ્રાઇવ કરતી વખતે મુખ્ય લાઇટની સાથે કેટલીક અન્ય લાઇટ્સનો પણ ઉપયોગ કરવો જોઇએ. જેને ક્યારેક ડ્રાઇવિંગ લાઇટ્સ, સ્પોટ લાઇટ્સ અથવા તો પેન્સિલ લાઇટ કહેવામાં આવે છે, જોકે આ લાઇટનો ઉપયોગ કરતા સાચવવું જોઇએ કારણ કે તેમાની કેટલીક માત્ર ઓફ રોડ ઉપયોગ માટે જ બનેલી હોય છે અને તે ઘણો જ પ્રકાશ ફેંકે છે. તેમજ કેટલાક રાજ્યમાં આ પ્રકારની લાઇટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ પણ હોય છે, તેથી તેને લગાવતી વખતે એ વાતને ચકાસી લેવી જોઇએ. તેમજ જ્યારે તમે આ લાઇટ ચાલુ રાખી હોય અને સામેથી વાહન આવતું દેખાય ત્યારે કાંતો એ લાઇટને બંધ કરવી અથવા તો તેને ઓછી કરવાનો પ્રયાસ કરવો જોઇએ જેથી કોઇ નુક્સાન થાય નહીં. આ લાઇટનો ઉપયોગ રાત્રીનું દ્રશ્ય વધુ સાફ દેખાય તે હેતુસર જ કરવો જોઇએ.

બહારના અરિસાને ચોખ્ખો રાખો અને સેટ કરો

બહારના અરિસાને ચોખ્ખો રાખો અને સેટ કરો

રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરતી વખતે કારની બહાર આપવામાં આવેલા અરિસાને ચોખ્ખો રાખો તથા પાછળના વાહન સ્પષ્ટ દેખાય તે રીતે સેટ કરો, કારણ કે જો અરિસો ચોખ્ખો નહીં હોય તો તે પાછળનું દ્રશ્ય સ્પષ્ટ રીતે નહીં દર્શાવે તેમજ ક્યારેક તેને ખોટી રીતે સેટ કરવામાં આવ્યો હોય તો પાછળથી આવતી કારનો પ્રકાશ તમારી આંખો આંજી શકે છે, તેથી તેને યોગ્ય રીતે સેટ કરવો જોઇએ.

તમારી આંખને સજાગ રાખો

તમારી આંખને સજાગ રાખો

રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ કરતી વખતે તમારી આંખને સજાગ રાખો. તેમજ સામેથી આવતા વાહનની લાઇટ તમારી આંખોમાં પર ના પડે એ માટે આંખને ચારેય દિશામાં ફેરવતા રહો, સાથે જ તમારી સામેના દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રાખો. તેમજ દર ત્રણ વર્ષે તમારી આંખનું ચેકિંગ કરાવતા રહેવું જોઇએ.

English summary
10 Tips for Driving in night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X