For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! આપના પીસીમાં થઇ શકે છે વીડિયો વાયરસનો હુમલો

|
Google Oneindia Gujarati News

જ્યાં દુનિયાભરમાં ઇબોલા વાયરસનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે ઇંટરનેટમાં પણ એક નવા વાયરસે પગ પેસારો કર્યો છે. જો આપ ઇંટરનેટ પર ચેટિંગ કરવાના શોખીન છો તો સાવધાન થઇ જાવ કારણ કે આ વાયરસ ફેસબુકમાં ચેટિંગ કરનારાઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. એટલું જ નહીં જો આપ એવું વિચારી રહ્યા હોવ કે પીસી અથવા લેપટોપમાં સેવ એંટી વાયરસ આપને આ વાયરસથી બચાવી લેશે તો આપને જણાવી દઇએ કે આ વાયરસ સૌથી પહેલા પીસીમાં ઇન્સ્ટોલ એંટીવાયરસનું કામ તમામ કરે છે બાદમાં તે ચેટ દ્વારા આપના મિત્રોના ચેટબોક્સ દ્વારા તેમની પ્રોફાઇલ પર હુમલો કરે છે.

ઇંટરનેટ સિક્યોરિટી એક્સપર્ટ્સ ગ્રુપ ટ્રેંડ માઇક્રો દ્વારા શોધવામાં આવેલ આ વાયરસનું નામ steckt.Evl છે આપના ચેટ દ્વારા મિત્રોના ચેટ બોક્સમાં એક વીડિયો લિંક મોકલે છે આપના મિત્રો જેવો એ વીડિયો લિંક પર ક્લિક કરશે તેવું આ લિંક તેમના ચેટ બોક્સ દ્વારા તેના મિત્રોને સેન્ડ થઇ જશે, અને આ રીતે આ ચેઇન ચાલતી રહેશે.

કેટલો ખતરનાખ છે આ વાયરસ અને તેનો ઉપાય માટે શું કરશો જુઓ સ્લાઇડરમાં...

કેટલો ખતરનાખ છે આ વાયરસ

કેટલો ખતરનાખ છે આ વાયરસ

1- ચેટ પર આવેલા વીડિયો લિંક પર જો આપે ક્લિક કરશો તો તે આપના પીસીમાં ઓટોમેટિક સોફ્ટવેર ઇંસ્ટોલ કરી દેશે. જે પીસીમાં સેવ તમામ ફાઇલ ડિલીટ કરીને આપની ખાનગી જાણકારી ક્યાંય પણ મોકલી શકે છે.

કેટલો ખતરનાખ છે આ વાયરસ

કેટલો ખતરનાખ છે આ વાયરસ

2- આ ઉપરાંત તેના દ્વારા હેકર આપના પીસીને કંટ્રોલ કરીને ફાયદો ઉઠાવી શકે છે.

આવા સમયે શું કરશો

આવા સમયે શું કરશો

1- જો આપના ફેસબુકમાં આ વાયરસ આવી ગયો છે તો સૌથી પહેલા તમારા એકાઉંટનો પાસવર્ડ ચેંજ કરી દો. પીસીના એંટીવાયરસને હંમેશા અપડેટ રાખો.

આવા સમયે શું કરશો

આવા સમયે શું કરશો

2- ફેસબુક એકાઉંટ બંદ કરીને પીસીને ફુલ સ્કેન કરાવો.

આવા સમયે શું કરશો

આવા સમયે શું કરશો

3- તમારા મિત્રોને આની જાણકારી પહેલા આપી દો કે ચેટ બોક્સમાં કોઇ વીડિયો લિંક મળે તો તેની પર ક્લિક ના કરે. અને એ વાતની કાળજી રાખવી કે તમારા ચેટબોક્સમાં પણ વીડિયો લિંક પર ક્લિક ના કરો.

English summary
If you happen to receive a message via Facebook asking you to click on a link to watch an apparent video of yourself, do not hit your mouse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X