For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાત્રે ઉંઘ નથી આવતી..? તો કરો આ અસરકારક યોગાસન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાત્રે ઉંઘ નથી આવતી? શું તમે દિવસભરના થાકને વધુ અનુભવો છો? આ તણાવ અથવા અન્ય કોઇ કારણથી થઇ શકે છે જેના લીધે તમે અસુવિધા અનુભવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે ઉંઘ ન આવવી અનિદ્રાનું લક્ષણ છે. આ એક એવી સ્થિતી હોય છે જેમાં વ્યક્તિને રાત્રે ઉંઘ આવતી નથી તથા તેના લીધે તે દિવસ દરમિયાન થાક અને ચિડિયાપણું અનુભવે છે.

અનિદ્રા એક એવી સ્થિતી છે જે દર 20 ભારતીયોમાંથી એકને અસર કરે છે. અનિદ્રાને દૂર કરવા માટે અમે અહીં યોગના કેટલાક આસાન બતાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે રાત્રે સારી અને ગાઢમાં ઉંઘી શકો છો.

પશ્વિમોત્તાસન

પશ્વિમોત્તાસન

આ આસનથી મગજ શાંત થાય છે તથા તમે આરામ અનુભવી શકો છો. આ આસાનને કરવા માટે તમારા પગને સીધા ફેલાવીને જમીન પર બેસો. હવે તમારા હાથોને માથા ઉપર લઇ જાવ તથા ધીરે ધીરે આગળની તરફ નમો. તમારા હાથોની આંગળીઓ વડે તમારા પગની આંગળીને અડવાનો પ્રયત્ન કરો તથા તમારા માથાને ઘૂંટણને અડાડવાનો પ્રયત્ન કરો. આ આસન કરવાનો ઉદ્દેશ્ય તમને આરામ પહોંચાડવાનો છે તમને તણાવમાં લાવવાનો નથી. અત: આરામથી કરો. બની શકે કે તમે તમારા પગની આંગળીઓને અડકી ન શકો પરંતુ સમયની સાથે-સાથે તેમાં સુધારો આવશે. તમે જ્યારે આગળની તરફ નમો તો શ્વાસ છોડો તથા ઉપર ઉઠતી વખતે શ્વાસ લો.

ઉત્તનાસના

ઉત્તનાસના

આ આસનને કરવા માટે સીધા ઉભા રહો. તમારા હાથોને આગળની તરફથી માથાની ઉપર લઇ જાવ તથા ધીરે ધીરે શ્વાસ લો. પછી તમારા કુલ્હાઓને પાછળની તરફ ધકેલતાં આગળની તરફ નમો. ત્યાં સુધી નમો જ્યાં સુધી તમારી હથેળીઓ જમીને અને તમારું માથું તમારા ઘૂંટણને અડી ન લે. જો તમે પૂર્ણરૂપે નમવામાં અસર્થન છો અથવા તમારા ઘૂંટણની પાછળની નસ ખેંચાઇ રહી છે તો તમારા ઘૂંટણોને થોડા વાળી લો. આ સ્થિતીમાં ત્યાં સુધી રહો જ્યાં સુધી તમને અસુવિધા ના થાય. આ મુદ્રાથી લોખી તમારા માથામાં ઝડપથી પહોંચે છે જેથી તમારા શરીરનું તંત્રિકા તંત્ર અનુકંપીથી સહાનુકંપી સિસ્ટમમાં આવી જાય છે જેનાથી તમને આરામ પહોંચે છે. ફરીથી ઉભા રહેવા માટે શ્વાસ લેતાં તમારા હાથોને તમારા માથાથી ઉપર લઇ જાવ અને તમારા શરીરને ઉપરના ભાગને ઉઠાવો. પછી જેવા તમે શ્વાસ છોડો તમારા હાથોને નીચેની તરફ લઇ જાવ. ઝટકો આપશો નહી. યાદ રાખો કે માંસપેશીઓને તણાવ આપ્યા વિના કુલ્હાઓને ઉપર ઉઠાવો.

અપનાસના

અપનાસના

તમારી પીઠ, અને ગરદન તથા જાંગની માંસપેશીઓને આરામ આપવા માટે એક ઉત્તમ આસન છે. તમારે ફક્ત આટલું જ કરવાનું છે તમારી પીઠ પર ચત્તા સુઇ જાવ અને તમારી હથેળીઓને તમારા ઘૂંટણ પર રાખો. જેવા તમે શ્વાસ છોડો તમારા પગને ધીરે ધીરે છાતીની તરફ લઇ જાવ. તમારી જાંગો પર ભાર આપીને પગને ઉઠાવો ના કે તમારા હાથો પર ભાર આપીને. જ્યારે તમે શ્વાસ લો છો તો તમારી પકડ ઢીલી રાખો જેથી તમારા પગને સરળતાથી તમારા પેટથી દૂર હોઇ શકે. થોડા સમય માટે તેને તમારી ગતિ અનુસાર કરો. તમારા શ્વાસ અનુસાર જ હલચલ કરો. થોડા સમય માટે આ સ્થિતીમાં રહો. તમારી આંખો બંધ કરો અને જો તમારું મગજ શાંત નથી તો તમારા શ્વાસને ગણવાનું શરૂ કરી દો. આનાથી મગજ પર ભાર પડે છે તથા મગજ શાંત પણ થાય છે. જ્યારે તમે શાંતિ અનુભવો ત્યારે તમારા પગને ધીરે ધીરે જમીન રાખો અને આરામ કરો.

સુપ્ત બડ્ડકોનાસના

સુપ્ત બડ્ડકોનાસના

આ આસનથી તમારા મગજ અને શરીરને આરામ મળે છે. આનાથી પીઠ અને પગની માંસપેશીઓ ખેંચાય પણ છે. આ આસનને કરવા માટે જમીન પર સીધા સુઇ જાવ. પછી ધીરે ધીરે તમારા ઘૂંટણોને વાળો તથા એડીઓને તમારા કુલ્હા પાસે લઇ જાવ. ધીરે ધીરે શ્વાસ લેતાં તમારા ઘૂંટણોને ખોલો તથા તેને જમીનની તરફ લઇ જાવ તથા તમારા હાથોને ઉપર ઉઠાવતાં તેને જમીન પર અડાડી દો. આ સ્થિતીમાં તમે થોડા ઉંડા શ્વાસ લઇ શકો છો. પુન: પ્રારંભિક સ્થિતીમાં આવવા માટે તમારા હાથોને સામાન્ય અવસ્થામાં લઇ જાવ, સાથે ઘૂંટણોને પણ ખેંચો તથા પગને ફેલાવો અને ઉંઘેલી અવસ્થામાં આવી જાવ. ઉભા થવા માટે તમારા જમણા પડખા તરફ જાવ તથા તમારા હાથોનો ઉપયોગ કરતાં ઉઠો.

શવાસન

શવાસન

આ આસનમાં તમે પીઠ પર ચત્તા સુઇ જાવ. તમારી હથેળીઓને તમારા શરીરના બાવડા તરફ ખુલ્લી અવસ્થામાં રાખો. શાંત પડ્યા રહો અને લાંબા લાંબા શ્વાસ લો.

સારી ઉંઘ માટે યોગ મુદ્રાઓ

સારી ઉંઘ માટે યોગ મુદ્રાઓ

English summary
Can’t fall asleep at night? we have brought few yoga asanas which will help you in getting good and deep sleep at night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X