For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોયોટા DARV 1.5 થકી કરાવશે સેફ ડ્રાઇવનો અનુભવ

|
Google Oneindia Gujarati News

ટોયોટાએ માઇક્રોસોફ્ટ અને ઇન્ફોસિસ સાથે હાથ મિલાવ્યા છે અને તેઓ સાથે મળીને લેટેસ્ટ ડ્રાઇવર અવેરનેસ રિસર્ચ વ્હીકલ(ડીએઆરવી) પર કામ કરશે. જેને ‘ડીએઆરવી 1.5' નામ આપવામાં આવ્યું છે. ટોયોટા એવોલન બેસ્ડ કારનો મુખ્ય હેતું ડ્રાઇવર માટે આવતી જાણકારીને સરળ બનાવવાનું કામ કરશે. જેમાં દરેક કાર ટેક અને સમય સાથે વધી રહેલા ઇન્ફોટેઇન્મેન્ટની માહિતી હશે.

ડ્રાઇવર સુધી પહોંચતી માહિતીને સરળ બનાવવા પાછળનું કારણ ગંભીર ઘટનાઓને રોકવી અને ડ્રાઇવર સેફ્ટીમાં વધારો કરવાનો હેતુ છે.

નવું કોન્સેપ્ટ ટેબલેટની જેમ જ કામ કરશે, જે હવામાનની સ્થિતિ, ફ્યુઅલ સ્ટેશન્સ, સાઇડ વિન્ડોમાં રૂટ ડિટેઇલ્સ જ્યારે ડ્રાઇવર કાર પાસે પહોંચે, સહિતની માહિતી ડિસપ્લે થશે. એકવાર કારમાં દાખલ થયા બાદ આ ફીચર અંદરની તરફ ડિસપ્લે થશે.

કિનેક્ટ મોશન સેન્સર

કિનેક્ટ મોશન સેન્સર

કેબિનની અંદર આ સિસ્ટમ કિનેક્ટ મોશન સેન્સરનો ઉપયોગ કરશે જેનાથી તે ડ્રાઇવર તરફ જોઇને તેની ઓળખ મેળવશે અને કોણ ડ્રાઇવિંગ કરી રહ્યું છે તેના આધારે કારમાં રહેલા ફંક્શન અનેબલ અને ડિસેબલ થશે.

ડ્રાઇવરની વર્તણૂકનો ડેટા એકઠો કરશે

ડ્રાઇવરની વર્તણૂકનો ડેટા એકઠો કરશે

ડીએઆરવી 1.5 ડ્રાઇવરની વર્તણૂકનો ડેટા એકઠો કરવા માટે પણ સક્ષમ હશે અને ડ્રાઇવર દ્વાર જે નિર્ણયો લેવામાં આવેશે તેના આધારે તેને સેફ્ટી રેટિંગ આપશે.

લોકોનું જીવન બચાવવામાં કામ લાગશે

લોકોનું જીવન બચાવવામાં કામ લાગશે

ટોયોટાનું માનવું છેકે આ ટેક્નોલોજી લોકોનું જીવન બચાવવામાં પર્યાવરણ વધારવામાં અને નોકરીની તકો ઉભી કરવામાં મદદરૂપ થશે. જોકે આ સિસ્ટમમાં કારમાં દશકાનાં અંત પહેલા આવે તેવી આશા રાખવામાં આવી રહી નથી. તેથી જ્યાં સુધી આ સિસ્ટમ ના આવે ત્યાં સુધી તમારે તમારી જાતે ડ્રાઇવિંગ અનુભવના આધારે કારને મેનેજ કરવી પડશે.

ટૂંક સમયમાં કાર્સમાં આવી રહ્યો છે બદલાવ

ટૂંક સમયમાં કાર્સમાં આવી રહ્યો છે બદલાવ

પહેલાની કાર્સ કરતા અત્યારની કારમાં અનેકગણો બદલાવ જોવા મળી રહ્યો છે, કાર્સમાં ટેક્નોલોજી અને સાયન્સ ફિક્શનનો વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પહેલાની કારમાં આટલો બધો થતો નહોતો.

English summary
Toyota has teamed up with Microsoft and Infosys for their latest Driver Awareness Research Vehicle (DARV). Called "DARV 1.5", the Toyota Avalon based-car aims to simplify the information coming to the driver, in an age of ever-increasing infotainment and in-car tech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X