For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત નજીક અહીં થયો હતો ભગવાન ગણેશનો જન્મ

ગુજરાત નજીક જ થયો હતો ભગવાન શ્રી ગણેશનો જન્મઅનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશના જન્મસ્થાનનો ઉલ્લેખ છેક્યાં આવ્યું છે આ જન્મસ્થાન, જાણો અહીં...

By Staff
|
Google Oneindia Gujarati News

એક પૌરાણિક માન્યતા અનુસાર દેવતાઓમાં સૌથી પહેલાં પૂજવામાં આવતા ભગવાન ગણેશનો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો. કહેવાય છે કે, માતા પાર્વતીએ અર્બુદ પર્વતના ઇશાન શિખર પર બેસીને પુત્રની કામના માટે પુન્યંક નામક વ્રત કર્યું હતું. એક પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણના અર્બુદ ખંડના અનુસાર ગૌરી શિખર પર્વત પર ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગૌરી શિખર એટલે અર્બુદ પર્વત અને ભગવાન ગણેશના જન્મ સ્થળ પર બનેલું મંદિર. તેમની નિશાનીઓ આજે પણ ત્યાં હાજર છે.

માઉન્ટ આબુના અર્બુદ પર્વત સહિત અરાવલી પર્વતના બધા ધર્મ ગ્રંથોમાં દેવી દેવતાઓના નિવસ સ્થાનનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણના ત્રીજા અધ્યાયમાં અર્બુદ ખંડ અનુસાર માઉન્ટ આબુના ગૌરી શિખર, જેને હવે ગુરૂ શિખર કહે છે, ત્યાં ભગવાન ગણેશના જન્મના પુરાવા મળે છે.

આબુ કલ્પમાં ઉલ્લેખ

આબુ કલ્પમાં ઉલ્લેખ

અહીં માતા પાર્વતીએ અર્બુદ પર્વતના ઇશાન શિખર પર બેસીને પુત્રની કામનાથી પુન્યંક નામનું વ્રત કર્યું હતું, જે સફળ થતાં ગૌરી શિખર પર ગણેશજીનો જન્મ થયો હતો. લગભગ 200 વર્ષ પહેલાં જાણીતા સંત રામદાસે પણ આબુ કલ્પમાં લખ્યું છે કે, મહાવિનાયકનો જન્મ ગૌરી શિખર પર પશ્ચિમ દિશામાં થયો હતો.

ગોબર ગણેશ

ગોબર ગણેશ

માઉન્ટ આબુની ગોબર ગણેશની પ્રતિમા દુનિયાભરમાં લોકપ્રિય છે. ગોબર ગણેશની આ મૂર્તિ આખા વિશ્વમાં ભગવાન ગણેશની એકમાત્ર એવી મૂર્તિ છે, જે છાણમાંથી બનેલી છે. આ પ્રાચીન મૂર્તિ વિશે એવી માન્યતા છે કે, અહીં ભક્ત દ્વારા કરવામાં આવેલ માંગણી ગણેશ ચોક્કસ પૂરી કરે છે.

પાર્વતીનું નિવાસ સ્થાન

પાર્વતીનું નિવાસ સ્થાન

ભગવાન ગણપતિ આખા અર્બુદાંચલમાં ફરે છે અને જે પણ ભક્ત તેમની પાસે જે પણ માનતા માંગે છે તે પુરી કરે છે. માઉન્ટ આબુમાં ગણપતિ મહાવિનાયક મંદિરના મહંત નરસિંહ દાસના અનુસાર ગૌરી શિખર પુરાણોમાં મા પાર્વતીના નિવાસ સ્થાનના રૂપમાં વર્ણિત છે.

સ્કંદ પુરાણમાં વર્ણન

સ્કંદ પુરાણમાં વર્ણન

તેમના અનુસાર જ શરૂઆતમાં આ સ્થાનનું નામ અર્બુદાંચલ હતું. માઉન્ટ આબુમાં મહાવિનાયક તીર્થ હોવાનું વર્ણન પણ અર્બુદ ખંડમાં આવે છે. તેમના અનુસાર આ 32 તીર્થોમાં પ્રથમ મુખ્ય તીર્થ છે. સ્કંદ પુરાણમાં વર્ણન છે કે, આ પર્વત પર ગણેશજીનો જન્મ થયો હોવાના કારણે તેના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. આથી જ શ્રદ્ધાળુઓમાં આ સ્થાનને લઇને ઊંડી શ્રદ્ધા છે.

સ્કંદ પુરાણમાં 7 વખત ઉલ્લેખ

સ્કંદ પુરાણમાં 7 વખત ઉલ્લેખ

આમ તો ભગવાન ગણેશના જન્મ સ્થળ અંગે મતભેદ રહે છે, પરંતુ કોઇપણ દેવી દેવતાના જન્મ સ્થળને લઇને સૌથી પ્રમાણિક ગ્રંથ જો કોઇ છે તો તે સ્કંદ પુરાણ છે. સ્કંદ પુરાણમાં આ વાતનો 7 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભગવાન ગણેશનો જન્મ અર્બુદાંચલમાં થયો હતો.

અર્બુદાંચલ પર્વત પર પૃથ્વીની પરિક્રમાની શરત

અર્બુદાંચલ પર્વત પર પૃથ્વીની પરિક્રમાની શરત

આ અર્બુદાંચલ પર્વત પર ભગવાન શિવે પોતાના પુત્રો સમક્ષ શરત રાખી હતી કે જે પણ બ્રહ્માંડની પરિક્રમા સૌથી પહેલાં કરીને આવશે તે સૌથી પહેલાં પૂજવામાં આવશે. તેમના પુત્ર કાર્તિકેય તો બ્રહ્માંડનું ચક્કર લગાવવા જતા રહ્યાં પરંતુ પુત્ર ગણેશ ત્યાં જ શિવ અને માતા પાર્વતીની પરિક્રમા કરી લીધી અને કહ્યું કે આખું બ્રહ્માંડ તો તમારામાં સમાયેલું છે એટલા માટે મેં તમારી પરિક્રમા કરી લીધી છે. ત્યારબાદ ભગવાન શંકર તેમનાથી પ્રસન્ન થઇ ગયા અને ત્યારબાદથી કોઇપણ પૂજામાં સૌથી પહેલાં ગણેશની પૂજા થાય છે.

અર્બુદારણ્યની પરિક્રમા

અર્બુદારણ્યની પરિક્રમા

સ્કંદ પુરાણમાં અર્બુદ ખંડમાં ગણેશના પ્રાદુર્ભાવની કથા આ પ્રકારે છે. માતા પાર્વતીએ ભગવાન શંકર પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શંકરે પાર્વતીને પુણ્યંક નામનું વ્રત કરવા માટે કહ્યું. ત્યારબાદ તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન ભગવાન શંકર પાસેથી મળ્યું. ત્યારબાદ ભગવાન ગણેશનો જન્મ છાણમાંથી થયો. તેમના જન્મ સમયે 33 કરોડ દેવી-દેવતાઓની સાથે ભગવાન શંકરે પણ અર્બુદારણ્યની પરિક્રમા કરી. ઋષિ-મુનિઓએ દેવી-દેવતાઓની મદદથી ગોબર ગણેશની પ્રતિમા સ્થાપિત કરી જે આજે સિદ્ધિગણેશના નામે ઓળખાય છે.

છાણમાંથી બનેલી દુનિયામાં એકમાત્ર મૂર્તિ

છાણમાંથી બનેલી દુનિયામાં એકમાત્ર મૂર્તિ

ગોબર ગણેશ મંદિરને લંબોદર મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, ગોબર ગણેશ મંદિર અથવા સિદ્ધિ ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. ગોબર ગણેશની આ પ્રતિમા આજે પણ ભવ્ય રૂપમાં વિરાજમાન છે. છાણમાંથી બનેલી ભગવાન ગણેશની આ મૂર્તિ દુનિયામાં એકમાત્ર છે.

4,500 વર્ષ જૂની મૂર્તિ

4,500 વર્ષ જૂની મૂર્તિ

આ મૂર્તિ 4,500 વર્ષ જૂની છે. ગણેશોત્સવના અવસર પર અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે અને ભગવાનના દર્શન કરવા માટે દેશ અને દુનિયાના ઘણા ભાગોમાંથી લોકો આવે છે.

બાલરૂપમાં બિરાજમાન છે ગણેશ

બાલરૂપમાં બિરાજમાન છે ગણેશ

ગણેશની આ પ્રતિમા અહીં બાલરૂપમાં બિરાજમાન છે. ભગવાનના દર્શન માટે 200 સીડીઓ ચડવી પડે છે. ગણેશોત્સવના અવસર પર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળું આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આવે છે. ગણેશની મૂર્તિના દર્શન કરવાની સાથે જ અલૌકિક એહસાસ થાય છે. જેને અહીં આવીને જ અનુભવી શકાય છે.

મનની ઇચ્છા પુરી થાય છે

મનની ઇચ્છા પુરી થાય છે

આ મંદિર વિશે ઘણી માન્યતાઓ છે. એવી માન્યતા છે ભગવાનના દરબારમાં આવીને જે પણ માંગવામાં આવે છે તે ભક્તની માનતા પુરી થાય છે. ગણેશ વિઘ્નહર્તા પણ છે. જો કે તેમના વિશે કહેવામાં આવે છે કે આ મૂર્તિના દર્શન અને નમન માત્રથી શ્રદ્ધાળુના બધા કષ્ટ દૂર થઇ જાય છે. તે ભયના બંધનોથી મુક્ત થઇને મોક્ષને પ્રાપ્ત કરે છે.

ગણપતિને તુલસી ન ચઢાવવી જોઇએ

ગણપતિને તુલસી ન ચઢાવવી જોઇએ

ભગવાન ગણેશ આમ કરનારા ભક્તોની મનોકામના જરૂર પૂર્ણ કરે છે. ભક્તોને વિનાયકના મંદિરની ત્રણ પરિક્રમા કરવી જોઇએ. આ ઉપરાંત ભક્ત જો ભગવાન ગણેશને ખુશ કરવા ઇચ્છે છે અને પોતાની ઇચ્છાઓને પુરી કરવા માંગે છે તો તેમને વિનાયકના નામથી તર્પણ કરવું જોઇએ. ભગવાન ગણેશને ધરો અને મોદક ખૂબ પ્રિય છે. ધરો વિના તેમની પૂજા અધૂરી ગણવામાં આવે છે. ભગવાન ગણપતિને તુલસી ન ચઢાવવી જોઇએ નહીતર અશાંતિ આવે છે.

ત્રણ ગણેશજી પૂજા ન કરવી જોઇએ

ત્રણ ગણેશજી પૂજા ન કરવી જોઇએ

પદ્મ પુરાણના અનુસાર તેમની ધરોથી કરવામાં આવે છે. ઘરમાં ક્યારેય પણ ત્રણ ગણેશજી પૂજા ન કરવી જોઇએ. ભગવાન ગણેશની ત્રણ પ્રદિક્ષણા જ કરવી જોઇએ. ભગવાન ગણપતિની આરાધનામાં નામાષ્ટકકા સ્ત્વન અવશ્ય કરવું જોઇએ. જેથી ચર્તુથીના દેવતા ભગવાન વરદ વિનાયક પ્રસન્ન થઇને અભીષ્ટ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે. લીલા કલરનો ધરો જેમાં અમૃતનો વાસ હોય છે, તેને ભગવાન શ્રી ગણેશ પર ચઢાવવાથી સમસ્ત વિધ્નોનો વિનાશ થઇ જાય છે તથા અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.

English summary
While Ganesha is popularly considered to be the son of Shiva and Parvati, the Puranic myths relate several different versions of his birth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X