For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વિચારે ઑડીની આ કારને બનાવી નાંખી બુગાટીની સુપર કાર

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ અંગે વાત કરવામાં આવે તો લોકો સામે ફાસ્ટ અને એક્સલુસિવ કાર્સ લિમિટેડ માત્રામાં જ આવે છે. જે તેના પરફોર્મન્સ અને દેખાવના કારણે અનેકને પોતાની તરફ આકર્ષિત કરે છે, પરંતુ આ પ્રકારની કાર્સ સામાન્ય લોકોની પહોંચની બહાર ખાસ ધનીક લોકો માટે જ બનાવવામાં આવી હોય છે. જોકે તેમ છતાં વિશ્વમાં એવા પણ સર્જનકર્તાઓ પડ્યા છે, જે પોતાની સામાન્ય કારને આવી એક્સલુસિવ કાર જેવો લુક આપે છે.

તાજેતરમાં જ અમે એક મર્સીડિઝ બેન્ઝ કારને રોલ્સ રોય્સ કારમાં કનવર્ટ કરેલી દર્શાવી હતી. ત્યારે આજે અમે ઑડીની એ6 તમારી સમક્ષ લઇને આવ્યાં છીએ જેને વિશ્વની સૌથી ઝડપી કાર બુગાટી વેયરોનમાં કેવી રીતે બદલી નાંખી છે. તો ચાલો આ અંગે વધુ તસવીરો થકી જાણીએ.

એ 6 બની બુગાટી વેયરોન

એ 6 બની બુગાટી વેયરોન

ઑડી એ6ને કેવી રીતે બુગાટીની ફાસ્ટેસ્ટ કાર વેયરોન જેવી બનાવવામાં આવી તે જાણવા માટે આગળ તસવીરો પર ક્લિક કરો.

એક કલ્પના અને બદલાઇ ગઇ કાર

એક કલ્પના અને બદલાઇ ગઇ કાર

નોર્થન યુરોપમાં લિથુઆનિયા આવેલું છે, જ્યાં એ વ્યક્તિ ઘણી જ કલ્પનાશીલ છે અને તેમનું ફોકસ એકદમ મજબૂત છે ઑડી એ6ને લઇને અનેક પ્રકારના વિચારો તેમના મનમાં આવતા રહ્યા હતા. તેથી તેણે નક્કી કર્યું કે જર્મન સેડાન કારને તે બુગાટીની સુપરકારમાં બદલી નાંખશે. આ કારમાં તેનું ફિનિશિંગ નબળું છે પરંતુ તેણે ઑડીની એ6ને અદ્દલ બુગાટીની વેયરોન જેવી બનાવી નાંખી છે.

રિયર એન્ડ વેલ લિમિટેડ

રિયર એન્ડ વેલ લિમિટેડ

1997ની એ6 કારનો રિયર એન્ડ વેલ લિમિટેડ છે. આ સર્જનહારે પોતાની કારમાં મોટા વ્હીલને લગાવ્યા છે.

એક મહત્વનું એલિમેન્ટ મિસિંગ

એક મહત્વનું એલિમેન્ટ મિસિંગ

આ કારમાં એક મહત્વનું એલિમેન્ટ મિસિંગ છે, જો તમે રીયરથી આ કારને જુઓ તો મિડલ માઉન્ટેડ એન્જીન નથી, જે 1001 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. આ રેપ્લિકા વી6 ઑડી એન્જીન સાથે 200 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. જે ઓરિજીનલ ડબલ્યુ16ની નજીક પણ નથી આવતી. છતાં તેમાં સારું કામ કરવામાં આવ્યું છે.

ઇન્ટેરિયર જણાવે છે અલગ કહાણી

ઇન્ટેરિયર જણાવે છે અલગ કહાણી

આ કારના ઇન્ટેરિયર અંગે વાત કરવામાં આવે તો તે એક અલગ જ કહાણી કહે છે. ઇન્ટેરિયર ઘણું જ સામાન્ય છે, તેમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે, જે તેના ક્વાટ્રો ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ થકી પાવર ટ્રાન્સફર કરે છે.

કેટલામાં તૈયાર થઇ આ બુગાટી વેયરોન

કેટલામાં તૈયાર થઇ આ બુગાટી વેયરોન

જે લોકો આ પ્રકારની બુગાટી વેયરોન જેવી દેખાતી કારના માલિક બનવા માગે છે તો તેઓ પણ તેને બનાવી શકે છે, આ માટે તેમણે 40 હજાર યુએસ ડોલર ખર્ચ કરવા પડશે.

English summary
People have always imitated fast and exclusive cars, be it trying to ape their performance or their looks. Most often, these cars are way beyond reach for the average person. But all this has not stopped people from trying to create their own versions of these exclusive machines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X