For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કલરની કાર્સનો લોકોમાં વધી રહ્યો છે ક્રેઝ

|
Google Oneindia Gujarati News

આપણે બધા જ્યારે કોઇ કાર ખરીદીએ છીએ તો બાકી તમામ બાબતોની ચકાસણી કરવાની સાથે એક પ્રશ્ન પણ ઘણો જ મહત્વનો રાખવામાં આવે છે કે, આખરે કારનો રંગ કયો હશે. આ અંગે આપણે આપણા વ્યક્તિગત સૂચનની સાથે પરિવાર અને મિત્રજનોનું સૂચન પણ સામેલ કરવાનું ચુકતા નથી. હાલના સમયે વાહન નિર્માતા કંપનીઓ પણ જૂના રંગોને છોડીને નવા રંગોની સાથે કાર રજૂ કરવામાં લાગેલે છે.

લાલ, સફેદ અને કાળા રંગની કાર તો શરૂઆતથી જ દરેક કાર પ્રેમીને પોતાની તરફ આકર્ષિત કરે છે, પરંતુ ઉત્તર અમેરિકામાં એક સર્વેક્ષણ અનુસાર જાણવા મળ્યું કે, આ સમયે ત્યાં લીલા રંગી કારનો ક્રેઝ ઘણો ઝડપથી વધી રહ્યો છે. એટલું જ નહીં આ સર્વેક્ષણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, લીલા રંગની કારનું વેચાણ આ પહેલા ક્યારેય પણ આટલું બધું જોવા મળ્યું નહોતું. તો ચાલો તસવીરો થકી જોઇએ, ભારત સહિત વિશ્વભરમાં ગ્રીન કાર્સનો ઝલવો.

શેવરોલેની શાનદાર સ્પોર્ટ કાર કોરવેટ સ્ટીંગ્રે

શેવરોલેની શાનદાર સ્પોર્ટ કાર કોરવેટ સ્ટીંગ્રે

લીલા રંગની કાર, માત્ર દેખાવે જ તમને ભિન્ન નથી લાગતી પરંતુ, તે આંખોને પણ એક અજીબ અહેસાસ કરાવે છે. તેની લોકપ્રિયતાનું પણ આ એક મુખ્ય કારણ બનેલું છે.

ગ્રીન ફેરારી

ગ્રીન ફેરારી

પોતાના શાનદાર લુક અને દમદાર એન્જીન ક્ષમતાના કારણે આમ તો વિશ્વભરમાં લાલ રંગની ફેરારીનો ઝલવો છે, પરંતુ તાજેતરના દિવસોમાં ગ્રીન ફેરારીને પણ ઘણી લોકપ્રિયતા હાસલ થઇ રહી છે. આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ ભારતમાં લોકપ્રિય થનારી લીલા રંગની કાર્સ.

શેવરોલેની શાનદાર બીટ

શેવરોલેની શાનદાર બીટ

જો ભારતમાં લીલા રંગની કાર્સની સંખ્યા પર ધ્યાન આપીએ તો દેશમાં ઘણી ઓછા વાહન નિર્માતા એવા હશે, જે લીલા રંગની કાર્સને રજૂ કરે છે. જેમ કે હાલના સમયે અમેરિકાની પ્રમુખ કાર નિર્માતા કંપની શેવરોલે પોતાની શાનદાર કાર શેવરોલેની બીટને લીલા રંગ સાથે બજારમાં ઉતારી હતી અને રસપ્રદ વાત એ છે કે દેશભરમાં ગ્રીન બીટે ઘણી લોકપ્રિયતા હાસલ કરી છે.

ફોર્ડની હરિયાળી ફિગો

ફોર્ડની હરિયાળી ફિગો

ભારતીય બજારમાં હેચબેક સેગ્મેન્ટમાં ફોર્ડ ફિગોનો પણ કોઇ જવાબ નથી. આ કારનો લીલો રંગ પણ લોકોએ ઘણી પસંદ કરી છે. દેશના રસ્તા પર અનેક લીલા રંગની ફોર્ડ ફીગોને સહેલાયથી જોઇ શકાય છે.

હોન્ડા બ્રાયો

હોન્ડા બ્રાયો

જાપાની કાર નિર્માતા કંપની હોન્ડાએ તાજેતરમાં જ બજારમાં પોતાની પ્રિમિયમ હેચબેક કાર બ્રાયોને રજૂ કરી હતી. કંપનીએ બ્રાયોને લીલા રંગમાં વધારે પ્રદર્શિત કરી છે અને આ કાર પણ ઘણી લોકપ્રિય છે.

ટાટા ઇન્ડિકા ગ્રીન

ટાટા ઇન્ડિકા ગ્રીન

ટાટા મોટર્સે પોતાની હેચબેક કાર ઇન્ડિકાની શ્રેણીમાં ઇ2ઓને લીલા રંગ સાથે બજારમાં ઉતારી હતી, જો કે, તેનો લીલો રંગ એટલો જ જાણીતો થયો નથી.

ગ્રીન મહિન્દ્રા ઇ2ઓ

ગ્રીન મહિન્દ્રા ઇ2ઓ

લીલા રંગનો ઉપયોગ હરિયાળી અને એક સકૂન માટે કરવામાં આવે છે. આ ઉપરાંત હવે લીલા રંગનો પ્રયોગ ઓટોમોબાઇલ વિશ્વમાં સીએનજી અને ઇલેક્ટ્રિક કાર્સ માટે પણ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. મહિન્દ્રાએ તાજેતરમાં જ પોતાની શાનદાર ઇલેક્ટ્રિક કાર ઇ2ઓને લીલા રંગ સાથે બજારમાં ઉતારે છે.

English summary
Colors are very important thing, when it's come for cars. According to a servey, green color cars are becoming popular in car lovers. Check out some popular green cars in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X