For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Monsoon: આપનું મન મોહી લેશે આ અદભુત તસવીરો..

|
Google Oneindia Gujarati News

દેશમાં મોડા તો મોડ પરંતુ મેઘાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળથી લઇને ઉત્તરાખંડ સુધી દેશમાં વરસાદની મૌસમ પૂરજોશમાં જામી છે. આવા સમયે રિમઝિમ વરસાદ વરસતો હોય ત્યારે ઘણા એવા આહલાદ્દક દ્રશ્યો સર્જાતા હોય છે જે ખરેખર આપણા મન મોહી લે છે. આ દ્રશ્યોમાં આકાશમાં વાદળો કંઇ એવી રીતે જામ્યા હોય જેમ કે રૂના પૂમડા. અને વરસાદ પડે આખી ધરતી પરના વૃક્ષો ભીંજાઇને નવું રૂપ ધારણ કરી લે ત્યારે દૂરથી એવું લાગે કે જાણે કોઇ ચિત્રકારે ચિત્ર દોર્યું હોય.

સૂરજ આથમતો હોય અને વાદળા તેને ઢાંકતા હોય, અને આખું વાતાવરણ લાલચોળ દેખાય. વરસાદ વરસતો હોય ત્યારે ભીંજાતું યુગલ હોય કે પછી, સફેદ આરસપહાણના તાજમહાલની આસપાસ વિટળાયેલા વાદળો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હોય. આવા ઘણા દ્રશ્યોને અમે આજે તમારા માટે લઇને આવ્યા છીએ. બની શકે કે તમને આ તસવીરો જોઇને ફોટોગ્રાફી કરવાની પ્રેરણા મળે.

જુઓ અદભુત વરસાદી તસવીરો અને કહો Happy Monsoon....

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર

પંજાબના અમૃતસરમાં આવેલું સુવર્ણ મંદિર...

પીળા રંગના દેડકા

પીળા રંગના દેડકા

આ રંગના દેડકા આપણે ત્યાં જવલ્લે જ જોવા મળે છે. વરસાદી પાણીમાં તેઓ એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે.

જોગ ધોધ

જોગ ધોધ

કર્ણાટકામાં આવેલ જોગ ધોધ ભારે વરસાદના કારણે સુંદર દેખાઇ રહ્યો છે.

તાજ મહાલ

તાજ મહાલ

આગરા, દિલ્હીમાં આવેલ મુમતાજ મહાલની આજુબાજુમાં વાદળો સુંદર દ્રશ્યો રચી રહ્યા છે.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં સીએસટી પાસે મહિલાઓ વરસાદથી બચવા માટે છતરીનો ઉપયોગ કરી રહી છે.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં વરસાદના કારણે ગાંડોતૂર બનેલો અરબી સમુદ્ર..

મુંબઇ લોકલ

મુંબઇ લોકલ

વરસાદમાં મુંબઇ લોકલ પટરીઓના સહારે ચાલતા મુસાફરો...

પાલમપુર, હિમાચલ પ્રદેશ

પાલમપુર, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના પાલમપુરમાં એક ખેડૂત ખેતર ખેડી રહ્યો છે.

માછીમારો

માછીમારો

ભારે વરસાદમાં માછીમારો પોતાની બોટને સંભાળવાની કોશીશ કરી રહ્યા છે.

English summary
Happy Monsoon: see the lovely photographs of this monsoon. A beautiful snaps of Tajmahal, Golden temple etc. take tour...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X