For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇવે પર કેવી રીતે કરશો ડ્રાઇવિંગ, જાણો આ ખાસ ટિપ્સ

By Super
|
Google Oneindia Gujarati News

આપણામાંથી ઘણા એવા લોકો હશે કે જેઓ પોતાના વ્હીકલ્સમાં અથવા તો ડ્રાઇવિંગ કરીને લાંબી યાત્રા કરવાનું પસંદ કરતા હશે. તેમાં એક અલગ રોમાંચ છે અને પોતાનું વાહન લઇને ગયા હોઇએ એટલે આપણે જે સ્થળો જોવા છે, તે ઉપરાંત રસ્તામાં આવતા અન્ય સ્થળોની મુલાકાત લઇ શકીએ છીએ અને ત્યાની ખાસિયત જાણી અને માણી શકીએ છીએ.

તાજેતરમાં અમે તેમને હિલામાયની રોડ યાત્રા કરાવી હતી. આ વખતે અમે બેંગ્લોરથી પોન્ડેચરીની રોડ યાત્રા કરાવી રહ્યાં છીએ. જેમાં અમે તમને હાઇવે ડ્રાઇવિંગ અંગે આછેરી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. બની શકે તમે પણ ક્યાંક આ રીતે ડ્રાઇવિંગ કરીને જાઓ અથવા તો તમે પણ પોંડેચરીની યાત્રા તમારા પોતાના વાહનમાં માણો તો આ ટિપ્સ તમારા માટે કારગર સાબિત થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી હાઇવે ડ્રાઇવિંગ ટિપ્સ અંગે જાણીએ.

હાઇવે ડ્રાઇવિંગ ટિપ્સ

હાઇવે ડ્રાઇવિંગ ટિપ્સ

હાઇવે ડ્રાઇવિંગ ટિપ્સ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો. અહીં અમે બે મિત્રો દ્વારા કરવામા આવેલી યાત્રા થકી તમને ડ્રાઇવિંગ ટિપ્સ આપી રહ્યાં છીએ. જેમાં એક સિદ્ધાર્થ અને અન્ય જેમ્સ છે.

હાઇવે પર યોગ્ય ગતિએ વાહન ચલાવવું

હાઇવે પર યોગ્ય ગતિએ વાહન ચલાવવું

સિદ્ધાર્થ અને જેમ્સે પોન્ડેચરી જવાની યાત્રા શરૂ કરી. હાઇવે પર ચઢવા માટે એક તરફ જ્યાં સિદ્ધાર્થે સર્વિસ રોડની મદદ લીધી જ્યારે બીજી તરફ જેમ્સ વિચારી રહ્યો હતો કે ટ્રાફિકમાં ધીમી ગતિએ આગળ વધીને હાઇવે તરફ જવું જોઇતું. હાઇવે પર ધીમી ગતિએ વાહન ચલાવવું સુરક્ષિત મનાય છે, પરંતુ જરૂરિયાત કરતા વધારે ધમી ગતિથી જો વાહન ચલાવવામાં આવે તો પાછળથી આવતા વાહન દ્વારા અકસ્માત સર્જવામાં આવે તેની શક્યતાઓ રહે છે.

હાઇવે પર અવરોધ

હાઇવે પર અવરોધ

સામાન્ય રીતે ભારતમાં આપણને આ બધી જ જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને હાઇવે પર વધારે કારણ કે આસપાસના વિસ્તારમાંથી ગાય અથવા ભેંસ અવાર નવાર હાઇવે પર ચઢી આવે છે, અથવા તો તેમના રખેવાળ તેને લઇને નિકળ્યા હોય છે. તેવામાં સુરક્ષિત ડ્રાઇવિંગ કરીને તમારા વાહનને બહાર કાઢી લેવું. સિદ્ધાર્થ અને જેમ્સને પણ રસ્તામાં આવો અનુભવ થયો હતો, પરંતુ થોડોક સમય માટે શાંતિ જાળવી તેમણે ભેંસના ટોળાને પસાર થઇ જવા દીધું અન બાદમાં પોતાની મંજીલ તરફ આગળ વધ્યા.

પાછળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાવું જરૂરી

પાછળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાવું જરૂરી

સિદ્ધાર્થ અને જેમ્સે અંદાજે બેંગ્લોરથી 70 કિ.મીનું અંતર કાપી લીધું હતું. સિદ્ધાર્થે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવ્યું અને કોફીની મજા માળી. બાદમાં જેમ્સે ડ્રાઇવિંગ સીટ સંભાળી. જેમ્સે ડ્રાઇવિંગ સીટ સંભાળતાની સાથે જ રિયર વિઝનમાં અવરોધ આવતી વસ્તુઓને દૂર કરી જેથી તેના વાહનની પાછળનું દ્રશ્ય તે સ્પષ્ટ રીતે જોઇ શકે. ત્યારબાદ જેમ્સે કહ્યું કે હવે 80 કિ.મી પ્રતિ કલાકની ગતિએ અમુક કિ.મીનું અંતર આપણે કાપી લઇએ. એ સમયે તેમની ડાબી સાઇડ એક ટ્રક જઇ રહ્યો હતો.

સાઇડ કાપતી વખતે ડીપર મારવા

સાઇડ કાપતી વખતે ડીપર મારવા

ટ્રકની સાઇડ કાપતી વખતે જેમ્સે સિદ્ધાર્થને પૂછ્યું કે તું જ્યારે સાઇડ કાપે છે, ત્યારે ડીપર લાઇટ મારે છે કે નહીં. સિદ્ધાર્થનો જવાબ ના હતો. ત્યારે જેમ્સે સમજાવ્યું કે, ઓવરટેક કરતી વખતે ડીપર મારવી જોઇએ કારણ કે, બસ અને ટ્રકે જેવા ભારે વાહનો વધારે અવાજ કરતા હોય છે, તેવામાં બની શકે છેકે તેમને આપણા વાહનનો હોર્ન ના પણ સંભળાય.

શાઇન બોર્ડ પર ધ્યાન આપવું

શાઇન બોર્ડ પર ધ્યાન આપવું

જ્યારે તમે હાઇવે પર જતા હોવ ત્યારે સ્વાભાવિક છેકે હાઇવે પર સ્પીડબ્રેકર્સ શહેર કરતા સૌથી ઓછા હોય છે, તેમ છતાં ડ્રાઇવિંગ કરતી વખતે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું કે હાઇવે પર લગાવવામાં આવેલા શાઇન બોર્ડમાં કયા પ્રકારનું નિશાન બનાવાયું છે, જેથી વાહન ચલાવતી વખતે કોઇ અવરોધ અથવા હાનિ ના થાય. જેમ્સની વાત કરીએ તો તે સ્પીડબ્રેકરનું શાઇન જોવાનું ભુલી ગયો હતો. જેના કારણે તેનું વાહન 80ની સ્પીડે સ્પીડબ્રેકર કૂદી ગયું અને તેમાં થોડુંક ડેમેજ થયું હતું.

ગીયરની સ્થિતિ બદલવી

ગીયરની સ્થિતિ બદલવી

જેમ્સ અને સિદ્ધાર્થ પોતાના માર્ગ પર આગળ વધ્યા. સિદ્ધાર્થે નોટિસ કર્યું કે, જેમ્સ જ્યારે પણ કોઇ વાહનની ઓવરટેક કરતો ત્યારે ગીયરની સ્થિતિને બદલતો હતો, તેથી સિદ્ધાર્થે જેમ્સને પૂછ્યું કે આમ કરવું જરૂરી છે. તો જેમ્સે જણાવ્યું કે, હાઇવે પર આ રીતે ગીયર બદલવાથી એવરેજમાં કોઇ ફેર પડતો નથી. ઉલતું આપણે સહેલાયથી ઓવરટેક કરી શકીએ છીએ અને ટ્રાફિક થતો નથી. તેમની આગળ એક કાર જઇ રહી હતી, જે ઓવરટેક સમયે તેમાં ગીયરની સ્થિતિ બદલવામાં આવી નહોતી તેથી તેની પાછળ ટ્રાફિક જમા થઇ ગયો હતો.

તમારા વાહન અને આગળના વાહન વચ્ચે અંતર

તમારા વાહન અને આગળના વાહન વચ્ચે અંતર

જેમ્સ એક સારો ડ્રાઇવર હતો તેથી સિદ્ધાર્થે તેની પાસેથી કંઇક શીખવાની ઇચ્છા જાગી. તેણે માર્ક કર્યું કે, જેમ્સ ગીયર બદલતી વખતે ગીયર તરફ જોતો નહોતો તેમજ તે જ્યારે પણ લેન ચેન્જ કરતો ત્યારે ઇન્ડિકેટરનો ઉપયોગ કરતો. તેમજ પોતાના વાહન અને અન્ય વાહન વચ્ચે ચાર કાર જેટલું અંતર રાખતો હતો.

હાઇવે પર ટ્રાફિક

હાઇવે પર ટ્રાફિક

તેમણે હોટલ પર ભોજન લીધા બાદ ફરી આગળની યાત્રા શરૂ કરી હવે પછીની 100 કિ.મીની યાત્રા રાત્રીના સમયમાં પસાર કરવાની હતી. હેવી ટ્રક અને ટ્રાફિક હોવાના કારણે ઓવરટેક કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તેમને ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું, જોકે જેમ્સ હોર્નનો એટલો ઉપયોગ કરી રહ્યો નહોતો, જેટલો અન્ય વાહન ચાલક ઉપયોગ કરી રહ્યા હતા. તેમજ આગળ વધવામાં ઉતાવળ પણ નહોતો કરી રહ્યો. ક્યારેક આવા સમયે સ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઇએ કે હાઇવે પર પણ ક્યારેક ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

લાઇટ શરૂ કરવામાં મોડું નહીં

લાઇટ શરૂ કરવામાં મોડું નહીં

જયારે તમે હાઇવે પર જતા હોવ અને અંધારુ થવા લાગે તો લાઇટને શરૂ કરવામાં મોડું નહીં કરવું જોઇએ, ભારતમાં સામાન્ય રીતે જોવામાં આવ્યું છેકે, જ્યારે સામેનું દ્રશ્ય સંપૂર્ણ પણે દેખાતું બંધ ના થાય ત્યાં સુધી લાઇટ શરૂ કરવામાં આવતી નથી, પરંતુ આમ કરવાથી અકસ્માત થવાનો ભય રહે છે, તેથી જ્યારે પણ થોડુંક અધાંરુ થાય અને વિઝેબિલિટી ઓછી થવા માંડે એટલે લાઇટ શરૂ કરી દેવી જોઇએ.

આખરે પોન્ડેચરી પહોંચ્યા

આખરે પોન્ડેચરી પહોંચ્યા

આખરે જેમ્સ અને સિદ્ધાર્થ પોન્ડેચરી પહોંચી ગયા હતા. સિદ્ધાર્થે હોટલ અંગે માહિતી મેળવી અને બન્ને હોટલમાં ગયા. જ્યાં સિદ્ધાર્થે જેમ્સને કહ્યું કે, તારું ડ્રાઇવિંગ મારા કરતા ઘણું અલગ છે અને મને તારી પાસેથી ઘણું જ શીખવા મળ્યું છે. સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે ઘણી બધી બાબતો મને તારી પાસેથી જાણવા મળી હવે જ્યારે હું ડ્રાઇવિંગ કરીશ ત્યારે એ વસ્તુનું જરૂરથી અમલ કરીશ.

English summary
Siddharth and James hadn't met since college. They were both in their mid-thirties now, but had kept in touch and remained good friends the whole time, and were keenly looking forward to their reunion. Siddharth was now an independent marketing consultant while James was doing well as a restaurateur in Sydney, Australia, running a small chain of South Indian restaurants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X