For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 ફ્યુઅલ એફિસિઅન્ટ ડીઝલ કાર્સ, જાણો કોની છે કેટલી એવરેજ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતમાં જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચઢી રહ્યાં છે, તેને જોતા આજે કાર ખરીદનારાઓ સૌથી પહેલા એ કાર પર વધારે પસંદગી ઉતારે છે, જે દેખાવમાં તો સારી હોય જ પરંતુ પોતાના બજેટમાં આવતી હોવી જોઇએ અને સૌથી મહત્વની વાત કે તે સારી એવરેજ આપતી હોવી જોઇએ. કાર કંપનીઓ પર આ વાતને વિશેષ મહત્વ આપી રહી છે અને પોતાની કારની ફ્યુઅલ એફિસિઅન્સી વધારવા પર જોર આપી રહી છે.

વાત કરીએ ડીઝલ કાર્સની તો ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દેશી અને વિદેશી કાર નિર્માતા કંપનીઓ દ્વારા ડીઝલ કાર્સ લોન્ચ કરવામાં આવી રહી છે અને સમયાંતરે જે કારનું પેટ્રોલ વર્ઝન લોન્ચ કરાય છે તેનું ડીઝલ વર્ઝન પણ કંપનીઓ લોન્ચ કરતી હોય છે, જેથી ડીઝલ કાર પ્રેમીઓને પણ પોતાની એ બ્રાન્ડ તરફ આકર્ષિત કરી શકાય. જોકે, દરેક કાર બજેટની સાથે એવરેજના મામલે બધાને પરવળે તેવી હોતી નથી.

આજે અમે અહીં આ યાદીમાં ભારતની ટોપ 10 એવી ડીઝલ કાર્સ લઇને આવ્યા છીએ, જે બજેટની સાથોસાથ એવરેજના મામલે પણ અન્ય કાર્સની સરખામણીએ તમારી પસંદગી પર ખરી ઉતરી શકે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતની ટોપ ટેન ફ્યુઅલ એફિસિન્સીવાળી ડીઝલ્સ કાર્સ અંગે.

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

એન્જીનઃ- 1120 સીસી, 1.1-લિટર 12વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 71.1 બીએચપી, 1750-2500 આરપીએમએ 180.4 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 16.2કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 20.3કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 24.4કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.56-7.41 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 16વી આઇ-ડીટીઇસી ડીઝલ એન્જીન, 3600 આરપીએમએ 98.6 બીએચપી, 1750 આરપીએમએ 200 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 15.2 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 20.8 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 25.8 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.97-7.54 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

શેવરોલે બીટ

શેવરોલે બીટ

એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 57.6 બીએચપી, 1750 આરપીએમએ 150 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 16 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.1 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 25.44 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 4.77-5.99 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

એન્જીનઃ- 1120 સીસી, 1.1-લિટર 12વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 70 બીએચપી, 1500-2750 આરપીએમએ 159.8 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 15.4કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.6કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 24કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.21-6.38 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા ઇન્ડિગો ઇસીએસ એલએસ

ટાટા ઇન્ડિગો ઇસીએસ એલએસ

એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 16વી સીઆર4 ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 69 બીએચપી, 1800-3000 આરપીએમએ 140 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 15.3કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.6કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 25કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.38-5.89 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા ઇન્ડિકા ઇવી2 ઇએલએસ

ટાટા ઇન્ડિકા ઇવી2 ઇએલએસ

એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 16વી સીઆર4 ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 69 બીએચપી, 1800-3000 આરપીએમએ 140 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 15.3 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.3 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 25 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 4.39-4.80 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 74 બીએચપી, 2000 આરપીએમએ 190 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 14.6કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.8કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 23.4કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.78-7.32 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

નિસાન માઇક્રા

નિસાન માઇક્રા

એન્જીનઃ- 1461 સીસી, 1.5-લિટર 8વી ઇન-લાઇન ડીઝલ એન્જીન, આરપીએમ પર 63.1 બીએચપી, 2000 આરપીએમ પર 160 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 14.6 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.5 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 23.08 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.78-7.03 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 74 બીએચપી, 2000 આરપીએમએ 190 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 14.6 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.5 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 22.9 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.45-6.70 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ સુઝુકી રિત્ઝ

મારુતિ સુઝુકી રિત્ઝ

એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમએ 73 બીએચપી, 2000 આરપીએમએ 190 એનએમ ટાર્ક
એવરેજ(શહેર): 14.6 કિ.મી પ્રતિ લિટર
એવરેજ(હાઇવે): 19.3 કિ.મી પ્રતિ લિટર
એઆરઆઇ રેટિંગ: 23.2 કિ.મી પ્રતિ લિટર
કિંમત (ડીઝલ): રૂ. 5.27-6.15 લાખ(એક્સ શોરૂમ દિલ્હી)

English summary
India’s Top 10 fuel efficient diesel cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X