For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેકેનિકની કમાલઃ મર્સીડિઝને બનાવી નાંખી રોલ્સ રોય્સ

By Super
|
Google Oneindia Gujarati News

રોલ્સ રોય્સના માલિક બનવું બધાના ભાગ્યની વાત નથી. તેમજ ક્યારેક જ જ્યારે કોઇ રોયલ પરિવાર આપણી નજીકથી પસાર થાય ત્યારે આપણને રોલ્સ રોય્સની કાર જોવાની તક મળતી હોય છે. કારણ કે બ્રિટિશની આ કંપની દ્વારા માત્ર અમુક રોયલ અને ધનિક પરિવારોને ધ્યાનમાં રાખીને જ આ કાર બનાવવામાં આવે છે. એક સમયે આ કંપની દ્વારા કાર માત્ર રાજા અને ટોચના મહાનુભાવોને આપવામાં આવતી હતી.

અન્ય વૈભવી કાર્સમાં આપવામાં આવતા તમામ ફીચર્સ આ કારમાં સારી રીતે પ્રસ્તૃત કરવામાં આવ્યા હોય છે. અને જે પ્રકારે આ કારનું નામ રોલ્સ રોય્સ છે, તેવી જ રીતે તેમાં આપવામાં આવતી સુવિધા પણ વૈભવી અને રોયલ હોય છે. જોકે, એક મેકેનિકે એક મર્સીડિઝ કારને રોલ્સ રોય્સમાં પરિવર્તિત કરી દીધી હતી.

કાઝાકિસ્તાનના મેકેનિક રુસ્લાન મુકાનોવે મર્સીડિઝ 190 ઇને રોલ્સ રોય્સમાં બદલી નાંખી છે. તેમજ તેણે આ આખા પ્રોજેક્ટની કિંમત 1,81,320 રૂપિયા થઇ હતી. ભારતમાં આ કિંમતમાં તમે એક બ્રાન્ડ ન્યુ કાર પણ ખરીદી શકતા નથી. તો ચાલો તસવીરો થકી જોઇએ આ મર્સીડિઝ કમ રોલ્સ રોય્સને.

અદ્દલ રોલ્સ રોય્સ જેવી

અદ્દલ રોલ્સ રોય્સ જેવી

કઝાકિસ્તાનના રુસ્લાન મુકાનોવે મર્સીડિઝ બેન્ઝમાંથી રોલ્સ રોય્સ બનાવી છે. તેણે જે બનાવી છે, બ્રિટિશ આઇકોન કારને ઘણી જ મળતી આવે છે અને તેણે આ એકદમ ટાઇટ બજેટમાં કરી દેખાડ્યું છે.

દરેક બાબતોનું રખાયું ધ્યાન

દરેક બાબતોનું રખાયું ધ્યાન

પહેલી નજરે તમે આ કારને જુઓ તો એમજ લાગશે કે આ રોલ્સ રોય્સ કાર જ છે, કારણ કે રુસ્લાન દ્વારા તેને એવી રીતે બનાવવામાં આવી છેકે કોઇ કહીં શકે નહીં કે આ તેની કોપી કરેલી કાર છે. રોલ્સ રોય્સની રેપ્લિકા તૈયાર કરવા માટે રુસ્લાને એ તમામ બાબતનું ઝીણવટભર્યું ધ્યાન રાખ્યું હતું જે બ્રિટિશ આઇકોનમાં જોવા મળે છે.

મેડ ઇન કઝાકિસ્તાન રોલ્સ રોય્સનું એન્જીન

મેડ ઇન કઝાકિસ્તાન રોલ્સ રોય્સનું એન્જીન

મેડ ઇન કઝાકિસ્તાન રોલ્સ રોય્સનું એન્જીન એટલું મોટું નથી જેટલું ઓરીજીનલ રોલ્સ રોય્સમાં આપવામાં આવે છે, પરંતુ આ કારમાં મર્સીડિઝ બેન્ઝ દ્વારા વપરાશમાં લેવાતું ફ્રુગલ અને રિલાયેબલ જર્મન એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોતાની કારની ખાસ કાળજી

પોતાની કારની ખાસ કાળજી

રુસ્લાનને ખબર છે કે તેની આ કારની કિંમત ઓરીજીનલ રોલ્સ રોય્સ જેટલી નથી, પરંતુ તેમ છતાં તે આ કારની દેખરેખ એટલી જ શાનદાર રીતે રાખે છે, તે પોતાની આ કારને જરા પણ નુક્સાન થવા દેતો નથી. આપણે પણ તેની પાસેથી શીખવું જોઇએ કે પોતાની કારની કેવી રીતે સંભાળ રાખવી જોઇએ.

તમામ રીતે રોલ્સ રોય્સને મળતી આવે છે આ કાર

તમામ રીતે રોલ્સ રોય્સને મળતી આવે છે આ કાર

મર્સીડિઝ બેન્ઝની આ કારમાં રુસ્લાને એ તમામ ફેરબદલ કર્યા છે, જે રોલ્સ રોય્સમાં જોવા મળે છે, આ કારના દરવાજા પણ રોલ્સ રોય્સ સ્ટાઇલમાં ઓપન થાય છે. જોકે કેબિનમાં જે જગ્યા આપવી જોઇએ તે રોલ્સ રોય્સમાં આપવામાં આવે છે, તેટલી નથી, પંરતુ તેમ છતાં તેણે જેટલી આપી શકાય તેટલી સ્પેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

લાંકડાંમાથી બનેલું સ્ટીયરિંગ

લાંકડાંમાથી બનેલું સ્ટીયરિંગ

આ કારમાં જે સ્ટીયરિંગ વાપરવામાં આવ્યું છે તે એફકે સ્પોર્ટ્સનું છે અને તેને લાંકડાંની સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે. તેનું ડેશબોર્ડ જોઇએ તેટલું આકર્ષક નથી પરંતુ તેમ છતાં તેણે જેટલા બજેટમાં આ કાર બનાવવી પડી છે, તે હિસાબે ડેશબોર્ડ સારું છે.

આ વસ્તું ન હોવી જોઇએ રોલ્સ રોય્સમાં

આ વસ્તું ન હોવી જોઇએ રોલ્સ રોય્સમાં

આ એક માત્ર એવી વસ્તુ છે જે ઓરીજીનલ અને રેપ્લિકા રોલ્સ રોય્સમાં ન હોવી જોઇએ. આ કારમાં જે પ્રકારના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રોલ્સ રોય્સને ભળતા આવતા નથી. જો વધુ ટ્રેડિશનલ વ્હીલ સેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ વધારે અસરકારક લાગત.

આ કારનો લોગો

આ કારનો લોગો

ઓરીજીનલ રોલ્સ રોય્સ લોગોને સ્પીરિટ ઓફ એક્સ્ટેસી કહેવામાં આવે છે, જ્યારે આ કારમાં સોવિએટના ઇગલને મુકવામાં આવ્યું છે, જોકે આ તેની અંગત પસંદગી છે અને ઓરીજીનલ રોલ્સ રોય્સ લોગોની કિંમત પણ વધારે હોય છે.

આ કારને રુસ્લાનને હીરો બનાવી દીધો

આ કારને રુસ્લાનને હીરો બનાવી દીધો

રુસ્લાનની મર્સીડિઝ બેન્ઝમાંથી બનેલી રોલ્સ રોય્સ કારનો ઉપયોગ તેના પરિવારના અનેક લોકો દ્વારા ખાસ પ્રસંગે કરવામાં આવી રહ્યો છે અને આ કારને રુસ્લાનને તેના વિસ્તારનો હીરો બનાવી દીધો છે.

English summary
Owning a Rolls Royce for most is a distant possibility. Sometimes getting to see one in flesh is even tougher. British icon is an exclusive car for an exclusive audience. In earlier times the Rolls Royce would be reserved only for kings and high dignitaries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X