For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઇક્રોમેક્સ લોન્ચ કરશે 5.5 ઇંચનો નવો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

ઝિઓમીના એમઆઇ3ના વેચાણને પગલે માઇક્રોમેક્સની ચિંતા ધીરે-ધીરે વધતી જઇ રહી છે. જેના પગલે માઇક્રોમેક્સ ટૂંક સમયમાં 5.5 ઇંચ નવો કિટકેટ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરશે. કેપેસિટિવ ટચ સ્ક્રીનવાળા માઇક્રોમેક્સ એલમાં કિટકેટ ઓએસની સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

અમે આપને બતાવી દઇએ કે હાલમાં જ માઇક્રોમેક્સને કેનવાસ બીટ નામથી 9999 રૂપિયામાં એંડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં ખાસ પ્રકારે એરસેલ ઓફરોની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

canvas l
માઇક્રોમેક્સ એલમાં 5.5 ઇંચની કેપેસિટિવ આઇપીએસ ટચ સ્ક્રીન આપી છે જે 960x540 પિક્સલ રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે સાથે જ 1.3 ગીગાહર્ટ મીડિયા ટેક ક્વાડ કોર પ્રોસેસર અને 1 જીબી રેમ લાગેલી છે. એંડ્રોઇડના 4.4.2 કિટકેટ ઓએસ પર રન કરનાર એલના કેમેરા ફીચર્સ પર નજર નાખીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો, લિડ ફ્લેશ અને 2 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરો આપવામાં આવેલો છે.

જો આપ ફોનના કનેક્ટિવિટી ફીચર્સ પર નજર નાખો તો એલમાં 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા ફીચર્સ આપને મળી જશે. ફોનની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેમાં માઇક્રો એસડી કાર્ટ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

English summary
Exquisite rumors surrounding the upcoming Mi 3 rival from Micromax has been making rounds in the Indian tech community quite heavily, but in the meantime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X