For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદિરોનું શહેર કહેવાય છે રાજસ્થાનનું રણકપુર

|
Google Oneindia Gujarati News

રણકપુર, રાજસ્થાનના પાલી જિલ્લાનું એક નાનું અમથું ગામ છે. રણકપુર, ઉદયપુર અને જોધપુર વચ્ચે અરવલ્લી પર્વત શ્રેણીની પશ્ચિમ તરફ સ્થિત છે. આ ગામ 15મી સીદના રણકપુર જૈન મંદિર માટે પ્રસિદ્ધ છે. જેનું જૈન અનુયાયીઓની વચ્ચે વિશેષ ધાર્મિક મહત્વ છે. મંદિરની ભવ્યતા તેના શાનદાર ઉંચા થાંભલાઓમાં જોવા મળે છે.

રણકપુર આવતા પ્રવાસીઓ વચ્ચે સૂર્ય ભગવાને સમર્પિત સૂર્ય મંદિર, જેને સૂર્ય નારાયણ મંદિરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, ઘણું લોકપ્રીય છે. મંદિરની દિવાલો ખગોળીય પિંડો, ઘોડાઓ અને યોદ્ધાઓની કોતરણી અહીના મૂળ નિવાસીઓની કળાને દર્શાવે છે, જેને મંદિરની બહુભુજીય દિવાલોનું નિર્માણ કર્યું હતું. આ મંદિરમાં ભગવાન સૂર્યને એક રથ પર સવાર થયેલા પણ જોઇ શકાય છે. રણકપુર આવનારા યાત્રી સદરી હંમેશા જાય છે, જે જૈનોનું એક લોકપ્રીય તીર્થ સ્થળ છે.

આ સ્થળનું એક અન્ય પ્રમુખ આકર્ષણ મુચ્છળ મહાવીર મંદિર છે, જે હિન્દુ ભગવાન શિવને સમર્પિત છે. આ ઘનેરાવથી 5 કિ.મીના અંતરે કુંભળગઢ અભ્યારણ્યમાં સ્થિત છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છેકે અહીં હિન્દુ ભગવાન શિવને મૂછો સાથે દર્શાવવામાં આવ્યા છે. ઘનેરાવ ગામમાં અનેક હિન્દુ મંદિર છે. ક્ષેત્રમાં જોવા મળતા 11 જૈન મંદિરોમાંથી મુચ્છળ મહાવીર મંદિર અને ગજાનંદ મંદિર સૌથી વધારે લોકપ્રીય છે.

રણકપુરથી 6 કિ.મી દૂર સ્થિત, નરલાઇ ગામ પણ અનેક હિન્દુ અને જૈન મંદિરો માટે જાણીતું છે. મંદિરોની વાસ્તુ કલા અને તેની અંદર મળી આવતા ભિત્તપત્રો પ્રશંસનીય છે. ક્ષેત્રનું અન્ય એક આકર્ષણ કુંભળગઢ નામનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળ પર મેવાડનો કિલ્લો સ્થિત છે, જેની લાંબી દિવાલ ક્ષેત્રમાં દૂર સુધી ફેલાયેલી છે. સમુદ્ર તટથી 1100 કિ.મી ઉંચાઇ પર સ્થિત, આ સ્થળ અરવલ્લી શ્રેણી અને થાર રણની શાનદાર રેતીના ટીળોનું મનમોહક દ્રશ્ય પ્રસ્તૃત કરે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રણકપુરને.

મંદિરનો કલાત્મક ગુંબદ

મંદિરનો કલાત્મક ગુંબદ

રણકપુર જૈન મંદિરનો કલાત્મક ગુંબદ

જૈન તીર્થ

જૈન તીર્થ

રણકપુર સ્થિત જૈન તિર્થ જૈન મંદિર

કોતરણીવાળા થાંભલા

કોતરણીવાળા થાંભલા

રણકપુર જૈન મંદિરના કોતરણીવાળા થાંભલા

સુંદર દિવાલો

સુંદર દિવાલો

રણકપુર જૈન મંદિરોની સુંદર દિવાલો

જૈન મંદિરનો સાઇડ વ્યૂ

જૈન મંદિરનો સાઇડ વ્યૂ

રણકપુર જૈન મંદિરનો સાઇડ વ્યૂ

સુંદર મંદિર

સુંદર મંદિર

રણકપુર જૈન મંદિરની સુંદર તસવીર

લોકપ્રીય મંદિર

લોકપ્રીય મંદિર

જૈનોનું લોકપ્રીય રણકપુર જૈન મંદિર

લોકપ્રીય મંદિર

લોકપ્રીય મંદિર

જૈનોનું લોકપ્રીય રણકપુર જૈન મંદિર

English summary
Ranakpur is a small village in the Pali district of Rajasthan. Located on the western side of the Aravalli Range, Ranakpur rests midway between Udaipur and Jodhpur. This village is famous for the 15th century Ranakpur Jain Temple, which hold immense religious significance for the Jains. The grandeur of the temple is reflected in its magnificent high pillars. The backdrop of endless desert and the beauty of the temples are mesmerising.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X