For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલો કરીએ હિમાલયની રોમાંચક રોડ યાત્રા

|
Google Oneindia Gujarati News

મહાન હિમાલય ક્યારેક એક મોટો સમુદ્ર હતો. આજે તે વિશ્વની સૌથી મોટી પર્વતમાળાઓમાં સામેલ છે. વિશ્વભરની જાણીતી પર્વતમાળાઓ રોમાંચના દીવાનાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેમને જેટલી આશા હોય છે તેના કરતા વધારે તે ત્યાંથી મેળવીને જાય છે.

ત્યારે અનેક લોકોને મુંઝવતો એક પ્રશ્ન એ હોય છેકે ત્યાં જવું કેવી રીતે. ત્યાં જવા માટે કયો માર્ગ અપનાવવો પડે. ત્યાં જવા માટે કોય યોગ્ય સમય છે અને ત્યાં જવા માટે કયો સામાન સાથે લઇને જવો પડે. આજે અમે તમને રોડ થકી સ્પીતિ ઘાટીથી લઇને લેહ સુધીની યાત્રા કરાવી રહ્યાં છીએ.

રોમાંચથી ભરેલી આ પર્વતમાળા પર જવાનો સૌથી શ્રેષ્ઠ સમય જૂનથી સપ્ટેમ્બરની વચ્ચેનો માનવામાં આવે છે. લેહ સુધી જવા માટે અનેક રસ્તાઓ મળી રહેશે. અમે તમને સ્પીતિ ઘાટીથી લઇને જઇશું. તો ચાલો તસવીરો થકી જાણીએ અને માણીએ આ રોચક રોડ યાત્રાને.

રોચક રોડ યાત્રા

રોચક રોડ યાત્રા

હિમાલયની રોચક રોડ યાત્રા અંગે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

યાત્રા ક્યાંથી શરૂ કરવી

યાત્રા ક્યાંથી શરૂ કરવી

સૌથી પહેલી વાત યાત્રા ક્યાંથી શરૂ કરવી. તો યાત્રા શરૂ કરવા માટે સૌથી સારું સ્થળ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા રહેશે. આ હિલ સ્ટેશન સમુદ્ર તલથી 2200 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ સ્થળ ખરા અર્થમાં માત્ર 10 હજાર લોકોના રહેવા માટે બનાવવામાં આવ્યું હતું. અત્યારે ત્યાં અંદાજે બે લાખ કરતા વધારે લોકો રહે છે.

સાંગલા સુધી સારી યાત્રા કરો

સાંગલા સુધી સારી યાત્રા કરો

બીજા દિવસે સાંગલા સુધી સારી યાત્રા કરો. જે હિમાચલના કિન્નૂર જિલ્લામાં સ્થિત છે. આ યાત્રા મુખ્ય ભારત-તિબેટ હાઇવે થઇને જાય છે અને સાઇંજથી રસ્તો જલોરી પાસે કપાય જાય છે. આ સ્થળ સમુદ્ર તલથી 3120 મીટરની ઉંચાઇએ સ્થિત છે. રસ્તાં ઘણા સાંકળા છે અને ખીણની ચડાઇ છે. ઉંચાઇ પર પહોંચ્યા પછી અનેક દુકાનો પર સારી ચા અને ભોજન મળી જાય છે. સામાન્ય રીતે અહીં ખાવા માટે મેગી નૂડલ્સ અને રાજમા ચાવલ મળી જાય છે.

અનેક સ્થળો પર મળી જશે રિફ્રેશમેન્ટની વસ્તુઓ

અનેક સ્થળો પર મળી જશે રિફ્રેશમેન્ટની વસ્તુઓ

સાંકળા અને લપસી પડાય તેવા રસ્તાઓમાં કેટલાક સ્થળો પર રિફ્રેશમેન્ટની વસ્તુઓ મળી જાય છે. ઉપર જતો રસ્તો ઘણો જ સુંદર છે. ઉંચાઇ પર પહોંચ્યા બાદ નીચે ઉતરવાનો માર્ગ પણ સાંકળો અને ઢાળ વાળો છે. આ રસ્તો સતલુજ નદીની સાથે આગળ વધતા મુખ્ય હાઇવે પર લઇ આવે છે. આગળ સાંગલા સુધીની રસ્તો ફરી એકવાર સાંકળો છે, પરંતુ નજારાઓ એવા છેકે તમે બસ તેને જોતા જ રહી જશો.

સાંગલામાં રોકાવા માટે કેમ્પ અને હોટલ્સ મળી જશે

સાંગલામાં રોકાવા માટે કેમ્પ અને હોટલ્સ મળી જશે

સાંગલા પહોંચ્યા બાદ ત્યાં રોકાણ કરવા માટે કેમ્પ અને હોટલ્સ મળી જશે.

એક રોમાંચક કસબા રેકોંગ પિયો

એક રોમાંચક કસબા રેકોંગ પિયો

ત્રીજા દિવસે તમે ઉભા રસ્તે સાંગલાથી એક રોમાંચક કસબા રેકોંગ પિયો અને ઇંટો પિયો પહોંચશો. જે સમુદ્ર તલથી 3600 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તે પોતાની ઝીલ માટે પ્રસિદ્ધ છે અને અહીં સાચો આનંદ લેવા માટે કેમ્પમાં રોકાવાની સલાહ આપવામાં આવે છે.

નૈકો જવા માટે બ્રીજનો ઉપયોગ

નૈકો જવા માટે બ્રીજનો ઉપયોગ

નૈકો જવા માટે તમારે એક બ્રીજ પરથી પસાર થવું પડે છે. આ બ્રીજ જે સ્થળ પર છે, તેનું નામ ખાબ રાખવામાં આવ્યું છે. આ સ્થળ સલતુજ અને સ્પીતિ નદીનું સંગમ સ્થળ છે. આ સ્થળ તિબેટથી ઘણું જ નજીક છે. અહીંથી સતલુજના કિનારે-કિનારે તમે 18 કિ.મી. આગળ વધતા તિબેટ પહોંચી શકો છો. સમુદ્ર તલથી 6800 મીટર ઉંચે ચટ્ટાણ પર રિયો પુરગિલ અહીંથી સ્પષ્ટ જોઇ શકાય છે.

ચોથા દિવસે ટૈબો તરફ પ્રયાણ

ચોથા દિવસે ટૈબો તરફ પ્રયાણ

ચોથા દિવસે નાસ્તો કર્યા બાદ ફરી એકવાર ઢાળવાળો માર્ગ આવે છે, આજે અમારું રહેઠાણ કાજા, સ્પીતિ ઘાટીની વચ્ચે પડે છે, એ છે. રસ્તો ઘૂળોથી ભરેલો અને ડામર તૂટેલી છે. આ માર્ગ પર જાણીતું ટૈબો મોનેસ્ટ્રી અને ઘનકર મોનેસ્ટ્રી પડે છે. બપોરે ભોજન કરવા માટે ટૈબો સારું સ્થળ છે. મોનેસ્ટ્રીના દરવાજા પર કેટલીક દુકાનો છે, જ્યાંથી તમે રિફ્રેશમેન્ટની વસ્તુઓ લઇ શકો છો. આ સ્થળે જર્મન બેકરી પણ છે.

જાણીતી ઘનકર મોનેસ્ટ્રી

જાણીતી ઘનકર મોનેસ્ટ્રી

આ રસ્તા પર નીચે ઉતરતી વખતે જમણી બાજુ જાણીતી ઘનકર મોનેસ્ટ્રી છે. જે સમુદ્ર તલથી 3894 મીટર ઉંચે છે. ખરા અર્થમાં આ સ્થળ 17મી સદીમાં સ્પીતિ વેલી સામ્રાજ્યની રાજધાની હતું.

બૌદ્ધ ધર્મના પ્રભાવની અનુભૂતિ

બૌદ્ધ ધર્મના પ્રભાવની અનુભૂતિ

સ્પીતિ ઘાટીમાં દાખલ થયા બાદ તમને બૌદ્ધ ધર્મના પ્રભાવની અનુભૂતિ થશે. ઘણા જ શાંત બૌદ્ધ ભિક્ષૂકો પોતાના વિનમ્ર સ્વભાવ અને જિંદાદિલી સાથે તમારું સ્વાગત કરે છે. થોડાક સમય બાદ તમે પણ તમને તેમાના એક હોવાનુ અનુભવવા લાગશો. ઘનકર બૌદ્ધ વિહાર સંભવતઃ એ સ્થળ છે, જ્યાં દલાઇલ લામા આવનારા સમયમાં ત્યાં રોકાણ કરી શકે છે.

રાત્રી રોકાણ કાજામાં

રાત્રી રોકાણ કાજામાં

એ રાત્રે તમે કાજા પહોચો છો. અહીં રાત્રી રોકાણ માટે અનેક હોટલ્સ છે. કાજા હાલના સમયે સ્પીતિનું હેડક્વાર્ટર છે અને અહી વિશ્વનો સૌથી ઉંચો પેટ્રોલ પમ્પ આવેલો છે, જે સમુદ્ર તલથી 3650 મીટરની ઉંચાઇએ છે.

પાંચમા દિવસે કેલાંગ ખાતે મુકામ

પાંચમા દિવસે કેલાંગ ખાતે મુકામ

પાંચમા દિવસે તમારે ઝડપથી નિકળવું પડશે. આ ઘણો જ થકાવનારો અને લાંબો દિવસ હોઇ શકે છે. આજે આપણી મંજીલ છે કેલાંગ, દિવસની શરુઆત કપરા વિસ્તારથી થાય છે, જે આગળ જતા વધારે કપરો બનવાનો છે. આ રસ્તે આપણે અનેક નદીઓને પાર કરવી પડશે. જે મુખ્યત્વે ચટ્ટાણોથી પીગળીને આવેલા બરફથી તૈયાર થયેલી છે.

સૌથી પહેલા કુંજુમ લા પાર કરવું પડશે

સૌથી પહેલા કુંજુમ લા પાર કરવું પડશે

સૌથી પહેલા આપણે શાનદાર કુંજુમ લા પાર કરવું પડશે. આ સ્થળ સમુદ્ર તલથી 4551 મીટરની ઉંચાઇએ છે. આ મુખ્ય હાવે છે અને ત્યાં અનેક ધાર્મિક સ્થળો છે. ઉપર ચોટી પર એક નાનું અમથુ બૌદ્ધ ભિક્ષૂ વિહાર છે, જેને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. પરત આવતા લોકોને આ પવિત્ર સ્થળ પર જવાની સલાહ આપવામાં આવે છે.

આ મંદિરની ખાસ વાત છે, તેમાં રાખવામાં આવેલા ચુંબકિય પથ્થર, જેની લોકો પૂજા કરે છે. લોકોનું માનવું છેકે પૂજા સમાપ્ત થયા બાદ આ પથ્થર પર એક સિક્કો ચોંટાડવાનો પ્રયાસ કરવો જોઇએ. એવું માનવામાં આવે છે, નેક દિલ માનવનો સિક્કો આ પથ્થર પર ચોંટી જાય છે.
ફરી એકવાર કેલાંગની યાત્રા

ફરી એકવાર કેલાંગની યાત્રા

પૂજા સમાપ્ત કર્યા બાદ કેલાંગ તરફની યાત્રા ફરી એકવાર શરૂ થાય છે. આ સફર દરમિયાન તમારે ખાવા-પીવાના સામાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે, અહીં રસ્તામાં રોકાવા માટે કોઇ સ્થળ નથી. આ રસ્તો ઉંચા રણ પ્રદેશ સમાન છે. જોકે, કેલાંગ સુધીનો 150 કિ.મી.નો માર્ગ ડામરનો બનેલો છે.

ટાંડિમાં ઇધણ પૂરાવી લો

ટાંડિમાં ઇધણ પૂરાવી લો

કેલાંગમાં પ્રવેશ કરતા પહેલા, ટાંડિમાં તમે તમારા વાહનમાં ઇંઘણ પૂરાવી લો. લેહ પહોંચો ત્યાં સુધીમાં આ એકમાત્ર પેટ્રોલ પમ્પ છે. કેલાંગ એક નાનુ પણ સુંદર ગામ છે. અહીં વિદેશી પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે.

છઠ્ઠા દિવસે સારચૂની મુલાકાત

છઠ્ઠા દિવસે સારચૂની મુલાકાત

છઠ્ઠા દિવસે તમે તમારી યાત્રાને આરામથી શરૂ કરી શકો છો. આજે આપણું ગંતવ્ય છે સારચૂ. આજે આપણે હિમાચલ પ્રદેશના સૌથી ઉંચા માઉન્ટેન પાસેથી પસાર થઇશું. સમુદ્ર તલથી 4950 મીટરની ઉંચાઇએ અહીં પાકો રસ્તો છે. એની પાછળનું કારણ એ છેકે આ રસ્તાનો ઉપયોગ ભારતીય સેના દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે.

જિંગજિંગબાર રિફ્રેશમેન્ટ માટે સારું સ્થળ

જિંગજિંગબાર રિફ્રેશમેન્ટ માટે સારું સ્થળ

આ પાસને પાર કરતા પહેલા જિંગજિંગબાર રિફ્રેશમેન્ટ માટે એક સારું સ્થળ છે. ત્યાં તમને ફ્રેશ થવા માટે ચા અને મેગી પણ મળી જાય છે.

આ રસ્તો સીધો સારચૂ લઇ જાય છે

આ રસ્તો સીધો સારચૂ લઇ જાય છે

પાસ નજીકની બીજી તરફ જ્યાં રસ્તો છે તે સીધો સારચૂ લઇ જાય છે. આ સ્થળ સમુદ્ર તલથી 4300 મીટર ઉંચે છે. આ યાત્રામાં રાત્ર વિતાવવા માટે આ સૌથી ઉંચુ સ્થળ છે. અહીં કોઇ હોટલ નથી અને ટેંટ જ એકમાત્ર વિકલ્પ છે.

રાત્રી રોકાણ બાદ જમ્મૂમાં પ્રવેશ

રાત્રી રોકાણ બાદ જમ્મૂમાં પ્રવેશ

એક ઠંડી રાત વિતાવ્યા બાદ અમુક કિ.મી. આગળ વધ્યા બાદ તમે જમ્મૂમાં પ્રવેશ કરો છો. યાત્રા એ જ માર્ગે આગળ વધે છે. આ દરમિયાન તમે વધુ વોટર ક્રોસિંગ અને પર્વતોને પાર કરો છો. ત્યાર બાદ તમે લાચુંગ લા અને નકીલા પહોંચી જાઓ છો. ત્યારબાદ તમે મેદાનવાળા વિસ્તારમાં દાખલ થાઓ છો. સમુદ્ર તલથી તે 4000 મીટર ઉંચે છે. આ યાત્રા 40 કિ.મી સુધી ચાલે છે.

તંગલંગ તરફ ચઢાણ

તંગલંગ તરફ ચઢાણ

મેદાનવાળા વિસ્તારને પાર કર્યા બાદ તમે તંગલંગ લા તરફ આગળ વધો છો. આ વિશ્વનો બીજો સૌથી ઉંચો પાસ છે. આ પાસનો સૌથી ઉંચો પોઇન્ટ સમુદ્ર તલથી 5328 મીટર ઉંચો છે. ઉંચા-નીચા રસ્તાની હાલત કફોળી છે. તેના પાર કર્યા બાદ લેહ સુધી શાનદાર રસ્તો છે.

એક ઉર્જાવાન સ્થળ

એક ઉર્જાવાન સ્થળ

આટલી મુશ્કેલીઓ બાદ લેગમાં તમારામાં કોઇ મૃગતૃષ્ણાની અનુભૂતિ થાય છે. આ એક નાનું અને ઉર્જાવાન સ્થળ છે અને અહીં સેનાની હાજરી શંકા પેદા કરે છે. આ મુખ્ય રીતે સેનાનું શહેર છે. આ શહેરની આવકનો 80 ટકા ભાગ સેના ઉપર નિર્ભર કરે છે.

અહીં અનેક વૈભવી અને સામાન્ય હોટલ્સ

અહીં અનેક વૈભવી અને સામાન્ય હોટલ્સ

આ સ્થળે અનેક વૈભવી અને સામાન્ય હોટલ્સ મળી આવે છે. અહીંના સ્થાનિક લોકો પ્રવાસીઓનું ઉષ્માભેર સ્વાગત કરે છે. લાંબી યાત્રા બાદ આરામ કરવો જરૂરી છે. હેમીજ ગોમ્ફા અને લેહ મહલ જઇને તમે આ સ્થળના ઇતિહાસ અને ધર્મ અંગે સારી માહિતી એકઠી કરી શકો છો. આ સ્થળ સમુદ્ર તલથી 3500 મીટરની ઉંચાએ સ્થિત છે.

સૌથી ઉંચા મોટર પાસ તરફ યાત્રા

સૌથી ઉંચા મોટર પાસ તરફ યાત્રા

આરામ કર્યા બાદ વિશ્વના સૌથી ઉંચા મોટર પાસની યાત્રા પર નિકળી જાઓ. ખરડુંગ લા. આ સ્થળ સમુદ્ર તલથી 5602 મીટરની ઉંચાઇએ છે. સેનાને આવન-જાવન માટે આ સામાન્ય રસ્તો છે. ઉપર જતી વખતે રસ્તો સાંકળો અને તુટેલો છે. અહીં વાહન ચલાવતી વખતે ઘણી સાવધાની રાખવી પડે છે. ખાસ કરીને જો તમે આ પ્રકારના રસ્તા પર વાહન ચલાવવાના આદી ના હોવ તો.

જીપ અથવા એસયુવીનો ઉપયોગ કરો

જીપ અથવા એસયુવીનો ઉપયોગ કરો

આમાના મોટાભાગના રસ્તાઓની યાત્રા કરવા માટે જીપ અથવા એક એસયુવીની જરૂર રહેશ. જરૂરી નથી કે તે 4X4 હોય. નદી પાર કરતી વખતે નાની કારમાં મુશ્કેલીની અનુભૂતિ થાય છે અને કદાચ તમારું વાહન ક્ષતિગ્રસ્ત પણ થઇ શકે છે. ટૂ વ્હીલર સારા રહેશે કારણ કે તે નાના છે અને કોઇપણ રસ્તામાં તે સહેલાયથી નિકળી શકે છે.

ઓટોમોબાઇલની જાણકારી હોવી જરૂરી

ઓટોમોબાઇલની જાણકારી હોવી જરૂરી

આ યાત્રામાં અનેક સ્થળ એવા છે જે એકદમ નિર્જન છે, તેથી તમને ઓટોમોબાઇલની અમુક સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ટાયર ટ્યૂબ, અતિરિક્ત સ્પાર્ક પ્લગ અને હેડલાઇઠ બલ્બ સાથે લઇને ચાલવું જરૂરી છે. આ સાથે જ એક અતિરિક્ત વ્હીલ અને વ્હીલ ખોલવાનો સામાન પણ સાથે રાખો. જ્યારે પણ હિમાલયની ટ્રીપ પર નિકળો તો એક વાતને યાદ રાખવી જોઇએ કે પ્રકૃતિ સર્વશક્તિશાળી છે અને તેનું સન્માન કરવું જોઇએ.

English summary
The mighty Himalayas, once the Tethys sea, is one of the biggest mountain ranges in the world. The world famous mountain range attracts many who wander looking for adventure, and makes sure it gives it to them with a little extra dose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X