For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય લગ્નોમાં કંઇક આવું હોય છે મહેંદી મહત્વ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતીય લગ્નોમાં 'મહેંદીની રાત' લગ્ન પહેલાંની સૌથી મહત્વપૂર્ણ વિધિમાંથી એક છે. આ ફક્ત લગ્ન પહેલાંની એક રસપ્રદ વિધિ જ નથી પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું ઉડું છે.

પારંપારિક રિવાજ: લગ્ન પહેલાં વર તથા કન્યાને મહેંદી લગાવવી, ભારતની સૌથી જૂની પરંપરાઓમાંથી એક એક છે. જો કે આ વિધિમાં કન્યાના હાથ તથા પગ પર મહેંદીની વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે. જ્યારે વરને, શકુનના રૂપમાં મહેંદીનો એક નાનો ટીકો લગાવવામાં આવે છે.

શા માટે ભારતીય લગ્નોમાં હોય છે સગાઇનું મહત્વ?

આનું અનુસરણ લગ્નની એક પરંપરાના રૂપમાં, ભારતના ઘણા ભાગમાં તથા સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશોમાં કરવામાં આવે છે. મુસલમાનો વચ્ચે પણ મહેંદી ઘણી લોકપ્રિય છે. ઇસ્લામી સાહિત્યના અનુસાર, પૈગંબર મોહમંદ પોતાની દાઢીને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરતા હતા તથા તેના ઉપયોગ બિમારોની સારવારમાં કરતા હતા. આ દરમિયાન મહેંદીની વિધિને ભારતીય ઉપમહાદ્રિપ તથા ઘણા અરબી દેશોમાં લગ્ન પહેલાંની એક મહત્વપૂર્ણ વિધિના રૂપમાં માનવામાં આવે છે.

મહેંદીનું મહત્વ

મહેંદીનું મહત્વ

મહેંદી લગ્નના બંધનનું પ્રતિક છે અને એટલા માટે એક 'શગુન' ગણવામાં આવે છે. આ દંપતિ તથા તેમના પરિવારો વચ્ચે પ્રેમ તથા સ્નેહનું પ્રતિક છે.

અહીં આ પરંપરાઓ સાથે જોડાયેલી કેટલીક પ્રચલિત માન્યતાઓ છે:

અહીં આ પરંપરાઓ સાથે જોડાયેલી કેટલીક પ્રચલિત માન્યતાઓ છે:

1- કન્યાના હાથોની મહેંદીનો ઘાટ્ટો રંગ કપલ્સ વચ્ચે અતૂટ પ્રેમને વ્યક્ત કરે છે.
2- મહેંદીનો ગાઢ રંગ કન્યા તથા તેની સાસુ વચ્ચે પ્રેમ તથા સમજણને દર્શાવે છે.
3- મહેંદીને પ્રજનન ક્ષમતાનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ પણ ગણવામાં આવે છે.
4- જેટલા દિવસો સુધી નવવધૂના હાથ પર મહેંદીનો રંગ લાગેલો રહે છે, તેને નવવધૂ માટે એટલું જ શુભ ગણવામાં આવે છે.

ઔષધિય ગુણો માટે પણ ઓળખાય છે

ઔષધિય ગુણો માટે પણ ઓળખાય છે

તેની શીતળતા તણાવ, માથાના દુખાવો અને તાવમાંથી રાહત આપે છે. નખને વધારવામાં પણ મહેંદી ખૂબ લાભકારી જડીબુટ્ટી છે. અત: લગ્નના તણાવથી રાહત મેળવવા માટે વર તથા કન્યાને મહેંદી લગાવવામાં આવે છે. આ લગ્ન પહેલાં થનાર કોઇપણ સંભવિત રોગથી બચાવે છે.

મહેંદીની વિધિ

મહેંદીની વિધિ

મહેંદીની વિધિત એકદમ રંગીન, સુરમય તથા ધૂમ ધડાકાથી ભરેલી હોય છે. વિધિ દરમિયાન વિભિન્ન પરિવારોની વિભિન્ન પ્રથાઓ હોય છે. સામાન્ય રીતે આ રિવાજને લગ્નના એક દિવસ પહેલાં પુરી કરવામાં આવે છે. તથા આ મોટાભાગે 'સંગીત'ના પ્રોગ્રામ સાથે આયોજિત થાય છે. કન્યા તથા પરિવારની અન્ય મહિલાઓના હાથ અને પગ પર મહેંદીની ડિઝાઇન હોય છે. આ બંને પરિવારો માટે મોજમજા માણવાનો, નાચવાનો તથા ખાવા-પીવાનો અવસર છે.

ડિઝાઇનનું આધુનિકરણ

ડિઝાઇનનું આધુનિકરણ

સમયની સાથે-સાથે મહેંદીની પારંપારિક ડિઝાઇન અને વધુ જટિલ તથા સજાવટી થઇ ગઇ છે. હવે મહેંદીની ઘણી ડિઝાઇન છે તથા તેમાં રાજસ્થાની તથા અરબી ડિઝાઇન વધુ લોકપ્રિય છે. હવે મહેંદીને ક્રિસ્ટલ તથા ચમકીની સાથે પણ લગાવવામાં આવે છે. પ્રત્યેક સુંદર ડિઝાઇન ખૂબ જટિલ હોય છે અને ખાસકરીને કન્યા માટે બનાવવામાં આવે છે. હવે આ જટિલ ડિઝાઇન પેટર્ન દુનિયાભરની નવવધૂઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

English summary
One of the most important pre-wedding ceremonies in Indian marriages is the ‘Mehendi ki raat’. It is not only a fun pre-wedding ritual but also has a deep-rooted cultural significance to it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X