વારાણસી આવેલા નરેન્દ્ર મોદી જરૂર વાંચે, IIT, IIMના સૂચન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

[અજય મોહન] ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરી દિધું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું ''મને તો ગંગા મૈયાએ બોલાવ્યો છે.''નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વારાણસી માટે પોતાના સંકલ્પ ગણાવ્યા, જેમાં કેટલીક વાતો સામેલ હતી. નરેન્દ્ર મોદી પર બનારસે જ્યારે આટલો વિશ્વાસ મુક્યો છે, તો તેમને આઈઆઈએમ અને આઈઆઈટીના સૂચન જરૂર વાંચવા જોઇએ.

તાજેતરમાં જ આઈઆઈએમ કોઝીકોડના વારાણસી પર અધ્યયન કર્યું, જેમાં તમામ શહેરી સમસ્યાઓને મુકવામાં આવી છે. આ અધ્યયન બનારસ હિન્દુ યિનિવર્સિટીની સાથે મળીને કરવામાં આવ્યું છે. આ અધ્યયન વિદેશી પર્યટકો અને સ્થાનિકો વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે.

આ પહેલાં આઈઆઈટી કાનપુરે એક રિસર્ચ કર્યું કે જેમાં બનારસમાં બેરોજગારી પર ઉંડી ચિંતા વ્યક્ત કરી. આઈઆઈટીના સર્વે અનુસાર બનારસમાં 73 ટકા લોકો બેરોજગાર છે, 11 ટકા મેન્યુફેક્ચરિંગ ઇંડસ્ટ્રીમાં છે જેમાં વણકરો પણ સામેલ છે, 7 ટકા ટ્રેડ એન્ડ કોમર્સમાં છે, 2 ટકા ટ્રાંસપોર્ટ સેવાઓમાં, 1 ટકા લોકો કૃષિમાં છે અને બાકીના છ ટકા અન્ય વિસ્તારો સાથે જોડાયેલા છે.

આઈઆઈટી કાનપુરની ટીમ અને આઈઆઈએમ-કોઝીકોડના ડૉ. પીવી રાજીવ, પીજે શિજૂ દ્વારા બનારસ માટે સૂચનો તમે તસવીરોની સાથે સ્લાઇડરમાં જોઇ શકો છો.

આઈઆઈએમ કોઝીકોડના સૂચન

આઈઆઈએમ કોઝીકોડના સૂચન

સૌથી પહેલાં આપણે આઈઆઈએમ કોઝીકોડના સચૂન પ્રસ્તુત કરી રહ્યાં છે.

ટ્રેનની સુવિધા

ટ્રેનની સુવિધા

વારાણસીમાં 55 ટકા પર્યટન ટ્રેન દ્વારા આવે છે. જો કે મુખ્ય શહેરોથી વારાણસી માટે વધુ ટ્રેનો હોવી જોઇએ. વારાણસી રેલવે સ્ટેશનને પણ વધુ વિકસિત કરવાની જરૂરિયાત છે.

રસ્તાઓની ખરાબ દશા

રસ્તાઓની ખરાબ દશા

15 ટકા પર્યટક બાઇ રોડ બનારસ આવે છે, જે મુખ્ય રીતે દિલ્હી, આગરા, ગયા, અલ્હાબાદ, કલકતા અને લખનઉથી સીધા આવે છે. આ બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હાઇ ક્વાલિટી બનાવવાની જરૂરિયાત છે, જેમ મુંબઇ-પુણે હાઇવે કે બેંગ્લોર-મૈસૂર હાઇવે છે.

ઠગોની વધતી જતી સંખ્યા

ઠગોની વધતી જતી સંખ્યા

સ્થાનીકો પર્યટન એજન્સીઓ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે. આવી એજન્સીઓ પર લગામ કસવાની જરૂરિયાત છે.

ગંદકી ચરમસીમા પર

ગંદકી ચરમસીમા પર

98 ટકા લોકોએ કહ્યું કે બનારસમાં ગંદકી ખૂબ છે. સફાઇ માટે વિશેષ વ્યવસ્થા કરવી જોઇએ, કારણ કે બનારસમાં આવવાનો ઉત્સાહ સમાપ્ત થઇ જાય છે.

ટ્રાફિક એકદમ ખરાબ

ટ્રાફિક એકદમ ખરાબ

79 ટકા લોકોએ બનારસની ટ્રાફિક વ્યવસ્થાને એકદમ ખરાબ ગણાવી. આઈઆઈએમના વિશેષજ્ઞોએ બનારસના ટ્રાફિક મેનેજમેન્ટને ગંભીરતાથી લેવાની વાત કહી છે.

વારાણસીની મેલી ગંગા

વારાણસીની મેલી ગંગા

62 ટકા પર્યટકોએ ગંગા નદીના પાણીને ગંદુ ગણાવ્યું અને કહ્યું કે ગંગાની સફાઇ જરૂર કરવી જોઇએ કારણ કે અહીં બનારસની લાઇફ લાઇન છે.

ચોરીઓ અને છેડતી

ચોરીઓ અને છેડતી

બની શકે છે કે આ બેરોજગારીના કારણે હોય, પરંતુ સત્ય તો એ છે કે બનારસમાં ચોરીઓ અને મહિલાઓ સાથે છેડતીના કેસ ખૂબ આવે છે.

આઈઆઈટી કાનપુરના સૂચન

આઈઆઈટી કાનપુરના સૂચન

આગળની સ્લાઇડસમાં આઈઆઈટી કાનપુરના વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવેલા સૂચન વાંચી શકો છો.

ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘટાડો

ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘટાડો

વારાણસીનું ઔદ્યોગિક ક્ષેત્ર દર પાંચ વર્ષમાં 5.24 ટકાવારીથી ઓછો થઇ રહ્યો છે. આ અલાર્મિંગ છે, કારણ કે આ મોટા ઉદ્યોગો નહી પરંતુ નાના-નાન ઉદ્યોગ ચાલે છે.

વણકરોની આર્થિક શક્તિ

વણકરોની આર્થિક શક્તિ

વારાણસીમાં કારીગરોની વાત કરીએ તો તેમાં 50.70 ટકા વણકર છે. તો 15 ટકા લોકો ધાતુથી જોડાયેલા ઉદ્યોગો સાથે જોડાયેલા છે. હકિકતમાં આ વર્ગ વારાણસીની આર્થિક શક્તિ છે.

નિયમથી દૂર નાના ઉદ્યોગ

નિયમથી દૂર નાના ઉદ્યોગ

બનારસમાં ફેલાયેલા મોટાભાગના નાના ઉદ્યોગો સરકારી નિયમોથી દૂર છે આ જ કારણ છે કે અહીંના કારીગરો માલિકની દાદાગીરીનો શિકાર બને છે.

બિમારીનો ગઢ

બિમારીનો ગઢ

વરસાદના દિવસોમાં બનારસના રસ્તાઓ પર ચાલવું પણ દુર્લભ બની જાય છે. ગંદકી ત્યારે ચરમ પર હોય છે, આનાથી બિમારી ફેલાવવાનો ખતરો વધી જાય છે.

English summary
BJP's PM candidate Narendra Modi has filed his nomination in Varanasi city of Uttar Pradesh. Here are the suggestions from IIM Kozhikode and IIT Kanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X