For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આને કહેવાય રેકોર્ડ બ્રેક આઇસ બકેટ ચેલેંજ!

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા દિવસોથી દેશ દુનિયામાં આઇસ બકેટ ચેલેંજનો ક્રેઝ સૌની પર છવાયેલો જોવા મળ્યો. પશ્ચિમી દેશોમાંથી આવેલી આ ચેલેંજને આપણા ભારતીયોમાં ખાસ કરીને ટીવી સ્ટાર્સ, બોલિવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સ દરેક લોકોમાં આઇસ બકેટ ચેલેંજનો ક્રેઝ જોવા મળ્યો. જેને પણ આ ચેલેંજ મળતી તેણે એને પૂરી કરી અને અન્ય ત્રણ લોકોને આ ચેલેંજ આપી. આ રીતે આ સાંકળ ધીરે ધીરે દરેક સુધી પહોંચી ગઇ અને તેનો ક્રેઝ વધવા લાગ્યો.

અત્યાર સુધી આઇસ બકેટ ચેંલેંજ પૂરી કરી ચૂકેલા દિગ્ગજોમાં જ્યોર્જ ડબ્લ્યુ બુશ, બિલ ગેટ્સ, અભિષેક બચ્ચન, રિતેષ દેશમુખ, પુનમ પાંડે, બિપાસા બાસુ, ટેલિવુડના કલાકારો, તેમજ ઘણા એંકરોએ પણ આ ચેલેંજ પૂરી કરી.

પરંતુ અમે આપને આજે એવી વ્યક્તિનો વીડિયો બતાવીશું જે કોઇ બિઝનેસમેન નથી, કે નથી કોઇ સ્ટાર્સ પરંતુ તેણે જે રીતે આઇસ બકેટ ચેલેંજ પૂરી કરી છે તેવી રીતે હજી સુધી કોઇએ પણ નહી કરી હોય. દક્ષિણ ભારતના આ શખ્સે મોટા પ્લાસ્ટિકના બાથમાં પાણી ભરીને તેમાં બરફના ટૂકડા નાખીને અંદર ખુરશી મૂકીને બેસી જાય છે અને ધડાધડ સતત 1 મિનિટને ઉપર 25 સેકંડ સુધી પોતાના માથા પર ઠંડા પાણીની ભરેલી બાલ્ટી ઠલવ્યા કરે છે.

આઇસ બકેટ ચેલેંજમાં આ ભાઇએ તો સૌના રેકોર્ડ જ તોડી નાખ્યા છે. છે આપનામાં હિમ્મત આ ભાઇનો રેકોર્ડ તોડવાનો? આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવાઇ રહ્યો છે.

English summary
This is the record break Ice Bucket Challenge, watch in Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X