For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ટોપ 10 લાંબા નેશનલ હાઇવે

|
Google Oneindia Gujarati News

ભારતીય નેશનલ હાઇવે સિસ્ટમ એ રોડની એક જટિલ સિસ્ટમ છે અને તે ભારતના દરેક મહત્વના શહેરો સાથે જોડાયેલા છે, એવું નથી કે તે માત્ર કેટલાક મહત્વના શહેરો સાથે જોડાયેલા છે, પરંતુ દરેક ખૂણાને આ હાઇવે બીજા ખૂણા સાથે જોડે છે. આ રોડ સિસ્ટમ 92,851.05 કિ.મીની છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ઓપરેટ કરવામાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ હાઇવે નેટવર્કને મેઇનટેઇન કરવામાં આવે છે. 2010માં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતના કૂલ રોડ નેટવર્કમાંથી માત્ર 2 ટકા નેટવર્કમાં નેશનલ હાઇવે છે અને જે કૂલ ટ્રાફિકનો 40 ટકા ભાગ કેરી કરે છે. તેથી દરેક વ્યક્તિ એ જાણવા માતે ઉત્સુક રહે છેકે ભારતમાં કયો નેશનલ હાઇવે સૌથી લાંબો છે. તો અમે તમારી આ ઉત્સુકતાને સંતોષવા માટે અહીં ભારતના 10 સૌથી લાંબા હાઇવે લઇને આવ્યા છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયો નેશનલ હાઇવે સૌથી લાંબો છે.

ભારતના સૌથી લાંબા હાઇવે

ભારતના સૌથી લાંબા હાઇવે

ભારતના સૌથી લાંબા હાઇવે અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

10. એનએચ 31

10. એનએચ 31

દશમા ક્રમાંકે આવે છે એનએચ 31. આ હાઇવે 1,125 કિ.મી લાંબો છે, જે બાર્હી, ઝારખંડથી શરૂ થાય છે અને જાલુકબારી, ગુવાહાટીએ પૂર્ણ થાય છે. જે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આસામમાંથી પસાર થાય છે. આ હાઇવે ઇસ્ટ-વેસ્ટ કોરિડોર અંતર્ગત આવે છે.

9. એનએચ 3

9. એનએચ 3

નવમા ક્રમાંકે આવે છે, એનએચ 3 અથવા તો એબી રોડ. આ હાઇવે આગ્રા અને મુંબઇ વચ્ચેનું જોડાણ છે, જે 1190 કિ.મી લાંબો છે. જે આગ્રા અને ગ્વાલિયર વચ્ચે પથરાયેલો છે અને તે નોર્થ-સાઉથ કોરિડોર અતંર્ગત આવે છે. એનએચ 3ને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અથવા તો મુંબઇ નાસિક એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે.

8. એનએચ 4

8. એનએચ 4

એનએચ 4 આ યાદીમાં આઠમા ક્રમે આવે છે, જે ભારતના સૌથી વધુ વસ્તીવાળા 10 શહેરોમાંથી ચાર શહેરોને જોડે છે. આ હાઇવે 1,235 કિ.મી લાંબો છે. આ હાઇવે, મુંબઇ, પૂણે, બેંગ્લોર અને ચેન્નાઇને જોડે છે. જે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાંથી પસાર થાય છે.

7. એનએચ 17

7. એનએચ 17

આ યાદીમાં એનએચ 17 સાતમાં ક્રમે આવે છે જે નોર્થ અને સાઉથને વેસ્ટ કોસ્ટમાંથી પસાર થાય છે. આ હાઇવે મહારાષ્ટ્રના પનવેલ અને કેરળના કોચિનને જોડે છે. આ હાઇવે 1,269 કિ.મી લાંબો છે, જે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળમાંથી પસાર થાય છે, આ હાઇવે પર છ અલગ અલગ પ્રકારની ભાષા આપણને સાંભળવા મળે છે.

6. એનએચ 8

6. એનએચ 8

આ યાદીમાં એનએચ 8 છઠ્ઠાં ક્રમે આવે છે. આ હાઇવે 1,428 કિ.મી લાંબો છે જે બે મોટા શહેર, દિલ્હી અને મુંબઇને જોડે છે. આ ઉપરાંત આ હાઇવે, ગોરેગાંવ, અજમેર, ઉદયપુર, જયપુર, અમદાવાદ, વડોદરા અને સુરતને જોડે છે. તેમજ આ હાઇવે ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટનો એક ભાગ છે.

5. એનએચ 2

5. એનએચ 2

આ યાદીમાં એનએચ 2 પાંચમાં ક્રમે આવે છે, એનએચ 2ને દિલ્હી કોલકતા હાઇવે પણ કહેવામાં આવે છે અને આ ભારતનો સૌથી વ્યસ્ત હાઇવે છે. જેની લંબાઇ 1,465 કિ.મી છે. આ હાઇવે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. આ હાઇવે એશિયન રોડ નેટવર્ક એએચ 1નો ભાગ છે. આ હાઇવેમાં 34 શહેરો આવી જાય છે.

4. એનએચ 15

4. એનએચ 15

એનએચ 15નો સમાવેશ આ યાદીમાં ચોથા ક્રમે કરાયો છે. આ હાઇવે ગુજરાતના સામખયાળીને પંજાબના પઠાણકોટ સાથે જોડે છે. જેની લંબાઇ 1,526 કિ.મી છે. આ હાઇવે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થાય છે.

3. એનએચ 5

3. એનએચ 5

આ યાદીમાં એનએચ 5 ત્રીજા ક્રમે આવે છે. આ ઇસ્ટ કોસ્ટનો સૌથી મોટો હાઇવે છે. જેની લંબાઇ 1,533 કિ.મી છે, જે ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાંથી પસાર થાય છે. આ હાઇવે ઓરિસ્સાના જારપોખારિયાથી શરૂ થાય છે અને તમિળનાડુના ચેન્નાઇ ખાતે પૂર્ણ થાય છે. આ હાઇવે પણ ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટનો ભાગ છે.

2. એનએચ 6

2. એનએચ 6

આ યાદીમાં એનએચ 6 બીજા ક્રમે આવે છે. આ હાઇવેની લંબાઇ 1,949 કિ.મી છે. આ ઘણો જ વ્યસ્ત હાઇવે છે, જે ગુજરાતના હજીરાથી શરૂ થાય છે અને પશ્ચિમ બંગાળના કોલકતા ખાતે પૂર્ણ થાય છે. આ હાઇવે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે.

1. એનએચ 7

1. એનએચ 7

આ યાદીમાં એનએચ 7 પહેલા ક્રમાંકે આવે છે. આ હાઇવેની લંબાઇ 2,369 કિ.મી છે અને તે 21 મહત્વના શહેરોમાંથી પસાર થાય છે. આ હાઇવે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે. આ હાઇવે ઉત્તર પ્રદેશના વારાણસીથી શરૂ થાય છે અને તમિળનાડુના કન્યાકુમારીમાં પૂર્ણ થાય છે. આ હાઇવે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુમાંથી પસાર થાય છે.

English summary
The Indian National Highway system is a complex system of roads that connects every major city in India. Not just major cities but it also runs across the length and breadth of our country. This road system measures over 92,851.05 km and is growing day by day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X