For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

150 સીસીની બેસ્ટ એવરેજ આપતી બાઇક્સ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતમાં 150સીસી સેગ્મેન્ટની બાઇક્સને પ્રીમિયમ કમ્યૂટર બાઇક સેગ્મેન્ટ કહેવામાં આવે છે. આ સેગ્મેન્ટની બાઇક્સ ફ્યુઅલ ઇકોનોમી, પરફોર્મન્સ અને ફીચર્સનું સારું બેલેન્સ જાળવે છે. ભારતમાં 150સીસીની ઢગલાબંધ બાઇક્સ છે અને જે લોકો આ સેગ્મેન્ટની બાઇક ખરીદવા માગે છે તેમને તેમાંથી પોતાની પસંદગીની બાઇક ખરીદવામાં મુશ્કેલી અનુભવાય છે.

જો તમને પણ એ જ મુશ્કેલીની અનુભૂતિ થઇ રહી હોય તો ચિંતા મુક્ત થઇ જાઓ. કારણ કે અમે અહીં એક એવી યાદી તમારી સમક્ષ પ્રસતૃત કરી રહ્યાં છીએ જેમાં ભારતમાં સારી એવરેજ આપતી 150સીસીની બાઇકનો સમાવેશ કર્યો છે, જેને જેતે વાહન નિર્માણ કરતી કંપનીઓ દ્વારા સારા ફીચર્સ સાથે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરી છે. જે તમને ઘણી જ મદદરૂપ થઇ શકે છે.

નોંધઃ અહીં જે કિંમત જણાવવામાં આવી છે તે જે તે વેરિએન્ટ્સના આધારે છે. તેમજ જે ફ્યુઅલ ઇકોનોમી અહીં દર્શાવવામાં આવી છે તે બની શકે છેકે એટલી ચોક્કસ ના પણ હોય, કારણ કે જેતે વાહન ચાલક પર આધાર રાખે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતમાં સારી એવરેજ આપી રહેલી કેટલીક 150સીસી બાઇક.

બજાજ પલ્સર 150 ડીટીએસઆઇ

બજાજ પલ્સર 150 ડીટીએસઆઇ

એન્જીન: 14.85 હોર્સપાવર 9000 આરપીએમએ અને 12.5 એનએમનું ટાર્ક 6500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 65 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 55 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 60 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 15-લિટર
કિંમત: રૂ.68,697 (એક્સ શોરૂમ દિલ્હી)

બજાજ પલ્સર 150 ડીટીએસઆઇ

બજાજ પલ્સર 150 ડીટીએસઆઇ

150સીસીમાં બજાજ પલ્સર સૌથી જૂની બ્રાન્ડ છે. તેમજ આ સેગ્મેન્ટની સૌથી વધું સેલિંગ થતી બાઇક છે. પલ્સરમાં શાર્પ અને મસ્ક્યલર ડિઝાઇન આપવામાં આવી છે. તેમજ તેમાં શ્રેષ્ઠ લુકિંગ ડિજીટલ ડાયલ્સ આપવામાં આવ્યા છે. જો તમે વિચારવામાં વધુ સમય વેડફવા માગતા ના હોવ તો તમે ચોક્કસપણે પલ્સર પર પસંદગી ઉતારી શકો છો.

હીરો મોટોકોર્પ ઇમ્પલ્સ

હીરો મોટોકોર્પ ઇમ્પલ્સ

એન્જીન: 13 હોર્સપાવર 7500 આરપીએમએ અને 13.4 એનએમનું ટાર્ક 5000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 55 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 45-50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 50 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 11.1-લિટર ( 2.6-લિટર રિઝર્વ)
કિંમત: રૂ.70,500 (એક્સ શોરૂમ દિલ્હી)

હીરો મોટોકોર્પ ઇમ્પલ્સ

હીરો મોટોકોર્પ ઇમ્પલ્સ

તમે ઓફ રોડિંગ ડ્રાઇવિંગને પસંદ કરો છો, તો આ બાઇક તમારી પસંદગી પર ખરી ઉતરી શકે છે. ભારતમાં જે પ્રકારે રોડની હાલત હોય છે તે પ્રકારની સ્થિતિમાં ડ્રાઇવિંગ કરવા માટે હીરો ઇમ્પલ્સનું પ્રદર્શન શ્રેષ્ઠ છે. આ બાઇકમાં રીયર મોનોશોક્સ આપવામાં આવ્યું છે.

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

એન્જીન: 14.21 હોર્સપાવર 8500 આરપીએમએ અને 12.8 એનએમનું ટાર્ક 6500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 65 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 45-50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 60 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12.1-લિટર, (1.5-લિટર રિઝર્વ)
કિંમત: રૂ.68,275 (એક્સ શોરૂમ દિલ્હી)

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

જો તમે જૂના સીબીઝેડના કારણે હીરો સીબીઝેડ એક્સ્ટ્રીમ અથવા તો ખાલી એક્સ્ટ્રીમ પર તમારી પસંદગી ઉતારી રહ્યા છો તો તમે નિરાશ થશો. પરંતુ જો તમે તેની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને આ બાઇકને પસંદ કરી રહ્યાં છો તો તમે નિરાશ નહીં થાઓ.

હીરો મોટોકોર્પ હન્ક

હીરો મોટોકોર્પ હન્ક

એન્જીન: 14.21 હોર્સપાવર 8500 આરપીએમએ અને 12.80 એનએમનું ટાર્ક 6500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 65.1 (કંપનીનો દાવો), 50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 60 (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12.4-લિટર (2.2-લિટર રિઝર્વ)
કિંમત: રૂ.67,125 (એક્સ શોરૂમ દિલ્હી)

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

હીરો મોટોકોર્પ એક્સ્ટ્રીમ

હીરો હન્કમાં પણ એ જ પ્રકારના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એન્જીન એક્સ્ટ્રીમમાં છે. તેથી આ બાઇકની એગ્રેસિવ ડિઝાઇન તેને એક્સ્ટ્રીમથી અલગ પાડે છે. આ એક એવરેજ બાઇક છે અને તેમાં કેટલીક આ સેગ્મેન્ટની નવી બાઇકની જેવા ફીચરની ઉણપ છે.

હીરો મોટોકોર્પ એચિવર

હીરો મોટોકોર્પ એચિવર

એન્જીન: 13.4 હોર્સપાવર 8000 આરપીએમએ અને 12.80 એનએમનું ટાર્ક 5000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 68 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 50-55 કિ.મી. પ્રતિ લિટર (શહેર), Over 60 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12.5-લિટર (2.3-લિટર રિઝર્વ)
કિંમત: રૂ.59,125 (એક્સ શોરૂમ દિલ્હી)

હીરો મોટોકોર્પ એચિવર

હીરો મોટોકોર્પ એચિવર

આ બાઇક જૂની 150સીસીની બાઇકને મળતી આવે છે. આ એક સ્પોર્ટ્સ કમ્યૂટર આઇએસએચ ડિઝાઇન ધરાવે છે. જો બજેટ સમસ્યા ઉભુ કરી રહ્યું હોય તો તમે એચિવરને ખરીદી શકો છો, પરંતુ એક વાતને ધ્યાનમાં રાખવી પડશે કે આ એક આઉટડેટેડ મોડલ છે.

હોન્ડા સીબી યુનિકોર્ન

હોન્ડા સીબી યુનિકોર્ન

એન્જીન: 13.3 હોર્સપાવર 8000 આરપીએમએ અને 12.7 એનએમનું ટાર્ક 5500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 60 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 60 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 13-લિટર (1.3-લિટર રિઝર્વ)
કિંમત: રૂ.72,240 (ઓન રોડ દિલ્હી)

હોન્ડા સીબી યુનિકોર્ન

હોન્ડા સીબી યુનિકોર્ન

હાલના સમયે 150સીસી સેગ્મેન્ટની આ શ્રેષ્ઠ બાઇક છે. આ બાઇક હોન્ડા તરફથી પ્રોડ્યુસ કરવામાં આવી છે, તેથી તેનું એન્જીન રિફાઇનમેન્ટ ઉચ્ચ લેવલનું છે. એટલે કે અન્ય બાઇક્સની જેમ યુનિકોર્ન હાઇ સ્પીડ પર વાઇબ્રેટ થતી નથી. તેમજ રીયરમાં મોનોશોક્સ આપવામાં આવ્યું છે. તેમ છતાં તમે યુનિકોર્ન પર પસંદગી ઉતારતા પહેલા આ યાદીમાં આપવામાં આવેલી અન્ય બાઇક્સ પર નજર ફેરવી શકો છો.

હોન્ડા સીબી ટ્રિગર

હોન્ડા સીબી ટ્રિગર

એન્જીન: 13.30 હોર્સપાવર 8500 આરપીએમએ અને 12.5 એનએમનું ટાર્ક 6500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 60 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 60 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12-લિટર
કિંમત: રૂ.74,882 (ઓન રોડ દિલ્હી)

હોન્ડા સીબી ટ્રિગર

હોન્ડા સીબી ટ્રિગર

આ બાઇક યુનિકોર્નની જેમ સારી છે, જોકે તેની ડિઝાઇન જોઇએ તેટલી સારી નથી. જે લોકો વધુ એગ્રેસિવ અને મોર્ડન બાઇકને પસંદ કરે છે તે સીબી ટ્રિગર પર નજર દોડાવી શકે છે, પરંતુ તમે બજાજ પલ્સર અને યામાહા એફઝેડને પણ પસંદ કરી શકો છો.

હોન્ડા સીબીઆર 150આર

હોન્ડા સીબીઆર 150આર

એન્જીન: 17.56 હોર્સપાવર 10,500 આરપીએમએ અને 12.66 એનએમનું ટાર્ક 8500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 35-40 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 45-48 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 13-લિટર
કિંમત: રૂ.1,33,284 (ઓન રોડ દિલ્હી)

હોન્ડા સીબીઆર 150આર

હોન્ડા સીબીઆર 150આર

સીબીઆર 250આરનું આ નાનું વર્ઝન છે. તેનું પરફોર્મન્સ સારં છે અને તે ભારતમાં પ્રોડ્યુસ કરવામાં આવતી 150સીસીની બાઇકમાં સૌથી મોંઘી અને ઘણી જ પાવરફૂલ બાઇક છે. આ બાઇક સોલિડ પરફોર્મર છે પરંતુ તેની કિંમત તેને પાછી પાડે છે, તમે યામાહા આર15 પર ખરીદી શકો છો.

ટીવીએસ એપાચે આરટીઆર 160

ટીવીએસ એપાચે આરટીઆર 160

એન્જીન: 15 હોર્સપાવર 8500 આરપીએમએ અને 13.1 એનએમનું ટાર્ક 4000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 54 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો)
ફ્યુઅલ ટેન્ક: 16-લિટર, (1.7-લિટર રિઝર્વ)
કિંમત: Rs.69,795 (ઓન રોડ દિલ્હી)

ટીવીએસ અપાચે આરટીઆર 160

ટીવીએસ અપાચે આરટીઆર 160

પ્રીમિયમ કિંમતના ટેગ વગરની આ મોસ્ટ પાવરફૂલ 150સીસી બાઇક છે. તેમજ આ બાઇક સીબીઆર 150આર કરતા વધારે ટાર્ક ઓફર કરે છે અને એ પણ ઓછા આરપીએમમાં. તેમજ અન્ય પ્રિમીયમ 150સીસી બાઇક્સની સરખામણીએ આ બાઇક સારી એવરેજ આપે છે.

યામાહા વાયએફઝેડ આર15

યામાહા વાયએફઝેડ આર15

એન્જીન: 16.76 હોર્સપાવર 8,500 આરપીએમએ અને 15 એનેએમ ટાર્ક 7,500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 47 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 35-40 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 40 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12-લિટર
કિંમત: રૂ.1,12,450 (એક્સ શોરૂમ દિલ્હી)

યામાહા વાયએફઝેડ આર15

યામાહા વાયએફઝેડ આર15

પર્ફોર્મન્સ અને હેન્ડલિંગના મામલે આર15 અને સીબીઆર 150આર બન્ને એકબીજાને મળતી આવે છે. હોન્ડાની સિટિંગ વ્યવસ્થા યામાહાની આ બાઇક કરતા સારી છે. તેમ છતાં આર15 ગ્રાહકોને પોતાની તરફ વધારે આકર્ષિત કરી શકે છે, કારણ કે તેની કિંમત હોન્ડાની સીબીઆર 150આર કરતા થોડીક ઓછી છે.

યાહામા એફઝેડ-એસ/16

યાહામા એફઝેડ-એસ/16

એન્જીન: 13.80 હોર્સપાવર 7500 આરપીએમએ અને 13.6 એનએમનું ટાર્ક 6000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 50.81 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 35 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 50 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12-લિટર
કિંમત: રૂ.70,855 (એક્સ શોરૂમ દિલ્હી)

યામાહા એફઝેડ-એસ/16

યામાહા એફઝેડ-એસ/16

માચો ફેક્ટરની વાત કરવામાં આવે તો એફઝેડ-એસ/16 તેના રીયર ટાયર સ્ટાઇલિશ દેખાવના કારણે ટોપ પર આવે છે. તેમજ રોડ પર તેની હાજરી પણ નોંધપાત્ર છે. એફઝેડ એસમાં સ્ટાઇલિશ કલરફૂલ ગ્રાફિક્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રકારે હોન્ડા સીબી ટ્રિગરમાં મોનોશોક્સ છે, તેવી જ રીતે એફઝેડ-16માં પણ મોનોશોક્સ છે.

યામાહા ફેઝર

યામાહા ફેઝર

એન્જીન: 13.80 હોર્સપાવર 7500 આરપીએમએ અને 13.6 એનએમનું ટાર્ક 6000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 50.81 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 35 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 50 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 12-લિટર
કિંમત: રૂ.78,385 (એક્સ શોરૂમ દિલ્હી)

યામાહા ફેઝર

યામાહા ફેઝર

યામાહાની ફેઝર એફઝેડ-16 ડિઝાઇન પર બનેલી બજેટ ટૂરિંગ બાઇક છે. ફેઝરમાં ફ્રન્ટ ક્રાઉલ્સ, વાઇન્ડ ગાર્ડ્સ અને ડ્યુઅલ હેડલાઇટનો ઉમેરો કરવામાં આવ્યો છે. દરેક બાબતે ફેઝર એફઝેડ-16ને મળતી આવે છે.

યામાહા એસઝેડ-એસ/આરઆર

યામાહા એસઝેડ-એસ/આરઆર

એવરેજ: 11.93 હોર્સપાવર 7500 આરપીએમએ અને 12.8 એનએમનું ટાર્ક 4500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 62.4 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 45-50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), 55 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 14-લિટર
કિંમત: રૂ.55,050 (એક્સ શોરૂમ દિલ્હી)

 યામાહા એસઝેડ-એસ/આરઆર

યામાહા એસઝેડ-એસ/આરઆર

હીરો મોટોકોર્પ એચિવરની કેટેગરીમાં સૌથી વધુ સ્ટાઇલિશ બાઇક તરીકે યામાહાએ એસઝેડ-આરઆરને લોન્ચ કરી છે. આ બાઇક કૂલનેસ ફેક્ટરમાં નબળી છે, પરંતુ તે અન્ય કરતા વધારે સારી રેન્જ ઓફર કરે છે. તેમજ આ બાઇકની કિંમત હીરોની એચિવર કરતા ઓછી છે.

સુઝુકી જીએસ 150આર

સુઝુકી જીએસ 150આર

એવરેજ: 13.8 હોર્સપાવર 8,500 આરપીએમએ અને 13.4 એનએમનું ટાર્ક 6,000આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
એવરેજ: 55.7 કિ.મી. પ્રતિ લિટર (કંપનીનો દાવો), 45-50 કિ.મી. પ્રતિ લિટર (શહેર), Over 55 કિ.મી. પ્રતિ લિટર (હાઇવે)
ફ્યુઅલ ટેન્ક: 15.5 લિટર
કિંમત: રૂ.75,998 (એક્સ શોરૂમ દિલ્હી)

સુઝુકી જીએસ 150આર

સુઝુકી જીએસ 150આર

આ યાદીમાં છેલ્લો સમાવેશ સુઝુકીની જીએસ150આરનો કરવામાં આવ્યો છે, જે હોન્ડાની યુનિકોર્નને મળતો આવે છે. આ બાઇકની ડિઝાઇન કમ્યૂટર બાઇક જેવી છે. તેમજ આ બાઇકમાં રાઇડ ક્વાલિટી પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. આ બાઇક સ્પોર્ટી નથી અને તેને બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો નથી. જો તમે સ્પોર્ટી સ્ટાઇલિશ બાઇક ખરીદવા માગતા ના હોવ તો તમે આ બાઇક પર પસંદગી ઉતારી શકો છો.

English summary
The 150cc segment in India is considered a premium commuter bike segment. Bikes in this segment provide a balance between fuel economy, performance & features. For those looking to purchase a 150cc bikes it is a tough choice to make considering there are over a dozen bikes to choose from.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X