For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યુપિટર, એક્ટિવા અને મેસ્ટ્રોઃ કોણ છે દમદાર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં જેટલી ધૂમ બાઇક મચાવી રહી છે, તેટલી જ ધૂમ ઓટોમેટિક સ્કૂટર પણ મચાવી રહ્યાં છે. જેને લઇને વિવિધ કંપનીઓ દ્વારા સમયાંતરે પોતાના જૂના મોડલને ડેવલોપ કરીને લોન્ચ કરવામાં આવી રહ્યાં છે, તો પછી નવા મોડલ્સને પણ લોન્ચ કરાઇ રહ્યાં છે. ઓટોમેટિક સ્કૂટર્સની વાત કરવામાં આવે તો હોન્ડા દ્વારા બહાર પાડવામાં આવેલું એક્ટિવા એક બ્રાન્ડ બની ગયું છે.

એક્ટિવાને મળેલી સફળતાને જોઇને એ જ સેગ્મેન્ટમાં એટલે કે 100 સીસીની રેન્જમાં અનેક કંપનીઓ દ્વારા પોતાના ઓટોમેટિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા હતા. ટીવીએસ દ્વારા જ્યુપિટર તો હીરો દ્વારા આ જ રેન્જમાં મેસ્ટ્રો લોન્ચ કરવામાં આવ્યું હતું. દેશમાં આ રેન્જમાં અનેક સ્કૂટર્સ છે તેથી સ્વાભાવિક રીતે કોઇ એક પર પસંદગી ઉતારવી અઘરી પડે છે, ત્યારે આજે અમે અહીં એક્ટિવા, જ્યુપિટર અને મેસ્ટ્રોમાંથી કયું સ્કૂટર સારું તેને લઇને તુલનાત્મક માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ.

ઓવરવ્યૂ- ટીવીએસ જ્યુપિટર

ઓવરવ્યૂ- ટીવીએસ જ્યુપિટર

જ્યુપિટરએ વેગોની નવી આવૃતિ છે, જોકે વેગોની સરખામણીએ જ્યુપિટરમાં અનેક નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે તેને ખાસ બનાવે છે. જ્યુપિટરની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની કિંમત એક્સ શોરૂમ પ્રમાણે 44,200 રૂપિયા છે.

ઓવરવ્યૂ- હોન્ડા એક્ટિવા

ઓવરવ્યૂ- હોન્ડા એક્ટિવા

એક્ટિવા અંગે વધુ કંઇ કહેવાની જરૂર નથી. આ બ્રાન્ડ આખા ભારતમાં આપણને એક ઘર છોડીને જોવા મળતી હશે. જોકે હોન્ડાએ પોતાની આ વેલ્યુએબલ બ્રાન્ડને થોડોક મોર્ડન લુક આપ્યો છે. જોકે તેમાં ઘણી બધી બાબતો જૂના એક્ટિવાને મળતી આવે છે. આ સ્કૂટરની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની એક્સ શોરૂમ કિંમત 49,965 રૂપિયા છે.

ઓવરવ્યૂ- હીરો મેસ્ટ્રો

ઓવરવ્યૂ- હીરો મેસ્ટ્રો

હીરોએ મેસ્ટ્ર થકી એવા યુવા રાઇડર્સને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, જે સ્ટાઇલિંગ અને સ્પોર્ટી લૂક ધરાવતું સ્કૂટર ચલાવવા માગે છે. એક્ટિવા કરતા આ સ્કૂટર થોડુંક અલગ પડે છે. આ સ્કૂટરની કિંમત એક્સ શોરૂમ અનુસાર 46,900 રૂપિયા છે.

સ્ટાઇલિંગ- ટીવીએસ જ્યુપિટર

સ્ટાઇલિંગ- ટીવીએસ જ્યુપિટર

સ્ટાઇલિંગ અંગે વાત કરીએ તો જ્યુપિટરની સાઇડ પ્રોફાઇલ એક્ટિવા અને મેસ્ટ્રોને મળતી આવે છે, પરંતુ અમુક બાબતે ટીવીએસ પોતાના સ્કૂટરને તેમનાથી થોડુંક અલગ પાડે છે. તેની ડિઝાઇન અંગે વાત કરીએ તો સિટી લાઇટ્સ અને સ્પોર્ટ ટ્રેન્ડી ડિઝાઇન છે. તેમજ વી શેપ્ડ સ્કલ્પેડ બોડી લાઇન્સ તેને વિઝ્યુઅલ અપીલ આપે છે.

સ્ટાઇલિંગ- એક્ટિવા

સ્ટાઇલિંગ- એક્ટિવા

એક્ટિવાની ડિઝાઇન સામાન્ય છતાં અસરકારક છે. આ સ્કૂટરને ફેન્સી બનાવવામાં આવ્યું નથી, પરંતુ એક ફેમેલી સ્કૂટર તરીકે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તેની ઓલ્ડ સ્ટાઇલ હેન્ડલબાર ટ્રન સિંગ્નલ વિગેરે યુવાનોને ઓછા આકર્ષિત કરે તેવી છે.

સ્ટાઇલિંગ- હીરો મેસ્ટ્રો

સ્ટાઇલિંગ- હીરો મેસ્ટ્રો

ડિઝાઇનની વાત કરવામાં આવે તો મેસ્ટ્રો અને જ્યુપિટર ઘણા જ મળતા આવે છે. આ સ્કૂટરની ટ્વિન ફ્રન્ટ લાઇટ તેની સ્ટાઇલને થોડીક અલગ પાડે છે. તેમજ વી શેપ્ડ બોડી સ્કલ્પ્ટ અને સ્ટાઇલ્ડ સાઇડ પેનલ સરખી છે. આ સ્કૂટરને અલગ પાડતી જો કોઇ બાબત હોય તો તે ડ્યુઅલ કલર મિરર કવર અને હેડ કવર છે. તેમ છતાં તે એક્ટિવા જેવો સામાન્ય દેખાવ અને જ્યુપિટર જેવો આકર્ષક દેખાવ જાળવવામાં થાપ ખાઇ ગયું છે.

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- જ્યુપિટર

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- જ્યુપિટર

એન્જીનઃ- 109.7 સીસી, 7.88 હોર્સપાવર અને 8 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ,સીવીટી ગીયરબોક્સ.
એવરેજઃ- કંપની દ્વારા 62 કિ.મી પ્રતિ લિટરનો દાવો કરવામા આવે છે, પરંતુ શહેરમાં 43 અને હાઇવેમાં 47 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે.
ટેન્કઃ- 5.3 લિટરની ફ્યુઅલ ટેન્ક

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- એક્ટિવા

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- એક્ટિવા

એન્જીનઃ- 109 સીસી, 8 હોર્સપાવર અને 8.74 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કેર છે, સીવીટી ટ્રાન્સમિશન.
એવરેજઃ- શહેરમાં 45 કિ.મી પ્રતિ લિટર અને હાઇવેમાં 49 કિ.મી પ્રતિ લિટરની એવરેજ
ટેન્કઃ- 5.3 લિટરની ફ્યુઅલ ટેન્ક

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- મેસ્ટ્રો

એન્જીન, ટ્રાન્સમિશન અને એવરેજ- મેસ્ટ્રો

એન્જીનઃ- 109 સીસી, 8 હોર્સપાવર અને 9.10 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે,
એવરેજઃ- 35 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 40 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર, જે એક્ટિવા અને જ્યુપિટર કરતા ઓછી છે.
ટેન્કઃ- 5 લિટરની ફ્યુઅલ ટેન્ક

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- જ્યુપિટર

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- જ્યુપિટર

ફ્રન્ટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન્સ, રીયરમાં સ્વિંગ સાથે સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક અને ગેસ ફિલ્ડ સસ્પેન્શન. વેગોની વાત કરવામાં આવે તો તે કમ્ફર્ટેબલ રાઇડ માટે આ સસ્પેન્શન સિસ્ટમ ઓફર કરતી હતી.

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- જ્યુપિટર

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- જ્યુપિટર

જ્યુપિટરમાં 12 ઇંચ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે તેમજ સ્પોર્ટી મેક બ્લેક પોઇન્ટ પણ છે. તેમજ ટાયર ટ્યૂબલેસ છે. બ્રેક અંગે વાત કરવામાં આવે તો, બ્રેક્સ 130 એમએમ ડ્રમ્સ છે, જે તરેક પ્રકારની પરિસ્થિતિમાં કાર્યરત છે. તેમજ ઓપ્શનલ ડિસ્ક બ્રેક્સ પણ છે.

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- એક્ટિવા

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- એક્ટિવા

એક્ટિવામાં ફ્રન્ટમાં આઉટડેટેડ સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક ટાઇપ સસ્પેન્શન સિસ્ટમ છે, જે ચાલક માટે પેઇનફૂલ સમાન છે. વ્હીલ્સ સિમ્પલ પ્રેસ્ડ મેટલ યુનિટ છે, જેને ગ્રિપી ટ્યૂબલેસ ટાયરથી કવર કરવામાં આવ્યા છે. 130 એમએમ ડ્રમ્સ સાથે કોમ્બો બ્રેકિંગ છે, જે જ્યુપિટર કરતા વધારે સારી રીતે એક્ટિવાને ઉભુ રાખી શકે છે.

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- મેસ્ટ્રો

સસ્પેન્શન, વ્હીલ્સ અને બ્રેકિંગ- મેસ્ટ્રો

જે પ્રકારની સમસ્યામાં એક્ટિવામાં ફ્રન્ટ સસ્પેન્શનને લઇન છે, તે જ સમસ્યા મેસ્ટ્રોમાં પણ છે. વ્હીલ્સ સિમ્પલ પ્રેસ્ડ મેટલ યુનિટ છે, જોકે મેસ્ટ્રોમાં ટ્યૂબલેસ ટાયર નથી. તેમજ મેસ્ટ્રોમાં પણ એક્ટિવા જેવી જ બ્રેકિંગ સિસ્ટમ છે.

ફીચર- જ્યુપિટર

ફીચર- જ્યુપિટર

જ્યુપિટરમાં અનેક ફીચર છે. જેમાં લો ફ્યુઅલ ઇન્ડિકેટર લેમ્પ, ઇકોનોમિટર જે ચાલકને પોતાના સ્કૂટરના સારા ઇકોનોમી ફિગરને જાળવા રાખવામાં અને સ્પીડ અંગે મદદરૂપ થાય છે.

ફીચર- જ્યુપિટર

ફીચર- જ્યુપિટર

અન્ડર સીટ બેગ હૂકને યોગ્ય ઉંચાઇએ લંબચોરસમાં ગોઠવવામા આવ્યો છે.

ફીચર- જ્યુપિટર

ફીચર- જ્યુપિટર

લેમ્પ અંગે વાત કરવામાં આવે તો ટ્વિન સિટી લેમ્પ, હેડલેમ્પમાં ટ્વિન પાઇલોટ લેમ્પ્સ.

ફીચર- જ્યુપિટર

ફીચર- જ્યુપિટર

તેમજ ડેડિકેટેડ પાસ લાઇટ સ્વિચ છે, રીયર લેમ્પ કલ્સ્ટર એલઇડી છે.

ફીચર- જ્યુપિટર

ફીચર- જ્યુપિટર

17 લિટર અન્ડર સીટ સ્ટોરેજ, જેમાં ફૂલફેસ હેલમેટ રાખી શકાય છે. તેમજ મોબાઇલને ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યો છે.

ફીચર-જ્યુપિટર

ફીચર-જ્યુપિટર

જ્યુપિટરમાં ફ્યુઅલ ફિલર કેપ આઉટસાઇડ છે.

ફીચર- એક્ટિવા

ફીચર- એક્ટિવા

એક્ટિવામાં 18 લિટર અન્ડર સીટ સ્ટોરેજ છે, જે જ્યુપિટર કરતા મોટી છે, જોકે એક્ટિવામાં ફ્યુઅલ ટેન્ક માટે સીટને ઉંચી લેવી પડે છે. તેથી અન્ય ફીચર્સના મામલે એક્ટિવા જ્યુપિટર કરતા નબળું પડે છે.

ફીચર- મેસ્ટ્રો

ફીચર- મેસ્ટ્રો

મેસ્ટ્રોમાં પણ એક્ટિવાની જેમ 18 લિટરનું અન્ડર સીટ સ્ટોરેજ છે. તેમજ ફ્યુઅલ ટેન્ક ઓપનિંગ સીટની અંદર છે. ઇન્સ્ટ્રુમેન્ટ પેનલમાં એનાલોગ અને ડિજીટલનું કોમ્બિનેશન છે, જે ટ્રિપ મિટરને ડિસપ્લે કરે છે. મેસ્ટ્રોમાં ફીચરના મામલે આ એકમાત્ર સકારાત્મક પોઇન્ટ છે.

મંતવ્ય- 1

મંતવ્ય- 1

ઉક્ત ત્રણેય સ્કૂટરમાં જ્યુપિટરની કિંમત ઓછી છે. જ્યુપિટરમાં અનેક ફીચર્સ છે, જે અન્ય સ્કૂટર્સમાં જોવા મળતા નથી. તેમજ દેખાવના મામલે પણ જ્યુપિટર સ્માર્ટ અને સિંપલ સ્ટાઇલિંગ સ્કૂટર છે.

મંતવ્ય- 2

મંતવ્ય- 2

હોન્ડા એક્ટિવાઃ એક્ટિવામાં બેસ્ટ એન્જીન છે અને તે સારી એવરેજ આપે છે અને આ કેટેગરીમાં તે બાજી મારી જાય છે. તેમ છતાં જ્યુપિટર પણ નીચું ઉતરતું નથી. ફ્રન્ટ ટેલીસ્કોપ સસ્પેન્શન્સના કારણે જ્યુપિટરને ચલાવવું સરળ રહે છે.
હીરો મેસ્ટ્રોઃ આ સ્કૂટરમાં વધું કઇ નવું નથી પણ આ એટલું ખરાબ સ્કૂટર પણ નથી. અન્ય બે સ્કૂટર સાથે સરખામણી કરવામાં આવે તો એવરેજના મામલે અને રાઇડ ક્વોલિટીમાં તે નબળું પડે છે.

English summary
The Indian automatic scooter market, already bustling with activity, received a fresh shot in the arm with the entry of yet another new model. This time it is from TVS, which unveiled the Jupiter at an event held in Chennai on Sep 16.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X