For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ ક્યારે 'પધારશો' આ ગોલ્ડન સિટીમાં...

|
Google Oneindia Gujarati News

પોતાની અનોખી સભ્યતા, સંસ્કૃતિ, મહેલો સાંસ્કૃતિક ધરોહરો અને પોતાની રાજપુતાના શાનના પગલે હંમેશાથી જ રાજસ્થાનની ભૂમિ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતી રહી છે. રાજસ્થઆન એક અવિશ્વસનીય રીતે સુંદર રાજ્ય ભારતના ઉત્તર પશ્ચિમમાં આવેલું છે ખુદમાં કાલાતીત આશ્ચર્યનું જીવંત ઉદાહરણ છે. જો વ્યક્તિ પ્રવાસનનો શોખીન છે તો તેણે આ રાજ્યની યાત્રા ચોક્કસ કરવી જોઇએ.

આમતો આ રાજ્યમાં ઘણા સુંદર શહેર છે. પરંતુ જેસલમેરની વાત કર્યા વગર આ રાજ્યનું વર્ણન અધૂરું છે. જૈસલમેર, ગોલ્ડન સિટી, રાજસ્થાનના શાહી મહેલો અને લડવૈયા ઊંટોની સાથે એક રેતાળ રણના આકર્ષણનું પ્રતિક છે. આ વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મહાન થાર રણની વચ્ચે સ્થિત છે. આ સોનેરી શહેર રાજસ્થાની લોક સંગીત અને નૃત્ય રૂપો, જેને વૈશ્વિક મંચ પર સૌથી વધારે વખાણવામાં આવે છે, તેના માટે જાણીતું છે.

પ્રવાસનની દ્રષ્ટિથી આ શહેર પોતાનામાં જ વિશેષ છે. રાજસ્થાનના કોઇ પણ અન્ય રણવાળા શહેરની જેમ, જેસલમેર પણ શાહી કિલ્લા, હવેલીયો, મહેલો, સંગ્રહાલયો અને જાણીતા મંદિરો માટે પ્રસિદ્ધ છે. જેસલમેર કિલ્લો, જેને જેસલમેરની શાનના રૂપમાં ગણવામાં આવે છે, ગોલ્ડન સિટીનું સૌથી પ્રસિદ્ધ પ્રવાસન આકર્ષણ છે. તો આવો આ આર્ટિકલ દ્વારા જાણો કે આપ જેસલમેરની યાત્રા પર શું શું કરી શકો છો.

  • જેસલમેર કિલ્લા

જેસલમેર કિલ્લાને જેસલમેરની શાનના રૂપમાં જોવાય છે. આ શહેરના કેન્દ્રમાં સ્થિત છે. આ 'સોનાર કિલ્લા' અથવા 'સુવર્ણ કિલ્લા'ના રૂપે ઓળખાય છે કારણ કે આ પીળા બલુઆ પત્થરનો કિલ્લો સૂર્યાસ્ત સમયે સોનાની જેમ ચમકે છે. તેને 1156માં એક ભાટી રાજપૂત શાસક જેસલ દ્વારા ત્રિકૂરા પહાડીની ટોચ પર નિર્માણ કરવામાં

રાજસ્થાનનમાં આપને રહેવા માટે ઘણા લૉજ અને હોટેલ્સ મળી રહેશે. આ ઉપરાંત આપે જો અત્રેનું લોકલ ભોજન ના કર્યું હોય તો આપની યાત્રા અધુરી છે. અત્રે આપને નોનવેજની તુલનાએ વેજ ભોજન વધારે મળશે. જો આપ જેસલમેરમાં હોવ તો આપ કેર સંગેરી નામના વ્યંજનનું સ્વાદ જરૂર માણો. જો આપ નોનવેજના શોખીન હોવ તો મુર્ગ-એ-સબ્જની મજા ચોક્કસ માણો.

  • કેવી રીતે જશો જેસલમેર

જેસલમેર રેલવે, સડક અને હવાઇ માર્ગ દ્વારા દેશના તમામ પ્રમુખ શહેરોથી જોડાયેલ છે. જોધપુર હવાઇ મથક શહેર માટે નજીકનું હવાઇ મથક છે. પ્રી-પેઇડ ટેક્સી જોધપુર હવાઇ મથકથી જેસલમેર જવા માટે મળી રહે છે. યાત્રી ગાડિયો દ્વારા પણ આપના સ્થળે પહોંચી શકો છો. જેસલમેર રેલવે સ્ટેશન ઘણી ગાડીઓ દ્વારા જોધપુર અને અન્ય પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. જેસલમેર માટે ડીલક્સ અને સેમી-ડીલક્સ બસો પણ જયપુર, અજમેર, બીકાનેર અને દિલ્હીથી ઉપલબ્ધ છે.

English summary
Situated in the heart of the Thar desert in Rajasthan, Jaisalmer city built on the foundation of yellow sandstone, justifies its tag as the 'Golden City' of India. Know about the places in and around Jaisalmer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X