For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરમાં ક્યાં કરશો ભગવાન ગણેશની સ્થાપના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતમાં ગણેશ ચર્તુંથી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને બળ, વિદ્યા, બુદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે અને ઘરમાં મંગળ અને સમૃદ્ધિ માટે તેમની પૂજા કરવામાં આવે છે. ઘણા પરિવાર, ગણેશ ચર્તુંથી દરમિયાન મૂર્તિને ઘરમાં સ્થાપિત કરે છે અને તેમની આરાધના તથા પૂજા કરે છે.

ઘણા લોકોને એ ખબર હોતી નથી કે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના ક્યાં કરવી જોઇએ. ઘરમાં ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવી જોઇએ, ઘણા લોકો પોતાન બેડરૂમ કે લિવિંગ રૂમમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. જો કે, વાસ્તુ અનુસાર તમારા ઘરમાં એકદમ સમજી વિચારીને મૂર્તિની સ્થાપના કરવી જોઇએ. ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાના નિમ્નલિખિત નિર્દેશ છે.

ડાબી તરફ સૂંઢ

ડાબી તરફ સૂંઢ

તમે જે મૂર્તિને ઘરમાં સ્થાપિત કરો, તેની સૂંઢ જમણી તરફ હોવી જોઇએ, જે તેમની માતા ગૌરી પ્રત્યે તેમનો પ્રેમ દર્શાવે છે. ઘણા લોકો માતા ગૌરી અને ભગવાન ગણેને એકસાથે પૂજે છે. પરંતુ તમે ફક્ત મૂર્તિની સ્થાપના પહેલાં સૂંઢની દિશા તરફ ધ્યાન આપો.

પીઠ ન બતાવો

પીઠ ન બતાવો

ભગવાન ગણેશની મૂર્તિની ઘરમાં એ પ્રકારે સ્થાપિત કરવી જોઇએ કે તેમની પીઠ ઘરના કોઇપણ રૂમ તરફ ન હોય. માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પીઠ દેખાતા ઘરમાં અશાંતિ આવે છે અને સમૃદ્ધિ જતી રહે છે. ભગવાન ગણેશની પીઠ તમારા ઘરની બહારની તરફ દેખાવવી જોઇએ.

દક્ષિણ તરફ ન હોય

દક્ષિણ તરફ ન હોય

ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં ક્યારેય પણ દક્ષિણ દિશામાં સ્થાપિત ન કરો. ભગવાનને પૂર્વ અથવા પશ્વિમ દિશા તરફ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો. તમારો પૂજા કરવાનો રૂમ પણ દક્ષિણ દિશા તરફ ન હોવો જોઇએ.

ટોયલેટ

ટોયલેટ

ભગવાન ગણેશને ક્યારેય પણ તે દિવાલ પર સ્થાપિત ન કરો જે ટોયલેટની દિવાલ સાથે જોડાયેલી હોય.

ચાંદીના ભગવાન

ચાંદીના ભગવાન

ઘણા પરિવાર ઘરમાં ચાંદીના ભગવાન ગણેશની સ્થાપના કરે છે. જો તમારા ભગવાન ગણેશ ધાતુના છે, તો તેને ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પશ્વિમ દિશામાં સ્થાપિત કરો.

ઉત્તર-પૂર્વ

ઉત્તર-પૂર્વ

તમારા ઘરમાં જે ઉત્તરપૂર્વ ખૂણો હોય, તેને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી સૌથી શુભ હોય છે. જો તમારા ઘરમાં આ દિશાનો ખૂણો ન હોય તો પરેશાન ન થાવ, પૂર્વ અથવા પશ્વિમ દિશામાં સ્થાપિત કરી લો.

સીડીઓ નીચે

સીડીઓ નીચે

જો તમે ડ્યૂપ્લેક્સ કે બંગલામાં રહો છો, તો ક્યારેય પણ સીડીઓ નીચે ભગવાનની મૂર્તિને સ્થાપિત ન કરો, કારણ કે આખો દિવસ સીડીઓથી ઉપર નીચે આવતા જતા રહો છો અને ધર્મના અનુસાર, આ ઇશ્વરનું અપમાન છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર આમ કરવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે.

English summary
you must keep the right Vastu rules in mind and only then decide where to place the idol of Ganapati. These are the basic guidelines for placing the idol of Ganesha in your house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X