For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરની મોર પર નહીં મોરપીંછ પર હોય છે ફિદા?

|
Google Oneindia Gujarati News

અમેરિકાના સંશોધકો એ બાબતની જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઇ મોરના પાછલા હિસ્સામાં લાગેલા મોરપીંછમાં મોરનીને રસ શા માટે હોય છે? આ બાબતના મૂળ સુધી પહોંચવા માટે સંશોધકોએ આંખો પર નજર રાખનારા ખાસ કેમેરાનો ઉપયોગ કર્યો છે.

ખાસ કેમેરાનો ઉપયોગ

ખાસ કેમેરાનો ઉપયોગ

મોર પોતાની પાંખો મોરનીના સંપર્કમાં આવવા માટે અને તેને આકર્ષિત કરવા માટે ઉપયોગમાં લે છે. વિજ્ઞાનીઓએ મોરનીની આંખમાં આ વિશેષ કેમેરા લગાવ્યો છે, જેથી અંદાજ લગાવી શકાય કે તે મોરમાં આખરે જોવે છે શું?

મોરનીનું ધ્યાન આકર્ષિત કરવું મુશ્કેલ

મોરનીનું ધ્યાન આકર્ષિત કરવું મુશ્કેલ

આ સંશોધન સાથે સંકળાયેલો અહેવાલ જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ બાયોલોજીમાં પ્રકાશિત થયો છે. મોરનીની આંખો પર નજર રાખીને કરવામાં આવેલા સંશોધન અને તેના સંદર્ભના વિડિયો ફુટેજને આધારે ખુલાસો થયો છે કે મોરનીનું ધ્યાન આકર્ષિત કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.

મોરપીંછનો ફેલાવો માપે છે

મોરપીંછનો ફેલાવો માપે છે

આ સાથે એ પણ જાણવા મળ્યું કે મોરના મોટા અને સુંદર પીંછા કેવી રીતે જોવા મળે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોરની મોરપીંછમાં શું જોવે છે. મોરનીની આંખોની ડાબી જમણી તરફની ગતિથી અંદાજ મળે છે કે તેના દ્વારા મોરની પીંછાનો ફેલાવો માપવાનો પ્રયાસ કરતી હોય છે.

બે કેમેરાનો ઉપયોગ

બે કેમેરાનો ઉપયોગ

સંશોધકોએ આ અભ્યાસ માટે 12 મોરનીની આંખોમાં કેમેરા જેવા ઉપકરણો ફિટ કર્યા હતા. આ ઉપકરણમાં બે કેમેરા હતા. જેમાંથી એક સામે વાળા મોર પર નજર રાખતો હતો જ્યારે બીજો કેમેરા મોરનીની આંખની ગતિવિધિ રેકોર્ડ કરી રહ્યો હતો.

મોરની કલગીનું મહત્વ નથી

મોરની કલગીનું મહત્વ નથી

મોરની કોઇ પણ મોરના માથે આવેલી કલગીને જોતા પહેલા મોરની પાછળના ભાગમાં આવેલા મોરપીંછને જોવે છે. મોરપીંછમાં પણ મોરની તેના નીચલા હિસ્સાને જ જોવે છે.

ધ્યાન બે બાબત પર કેન્દ્રિત

ધ્યાન બે બાબત પર કેન્દ્રિત

આ સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટી અને નોર્થ કેરોલિનાના ડેવિસ અને ડ્યુક યુનિવર્સિટીવના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાવામાં આવ્યું હતું. આ આધારે કહી શકાય કે મોરનીનું ધ્યાન હંમેશા બે બાબતો પર કેન્દ્રિત હોય છે. એક તો આસપાસના માહોલ અને બીજું મોરપંખ પર.

મોર મોરપીંછ કેમ ઊભા રાખે છે?

મોર મોરપીંછ કેમ ઊભા રાખે છે?

આના આધારે એવો પ્રશ્ન પણ ઉભો થયો કે જો મોરની હંમેશા મોરના પાછલા હિસ્સા તરફ જોવે છે તો તે હિસ્સો હંમેશા શા માટે ઉભો રાખે છે. તેના જવાબમાં સંશોધકોએ શોધી કાઢ્યું કે મોર મોટા પ્રમાણમાં ભારતમાં જોવા મળે છે. ભારતમાં પ્રકૃતિક છોડવા ઊંચા હોય છે, જેના કારણે મોર પોતાના લાંબા પંખ ઊંચા રાખીને પોતાની હાજરીની નોંધ આપે છે.

મોર પોતાની પાંખો મોરનીના સંપર્કમાં આવવા માટે અને તેને આકર્ષિત કરવા માટે ઉપયોગમાં લે છે. વિજ્ઞાનીઓએ મોરનીની આંખમાં આ વિશેષ કેમેરા લગાવ્યો છે, જેથી અંદાજ લગાવી શકાય કે તે મોરમાં આખરે જોવે છે શું?

આ સંશોધન સાથે સંકળાયેલો અહેવાલ જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ બાયોલોજીમાં પ્રકાશિત થયો છે. મોરનીની આંખો પર નજર રાખીને કરવામાં આવેલા સંશોધન અને તેના સંદર્ભના વિડિયો ફુટેજને આધારે ખુલાસો થયો છે કે મોરનીનું ધ્યાન આકર્ષિત કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.

આ સાથે એ પણ જાણવા મળ્યું કે મોરના મોટા અને સુંદર પીંછા કેવી રીતે જોવા મળે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોરની મોરપીંછમાં શું જોવે છે. મોરનીની આંખોની ડાબી જમણી તરફની ગતિથી અંદાજ મળે છે કે તેના દ્વારા મોરની પીંછાનો ફેલાવો માપવાનો પ્રયાસ કરતી હોય છે.

સંશોધકોએ આ અભ્યાસ માટે 12 મોરનીની આંખોમાં કેમેરા જેવા ઉપકરણો ફિટ કર્યા હતા. આ ઉપકરણમાં બે કેમેરા હતા. જેમાંથી એક સામે વાળા મોર પર નજર રાખતો હતો જ્યારે બીજો કેમેરા મોરનીની આંખની ગતિવિધિ રેકોર્ડ કરી રહ્યો હતો.

મોરની કોઇ પણ મોરના માથે આવેલી કલગીને જોતા પહેલા મોરની પાછળના ભાગમાં આવેલા મોરપીંછને જોવે છે. મોરપીંછમાં પણ મોરની તેના નીચલા હિસ્સાને જ જોવે છે.

આ સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટી અને નોર્થ કેરોલિનાના ડેવિસ અને ડ્યુક યુનિવર્સિટીવના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાવામાં આવ્યું હતું. આ આધારે કહી શકાય કે મોરનીનું ધ્યાન હંમેશા બે બાબતો પર કેન્દ્રિત હોય છે. એક તો આસપાસના માહોલ અને બીજું મોરપંખ પર.

આના આધારે એવો પ્રશ્ન પણ ઉભો થયો કે જો મોરની હંમેશા મોરના પાછલા હિસ્સા તરફ જોવે છે તો તે હિસ્સો હંમેશા શા માટે ઉભો રાખે છે. તેના જવાબમાં સંશોધકોએ શોધી કાઢ્યું કે મોર મોટા પ્રમાણમાં ભારતમાં જોવા મળે છે. ભારતમાં પ્રકૃતિક છોડવા ઊંચા હોય છે, જેના કારણે મોર પોતાના લાંબા પંખ ઊંચા રાખીને પોતાની હાજરીની નોંધ આપે છે.

English summary
Why Peahen has a crush on Peacock feather?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X