રણબીર-કૅટ અમિતાભના મહેમાન, આદિત્યની પાર્ટીમાં રાણીનો રણકાર, સલ્લુએ સોહેલ સાથે ઉજવી દિવાળી
મુંબઈ, 6 નવેમ્બર : બૉલીવુડમાં દિવાળી ધડાકાભેર ઉજવવામાં આવી છે. અમિતાભ બચ્ચનથી લઈ આમિર ખાન અને શાહરુખ ખાનથી લઈ રણબીર કપૂર તથા કૅટરીના કૈફ તમામ બૉલીવુડ હસ્તીઓ વિવિધ દિવાળી પાર્ટીઓમાં ઉત્સાહભેર સામેલ થઈ. સલમાન ખાને પણ દિવાળીની શાનદાર ઉજવણી કરી.
બૉલીવુડની દિવાળીની મહત્વની બાબત એ હતી કે હાલમાં સૌથી ચર્ચિત બૉલીવુડ જોડી રણબીર કપૂર અને કૅટરીના કૈફ અમિતાભ બચ્ચનના ઘરે યોજાયેલી પાર્ટીમાં મહેમાન બન્યાં, તો સલમાન ખાને પોતાના ભાઈ સોહેલ ખાન સાથે દિવાળીની ઉજવણી કરી. બીજી બાજુ આદિત્ય ચોપરાએ આપેલી પાર્ટીમાં રાણી મુખર્જી છવાઈ ગયાં, તો અનિલ કપૂરની પારિવારિક દિવાળી પાર્ટીમાં ચારેકોર સોનમ કપૂરના જ જલવા દેખાયાં. ઉપરાંત આમિર ખાન અને એકતા કપૂરે પણ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી કે જેમાં બૉલીવુડની તમામ હસ્તીઓએ ઉમટી પડી.
ચાલો લગભગ 100 તસવીરોમાં જોઇએ બૉલીવુડની શાનદાર દિવાળી :
સચિન-ઉર્વશી
સચિન જોશી અને ઉર્વશી શર્માએ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી હતી. સચિન જોશી આજકાલ કૈઝાદ ગુસ્તાદની ફિલ્મ જૅકપૉટમાં સન્ની લિયોન સાથે કામ કરી રહ્યાં છે.
અંજના-વિદ્યા
સચિન-ઉર્વશીની દિવાળી પાર્ટીમાં અંજના સુખાણી અને વિદ્યા માલવડે હાજર રહ્યા હતાં.
એવલીન
સચિન-ઉર્વશીની દિવાળી પાર્ટીમાં એવલીન શર્મા.
જાવેદ
જાવેદ જાફરી પણ સચિન જોશીના મહેમાન બન્યાં.
કૈલાશ-આરતી
સચિન જોશી અને ઉર્વશી શર્મા દ્વારા યોજાયેલ પાર્ટીમાં હાજર રહેલા કૈલાશ અને આરતી સુરેન્દ્રનાથ.
કૈઝાદ
ફિલ્મ દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદ પણ સચિનની પાર્ટીમાં હાજર હતાં. સચિન જોશી હાલ કૈઝાદની જૅકપૉટ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.
કિશન
એક સમયના હીરો કિશન કુમાર પણ સચિનના મહેમાન બન્યાં.
માન્યતા
પતિ સંજય દત્ત તાજેતરમાં જ પુણે જેલમાં પરત ફર્યાં છે. આમ છતાં માન્યતાએ સચિન જોશીના ઘરે દિવાળીની ઉજવણી કરી.
નીલમ-રોહિત
નીલમ તથા રોહિત રૉય પણ સચિન-ઉર્વશીના મહેમાન બન્યાં.
નીતા-નિશિકા
ફૅશન ડિઝાઇનર નીતા લુલ્લા તથા નિશિકા લુલ્લાએ સચિન-ઉર્વશીની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
નિગાર
આજકાલ બુદ્ધ સીરિયલમાં મંગલાનો રોલ કરી રહેલાં નિગાર ખાન પણ સચિન-ઉર્વશીના મહેમાન બન્યાં.
નિશા
સચિન-ઉર્વશીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યાં નિશા જામવાલ.
રાજ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પણ સચિન-ઉર્વશીની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
રાજેશ-વંદના
રાજેશ ખટ્ટર તથા વંદના સજનાણીએ સચિન-ઉર્વશી સાથે દિવાળીની ઉજવણી કરી.
ઝુલ્ફી
સચિન-ઉર્વશીના મહેમાન બનતાં ઝુલ્ફી સૈયદ.
અનિલ કપૂર
આમિર ખાને પણ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી હતી કે જેમાં અનિલ કપૂર પહોંચ્યા હતાં.
અનુષ્કા
આમિરની પાર્ટીમાં આમિરની આગામી ફિલ્મ પીકેના હીરોઇન અનુષ્કા શર્માએ હાજરી આપી હતી.
આશુતોષ
બૉલીવુડની જાણીતી હસ્તીઓમાંની એક આશુતોષ ગોવારીકરે આમિરના ઘરે દિવાળી ઉજવણી કરી હતી.
અતુલ
અતુલ કુલકર્ણી આમિરના ઘરે હાજર રહ્યા હતાં.
અવંતિકા-ઇમરાન
આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન પત્ની અવંતિકા સાથે આમિરના ઘરે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતાં. ઇમરાન આજકાલ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મને લઈને ચર્ચામાં છે કે જેમાં તેમના હીરોઇન બેબો કરીના કપૂર છે.
દયાશંકર
જાણીતા ટીવી અને ફિલ્મ કલાકાર દયાશંકર પાન્ડે પણ આમિરની પાર્ટીમાં હાજર રહ્યા હતાં.
જૅકી
બૉલીવુડ અભિનેતા જૅકી શ્રૉફ પણ આમિર ખાનની પાર્ટીમાં સજી-ધજીને પહોંચ્યા હતાં.
કરણ
બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર લગભગ દરેક ઈવેંટમાં હાજર રહેતા હોય, તો પછી આમિરની દિવાળી પાર્ટીમાં કેમ બાકાત રહી જાય?
નવાઝુદ્દીન
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી.
પ્રદીપ
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં પ્રદીપ રાવત.
પ્રસૂન
જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર પ્રસૂન જોશી પણ આમિર ખાનની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતાં.
રાજકુમાર
તાજેતરમાં જ રિલીઝ થયેલી શાહિદ ફિલ્મના હીરો રાજકુમાર યાદવે આમિર ખાનની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
રાજકુમાર
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં પીકે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હીરાણી.
શરમન
આમિર ખાન સાથે 3 ઈડિયટ્સ જેવી સુપરહિટ ફિલ્મ કરનાર શરમન જોશી આમિર ખાનની દિવાળી પાર્ટીમાં મહેમાન બન્યા હતાં.
સિદ્ધાર્થ-વિદ્યા
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં સિદ્ધાર્થ રૉય કપૂર અને વિદ્યા બાલને ખાસ આકર્ષણ જમાવ્યુ હતું.
તન્વી-બાબા
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં હાજર રહેલા તન્વી આઝમી અને બાબા આઝમી.
વિધુ વિનોદ
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં જાણીતા ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા પણ હાજર રહ્યા હતાં.
યશપાલ
આમિર ખાનની દિવાળી પાર્ટીમાં પહોંચતાં યશપાલ શર્મા.
બોમન
આદિત્ય ચોપરાએ પણ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી હતી કે જેમાં રાણી મુખર્જી છવાઈ ગયા હતાં. આ તસવીરમાં પાર્ટીમાં હાજર રહેલા બોમન ઈરાની દેખાય છે.
જિમી
આદિત્ય ચોપરાની દિવાળી પાર્ટીમાં હાજર જિમી શેરગિલ.
કરણ
આદિત્ય ચોપરાની દિવાળી પાર્ટીમાં કરણ જૌહર.
કિરણ
આદિત્ય ચોપરાની દિવાળી પાર્ટીમાં કિરણ ખેર.
પૂનમ
આદિત્ય ચોપરાની દિવાળી પાર્ટીમાં પૂનમ ઢિલ્લોં.
રાણી મુખર્જી
આદિત્ય ચોપરાએ યોજેલી દિવાળી પાર્ટીમાં ચારેકોર રાણી મુખર્જી જ છવાયેલા હતાં.
રાણી
આદિત્ય ચોપરા અને રાણી મુખર્જી લગ્ન કરવાના છે. પાર્ટીમાં રાણીએ તારામંડળ જલાવી ખુશાલી મનાવી હતી.
રાણી-વૈભવી
આદિત્ય ચોપરાની દિવાળી પાર્ટીમાં રાણી મુખર્જી અને વૈભવી મર્ચંટ.
રાણી-પામેલા
આદિત્ય ચોપરાની પાર્ટીમાં રાણી મુખર્જી સાથે આદિત્યના માતા પામેલા ચોપરા.
ઐશ-અભિ
દિવાળી પ્રસંગે અમિતાભ બચ્ચનના ઘરે પણ શાનદાર પાર્ટી યોજાઈ હતી કે જેમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છવાઈ ગયા હતાં.
આલિયા
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી.
આલિયા-અભિ
દિવાળી પાર્ટીમાં પહોંચેલા આલિયા ભટ્ટનું સ્વાગત કરતાં અભિષેક બચ્ચન.
અનુષ્કા
અનુષ્કા શર્માએ પણ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
ડાયના
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં ડાયના પેંટી.
જિમી
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં જિમી શેરગિલ.
કૅટ
એક બાજુ સલમાન ખાન પોતાના ભાઈ સોહેલ ખાન સાથે દિવાળીની ઉજવણી કરતા હતાં, તો તેમના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ અમિતાભ બચ્ચનના ઘરે દિવાળીની પાર્ટીમાં પહોંચ્યાં હતાં.
રણબીર
કૅટરીનાએ અમિતાભની પાર્ટીની કેમ પસંદગી કરી? હવે સમજી તો ગયા જ હશો આપ. રણબીર કપૂર પણ તો આ જ પાર્ટીમાં પહોંચ્યા હતાં, તો પછી કૅટ કેમ ન આવે?
નેહા
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં નેહા ધુપિયા.
શાહરુખ-ગૌરી
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં શાહરુખ ખાન અને તેમના પત્ની ગૌરી ખાસ મહેમાન બની ગયા હતાં. શાહરુખ-ગૌરીએ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે સામૂહિક તસવીર ખેંચાવી.
સૈયદ
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં સૈયદ ખાન.
વરુણ
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં વરુણ ધવન.
અનિલ કપૂરની દિવાળી પાર્ટી
અનિલ કપૂરે પણ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી હતી કે જેમાં તેમનો આખો પરિવાર હાજર રહ્યો હતો.
આતશબાજી
અનિલ કપૂરના ઘરે યોજાયેલી દિવાળી પાર્ટી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી.
સોનમ-રિહા
અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં અનિલ કપૂર તથા તેમની બંને પુત્રીઓ સોનમ કપૂર અને રિહા કપૂર.
સમગ્ર પરિવાર
અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો.
રિહા-સોનમ
અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં રિહા કપૂર તથા સોનમ કપૂર છવાઈ ગયા હતાં.
પુત્રીઓ સાથે અનિલ
અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં બંને પુત્રીઓ સોનમ તથા રિહા સાથે અનિલ કપૂર.
બહેનો સાથે સોનમ
અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં પોતાની બહેન રિહા અને પિતરાઇઓ સાથે સોનમ કપૂર.
રૉકી એસ-બિપાશા
બિપાશા બાસુએ પણ દિવાળીની શાનદાર પાર્ટી આપી ઉજવણી કરી હતી કે જેમાં રૉકી એસ હાજર રહ્યા હતાં.
દીપન્નિતા
બિપાશા બાસુની દિવાળી પાર્ટીમાં દીપન્નિતા શર્મા.
હરમન
બિપાશા બાસુની દિવાળી પાર્ટીમાં ખાસ મહેમાન હતાં હરમન બાવેજા કે જેમની સાથે બિપાશા હાલ ડેટિંગ કરે છે.
હીરક-મમતા
બિપાશા બાસુની દિવાળી પાર્ટીમાં તેમના માતા પિતા હીરક બાસુ તેમજ મમતા બાસુ પણ હાજર રહ્યા હતાં.
મિલિંદ
બિપાશા બાસુની દિવાળી પાર્ટીમાં મિલિંદ સોમન.
વિક્રમ
બિપાશા બાસુની દિવાળી પાર્ટીમાં વિક્રમ ભટ્ટ.
સલમાન
સોહેલ ખાને પણ દિવાળી પ્રસંગે શાનદાર પાર્ટી યોજી હતી. એક બાજુ કૅટરીના કૈફ અમિતાભના મહેમાન હતાં, તો સલમાન પોતાના ભાઈ અને પરિવાર સાથે દિવાળી ઉજવતા હતાં.
અલવીરા
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં તેમના બહેન અલવીરા ખાન.
અમૃતા-શકીલ
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં અમૃતા અરોરા તથા શકીલ લડાક.
અર્પિતા
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં તેમના બહેન અર્પિતા ખાન.
અતુલ
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં તેમના બનેવી અતુલ અગ્નિહોત્રી.
ચંકી-તુષાર
ચંકી પાન્ડે તેમજ તુષાર કપૂરે પણ સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
ગૌરી
શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ભલે આજે પણ મૈત્રી સંબંધો ન સ્થપાયા હોય, પણ ગૌરી ખાને તેવી પાર્ટીમાં હાજરી આપી કે જ્યાં સલમાન ખાન પણ હાજર હતાં.
કરિશ્મા
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં કરિશ્મા કપૂર.
નીલમ
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં નીલમ.
પાર્વતી
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં પાર્વતી ઓમનકુટ્ટન.
માના-સુનીલ
સુનીલ શેટ્ટી પણ પોતાના પત્ની માના સાથે સોહેલના ઘરે પહોંચી ગયાં. કેમ ન જાય. સલમાન તેમના પુત્રી અતિયાને પોતાની ફિલ્મ હીરોમાં હીરોઇન જે બનાવવાનાં છે.
તુલીપ
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં તુલીપ જોશી.
યુવરાજ
સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં ક્રિકેટર યુવરાજ સિંહ પણ ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.
ઝહીર
યુવરાજ સાથે જ ઝહીર ખાન પણ સોહેલ ખાનની દિવાળી પાર્ટીના મહેમાન બન્યા હતાં.
એકતાનો ઝળહળતો બંગલો
ટીવીના મહારાણી એકતા કપૂરે પણ દિવાળીની શાનદાર ઉજવણી કરવા પાર્ટી યોજી હતી. તેમનો બંગલો દિવાળીની રાત્રે રોશનીથી ઝળહળતો હતો.
અરબાઝ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અરબાઝ ખાન.
સ્વાગત
દિવાળી પાર્ટીમાં આવતા મહેમાનોનું શાનદાર સ્વાગત કરતાં એકતા કપૂર.
હુમા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હુમા કુરૈશી.
કરણ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં કરણ જૌહર.
મંદિરા-રાજ
ફિલ્મ નિર્માતા રાજ કૌશલ સાથે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચ્યાં મંદિરા બેદી.
મેઘના
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં મેઘના નાયડુ.
પ્રાચી
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પ્રાચી દેસાઈ.
પ્રીતિ-પ્રવીણ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પ્રીતિ ઝાંગિયાણી તથા પ્રવીણ ડબ્બાસ.
જેનેલિયા-રીતેશ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જેનેલિયા ડિસૂઝા પોતાના પતિ રીતેશ દેશમુખ સાથે.
સચિન
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સચિન જોશી.
સાક્ષી
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સાક્ષી તંવર.
સમીર-નીલમ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સમીર તથા નીલમ સોની.
રાજ-શિલ્પા
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં રાજ કુન્દ્રા તથા શિલ્પા શેટ્ટી પણ હાજર રહ્યા હતાં.
સિદ્ધાર્થ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા.
તુષાર
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં તેમના ભાઈ તુષાર કપૂર.
વરુણ
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં વરુણ ધવન.
વિક્રમાદિત્ય
એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં વિક્રમાદિત્ય મોટવાણી.
વિવેક
તાજેતરમાં જ ક્રિશ 3માં કાલનો રોલ કરી વખાણ મેળવનાર વિવેક ઓબેરૉય પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જાણે ક્રિશ 3ની સફળતાની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતાં.